________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
(અભક્ષ્ય વસ્તુ ત્યાગ ઉપર થાવર માતંગ ક્યા)
કનકપુર નગરને વિષે જિનચંદ્ર નામનો શ્રેષ્ઠી હતો તેને શીયલવતી નામની સ્ત્રી હતી. તેને ગુણસુંદર નામનો પુત્ર હતો, પરંતુ તે ધર્મ રહિત હતો. તેની માતાએ કહ્યું હે પુત્ર ! તું વાસી અન્નાદિક વસ્તુનું ભોજન ન કર, કારણ કે વાસી અનાદિકના ભોજનાદિક કરવાથી શરીરને વિષે દાદર, કરોલિયા, બાંભણી, વાયુ, બુદ્ધિહીનતા અને ધર્મભ્રષ્ટતાદિક બહુ જ દોષો ઉત્પન્ન થાય છે, તેમજ ઘણા ત્રાસજીવોની હાનિ થાય છે. માટે તું અમૃતસૂરિ પાસે જઈને પૂછી જો અને અભક્ષભક્ષણના દોષો સાંભળ ત્યારબાદ ઉદ્યાનને વિષે આવેલા તે ગુરુ પાસે જઈ નમસ્કાર કરીને દોષો પુછવાથી ગુરુએ કહ્યું કે સુભગનગરને વિષે થાવર નામનો માતંગ છે તે તને કહેશે. ત્યારબાદ ત્યાં જઈ થાવર માતંગનું ઘર પૂછીતેને મળી અભક્ષભક્ષણના દોષો પૂછયા. તેણે કહ્યું કે કહીશ.પછી થાવર માતંગે ગૃહસ્થના હાટથી તેને શાલિઆદિર આપાવ્યું તે લઈને ગુણસુંદર કૃપણને ઘરે ગયો. ત્યાં પૈસા આપીને રસોઇ કરાવી જ્યારે ભોજન કરવા બેઠો ત્યારે કૃપણની સ્ત્રીએ કહ્યું કે ક્યાંથી આવે છે ? તેણે સર્વ કહ્યું તેથી તેણીએ જાણ્યું કે આ તો મારો ભાઈ છે. બીજે દિવસે તે જતો હતો તેની બહેને આગ્રહ કરીને રાખ્યો અને દુકાને જઇ પોતાના પતિ પાસે શાલિઆદિકની માગણી કરી. તેણે કહ્યું કે વાલ અને તેલ લઈ જઈને ભોજન કરાવ. તેણીએ બીજાના હાટથી ઘી, લોટ, સાકર વિગેરે લઇને ઘેવરાદિક ભોજન સામગ્રી તૈયાર કરી. તે દેખી બહુ જ ખેદ પામી ક્રોધ કરી, ખરાબ અન્નનું ભોજન કરી ચિંતાથી હૃદયસ્ફોટ થવાથી તેનો પતિ મરણ પામ્યો અને ભાઇને બહેને ભોજન કરવા બેસાર્યો તે વખતે સ્ત્રીએ પતિનું મરણ જાણ્યું, પરંતુ અપુનિયાનું દ્રવ્ય રાજા લઇ જાય તેવા ભયથી કોઈને જણાવ્યું નહિ અને તેને ખાડામાં નાખી દાટિ દઇ પોતાના ભાઈને કહ્યું કે તું ચાર ક્રોડ દ્રવ્યથી વ્યાપાર કર. લોકોની આગળ કહેજે કે શેઠ વેલાકુલે સમુદ્ર પાર ગયા છે. તેના જીવવાથી મંડિતાને મરવાથી રંડિતા,
306
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org