________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ यवैव वंध्या तनयंविधाय, यद्बुद्धिमत्यात्रिदशोप्यवंचि ॥१॥ | ભાવાર્થ : નનું ઇતિ વિતર્ક, ધીમતી સ્ત્રિયોની શક્તિ જે તે રૈલોક્યને વિષે મહાનું આશ્ચર્યકારી અને ચિંતાતીત હોય છે, કારણ કે બુદ્ધિમતિયે વંધ્યા પુત્રને બનાવીને દેવતાને પણ ઠગી લીધેલ છે.
વસંતપુરનગરને વિષે જિતશત્રુ નામનો રાજા હતો. ત્યાં ધન નામનો એક શેઠીયો વસતો હતો તેને ધનવતી નામની પવિત્રા એક પુત્રી હતી. હવે પુરી નહોતો તેથી શેઠ ઉદાસ રહેતો હતો. હવે ધન શ્રેષ્ઠીએ કોઇક વિદ્યાવંત યોગિને એકવાર ભોજન કરવાને બોલાવ્યો તે ભોજન કરીને ચાલવા માંડ્યો ત્યારે ધને તેને પુત્ર નિમિત્તે પ્રાર્થના કરવાથી, યોગી બોલ્યો તે શ્રેષ્ઠિનું? એક મંત્ર છે, તેના આરાધન કરવાથી તેને પુત્ર થશે, પરંતુ તે પરણવા લાયક થાય છતાં પણ તમારે તેને પરણાવવો નહિ હવે જો તે પરણશે તો મંત્રદેવ તેને મારશે, શ્રેષ્ઠીયે તે પણ અંગીકાર કરીને મંત્રાનું આરાધન કર્યું. અનુક્રમે તેને ગુણવર્મ પુર ઉત્પન્ન થયો તે વધવા માંડ્યો સોળ વર્ષનો થયા છતાં પણ શ્રેષ્ઠી મરણના ભયથી તે પરણાવતો નથી લોકો નિંદા કરવા માંડયા કે પૈસાના લોભથી આ શેઠીયા પોતાના પુત્રને પણ પરણાવતો નથી, આવા અપવાદથી શેઠે પોતાના પુત્રને પરણાવ્યો, ત્યારે સારા પ્રકારની બુદ્ધિવાળી બાઈ બુદ્ધિમતિ નામની તેને ઘરે વહુ આણી અને તેવામાં પગ માંડે છે તેવામાં સાસુ નિઃશ્વાસ નાંખી આશીર્વાદ આપે છે. વહુએ પણ આને હર્ષને ઠેકાણે કેમ છે, એમ થોડીવાર વિચારણા કરીને, સંધ્યા સમયે, પોતાના વાસગૃહને વિયે જઇ પોતાના સ્વામી સાથે લેવામાં પલંગ પર બેસે છે તેવામાં હાથમાં વિકરાળ તરવાર લઇને, ક્રોધથકી લાલ આંખો કરી, મંત્રાધિરાજ દેવ ત્યાં આવ્યો. તેને દેખીને તે શ્રેષ્ઠીનો પુત્ર યથકી મૂર્છા પામ્યો, વહુ પણ સાસુના નિઃશ્વાસ નાખવાનું કારણસમજીલઈને, તેણીને બુદ્ધિ ઉત્પન્ન થવાથી દેવને કહ્યું કે હે દેવ મારા સ્વામિયે તારો શું અપરાધ કર્યો કે તું એને મારવાને માટે તૈયાર થયેલ છો ? દેવે કહ્યું કે હે સુભાગે !
૨૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org