Book Title: Vividh Vishay Vicharmala Part 06
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 331
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તું અભક્ષ્યનો નિયમ કર. તે નિયમ લઇને ગુણસુંદર પોતાને ઘરે આવ્યો અને માતાને તમામ વાત કરી તેથી હર્ષ પામી. કારણ કે અધમમાતા પુત્ર જે માર્ગે ચાલતો હોય તે માર્ગે ચાલે છે. મધ્યમ માતા પુત્ર દ્રવ્ય ઉપાર્જન કરે ત્યારે રાજી થાય છે. ઉત્તમ માતા છોકરો સારા સારા પ્રકારના સુકત કર્તવ્યો કરે છે ત્યારે રાજી થાય છે. એકદા ગુણસુંદરે ગુરુએ કહ્યું કે હે સ્વામિન્ ! મારો સંદેહ તો ભાગ્યો પણ મારા ભાણેજને જન્મતાની સાથે વાણી બોલવાની શક્તિ કયાંથી આવી? ગુરુએ કહ્યું કે માતંગે છેલ્લે સમયે પોતાના મિત્ર ચેટકને કહયું હતું કે સુંદરનો સંશય મારાથી ભાંગ્યો નથી માટે મારે શું કરવું. દેવે કહાં કૃપણના ઘર વિષે તારે મુખે હું ઊતરીને સંશયરહિત કરીશ, તેથી તેને વાણી થઈ. ગુરુના વચનો સાંભળીને સુંદરે પ્રથમ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને પાછળથી સાધુ ધર્મ પાળી દેવ થયો. આવું જાણી ઉત્તમ જીવોએ પથુષિત વાસી અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરી પોતાના અંતરાત્માને પવિત્ર કરવો જોયોહાલમાં વાસી ભક્ષણનો પ્રચાર આપણામાં બહુ જ વૃદ્ધિ પામ્યો છે તેને જલાંજલિ દેવી જોઇએ. (ઉધમે મેઘરાજના સુબુદ્ધિ મંત્રીની કથા) શ્રાવસ્તિ નગરીને વિષે મેઘરથ રાજા રાજય કરતો હતો. અન્યદા તેની સભાને વિષે કોઇક નિમિત્તવેત્તા આવ્યો. તેને મંત્રીએ કહ્યું કે કાંઇક નિમિત્ત કહે. તે બોલ્યો કે આજથી સાતમે દિવસે આ નગરના અધિપતિના મસ્તક ઉપર વીજળી પડશે. તેનાં વચનો સાંભળી સર્વ લોકો ભયભીત થઈ ગયા ત્યારબાદ રાજાએ મંત્રીને કહ્યું કે શું કરવું ? કોઈ કહે નાવમાં બેસી સમુદ્રમધ્યે રહેવું, કોઈ કહે પર્વતની ગુફાને વિષે ભરાઇ બેસવું. સુબુદ્ધિ મંત્રીએ કહ્યું રાજન્ ! ધર્મજાગરણ કરવું. તેના પ્રતાપે તમામ વિનો દૂર થઇ જાય છે. વિશેષમાં હાલમાં એક પાષાણની મૂર્તિ કરાવી તેનો રાજ્યાભિષેક કરી નગરનો અધિપતિ તેને 43૦૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348