Book Title: Vividh Vishay Vicharmala Part 06
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 346
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પાપની આલોચના ન કરે તો તેને ભવાંતરે શું ફળ મળે છે તે સર્વ તમો સાંભળો (૨) પાપની આલોચના લીધા વિના કદાપિકાલે પુરુષ મરતો તે પાપના યોગે ભવાંતરને વિષે તે દુર્બુદ્ધિ પ્રાપ્ત થાય છે (૩) અને તે દુર્બુદ્ધિથી મૂઢબુદ્ધિવાળો તે બીજા મહાન્ પાપને ઉપાર્જન કરે છે. તે પાપથી દારિદ્રપણું તેમજ અત્યંત દુઃખને તે પામે છે. (૪) ઘોર નરકે જાય છે. ત્યારબાદ પશુપણું પામે છે. ત્યારબાદ દુષ્ટ દેશ, દુષ્ટ કુળને વિષે પડીને કુમાનુષત્વપણું પામે છે. (૫) ત્યાં રોગી થાય છે ખંડિત અંગવાળો થાય છે અને તીવ્ર પાપ કરનારો થાય છે. તે મહાન્ પાપવડે કરીને કુદેવત્વ આદિ ભવોને આશ્રય કરનાર થાય છે. (૬) પછી પશ્ચાત્તાપ ઘણો કરે છે અને બોધિ બીજને પામતો નથી તેમજ બેન્દ્રિયપણું તથા એકેંદ્રિયપણુ તેમજ નિગોદપણું પામે છે. (૭) એવી રીતે અનંત સંસાર પરિભ્રમણ કરવાવાળો થાય છે. આવી રીતે પરિભ્રમણ કરતા મહાકટથી સંસારથી નીકળે છે. માટે ઉપરોક્ત દોષોનુ ઉત્તમ જીવોએ જરૂર પ્રાયશ્ચિત લેવું. (૮) પ્રાયશ્ચિત લેવાથી કેવા પ્રકારના ગુણો પ્રાપ્ત થાય છે તે બતાવે છે. सर्वपापशमनं, सर्वदोषनिवारणम् । प्रवर्धनं च पुण्यानां, धर्मिणामात्ममोदनम् ॥१॥ शल्यापहारो जीवस्य, नैर्मल्यं ज्ञानसंगतिः । पुण्यस्य संचयो भूयाद्विघ्नस्य च परिक्षयः ॥२॥ संप्राप्तिं स्वर्गशिवयोः, कीर्तिविस्तारिणी भुवि । પ્રાયશ્ચિત્તીઘર , પેન્નાદ્યતે રૂપા ભાવાર્થ : સર્પ પાપ નાશ થાય છે, સર્વ દોષોનું નિવારણ થાય છે પુન્યની વૃદ્ધિ થાય છે, ધર્મિષ્ટ માણસના આત્માને હર્ષ થાય છે. (૧) શલ્યનું અપહરણ થાય છે, જીવનું નિર્મલ પણું થાય છે, જ્ઞાનની સંગતિ થાય છે, પુન્યનો સંચય થાય છે, વિબ્લોવૅસપણાને પામે છે. (૨) સ્વર્ગ ૩૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348