Book Title: Vividh Vishay Vicharmala Part 06
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 341
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અનવસ્થા ૧૦, પારાચિકમ્ એ દસ પ્રાયશ્ચિત્તો કહેલા છે. તેનો વિસ્તાર વ્યવહારસૂત્ર. જીતકલ્પ જીતકલ્પચૂર્ણ, આચારદિનકરાદિકથી જાણવો. પ્રાયશ્ચિત ગ્રહણે દસ દોષો કહેલા છે. १ आकंप्यदोषं २ अनुमान्यदोषं ३ दष्टदोषं ४ बादरदोषं ५ सूक्ष्मदोषं ६ छन्नदोषं ७ शब्दाकुलदोषं ८ बहुजनदोषं ९ अव्यक्तदोष १० तत्सेवितदोषं. ભાવાર્થ : હું આચાર્યને ભક્તિથી વશ કરીશ તો મને થોડું પ્રાયશ્ચિત આપશે, એવી બુદ્ધિથી આલોચનાચાર્યની પૈયાવચ્ચ કરી તેને વશ કરી જે આલોચના લેવી તે આકંપ્ય દોષ. (૧) અનુમાન કરી નાના નાના દોષો બતાવી હલકો દંડ મળે તેવી આશા રાખી તે જ પ્રકારે આચાર્યને જણાવી આલોચના લેવી તે અનુમાન્યદોષ (૨) આચાર્યે જે દેખેલું તથા સાંભળેલું હોય તેટલો જ પોતાનો અપરાધ બતાવી આલોચના લેવી તે દ્રષ્ટદોષ. (૩) પોતાની અવજ્ઞા થવાના ભયથી સૂક્ષ્મ દોષોની આલોચના નહિ લેતા બાદર અતિચારોની માહિતી આચાર્ય ને આપી આલોચના કરવી તે બાદરદોષ (૪) સૂક્ષ્મ અતિચારો લાગેલા હોય તેની આલોચના લે. અને આચાર્ય ને એવું બતાવે કે જે સૂક્ષ્મ અતિચારને આલોચે છે તે બાદર અતિચારને કેમ ન આલોચે આવું જણાવે તે સમદોષ (૫) અત્યંત લજજાળપણાથી આ એક એવું ધીમેથી બોલે કે જે પોતે જ સાંભળે. આવી રીતે આલોચના લે છે છાદોષ. (૬) મોટા શબ્દવડે કરી બીજાઓને સંભળાવી આલોચના લે તે શબ્દાકુલ દોષ (૭) ઘણા લોકો હોય ત્યારે આચાર્યને એક દોષ હોય તેને ઘણા પ્રમાણમાં નિવેદન કરે તે બહુજ દોષ (૮) જે સ્પષ્ટ ગીતાર્થ ન હોય તેમની પાસે આલોચના લે તે અવ્યક્ત દોષ (૯) સમાન શીલ ગુરુ પાસે સુખે કરી પોતાના અપરાધોને જણાવી શકે અને જે અપરાધની આલોચના લે તેને જ સેવી શકે તે તત્સવીદોષ (૧૦) ઉપરના પ્રકારે દસ દોષો કહેલા છે તેવી રીતે આલોચના લેવાથી કર્મબંધથી છૂટાતું નથી. આ વાત ખાસ ધ્યાનમાં M૩૧૮ ૩૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348