Book Title: Vividh Vishay Vicharmala Part 06
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 326
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જેણે ફળો ખાધા હતા તે ફળની અસરથી મરણ પામે તેથી વંકચૂલે વિચાર્યું કે મારા નિયમનું ફળ મારો બચાવ કરનારું થયું. ત્યારબાદ રાત્રિએ પોતાના ઘરને વિષે પેઠો. તે અવસરે પોતાની સ્ત્રીની સાથે સુતેલા પુરુષને જોઈ ક્રોધ પામી તેણે હણવાની બુદ્ધિથી પોતાના નિયમને સંભારી સાત આઠ ડગલા પાછો ફરી જેવો તરવાર ઊંચી કરવા જાય છે તેવામાં તરવાર પાછળ રહેલા બારણા સાથે અથડાવાથી તેનો શબ્દ થતાંની સાથે જ તેની બહેને કહાં તું કોણ છે? તેના સ્વરથી પોતાની બહેનને જાણી પૂછ્યું કે તે પુરુષનો વેષ શાથી લીધો ? તેણીએ કહ્યું કે પુરુષના વેશથી નટડાનું નાટક જોઈ હું અહીં જ સૂઈ રહી. તે સાંભળી ગુરુના વચનની પ્રશંસા કરવા લાગ્યો. એકદા ત્યાં આવેલા સૂરિના શિષ્યને નમીને ધર્મોપદેશ સાંભળવા બેઠો અને સાંભળીને તે જ પલ્લીમાં ચર્મણવતી નદીને તીરે શ્રી મહાવીરસ્વામીનો પ્રાસાદ કરાવ્યો તે તીર્થ થયું. કાલાંતરે એક વાણીઓ પોતાની સ્ત્રીની સાથે ત્યાં યાત્રા કરવાને માટે ચાલ્યો. અનુક્રમે ચર્મણવતી નદી ઉતરવા માટે તે બન્ને જણા નાવમાં બેઠો અને ત્યાં ચૈત્યના શિખરને દેખીને વાણિયાની સ્ત્રીએ સોનાના કચોલામાં ચંદન ભરીને વધાવવા માટે ફેંકતા હાથમાંથી કચોળું રાજાનું રત્ન જડેલું ઘરેણે રાખેલ છે માટે તેને ઉત્તર શું આપીશ? તેથી નાવિકને નદીમાં ઉતાર્યો. ત્યાં નદીમાં પાર્શ્વનાથ મહારાજના ખોળામાં પડેલું દેખીને તેને લઈને વાણિયાને આપ્યું. તે રાત્રિને વિષે નાવિકે સ્વમ દેખ્યું કે નદીમાં નાખેલી પુષ્પની માળા જયાં જઇને સ્થિર રહે ત્યાં જઈ જોઇને જે બિબ નીકળે તે વંકચૂલને આપવું. નાવિકે તેમ કરવાથી વંકચૂલે તેને દાન આપી મહાવીરસ્વામીના પ્રાસાદમાં બહારના મંડપમાં પાર્શ્વનાથનું બિંબ સ્થાપન કર્યું. ત્યારબાદ નવીન ચૈત્ય બનાવવાને તે બિંબને લેવા માટે ઘણા મનુષ્યો પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ બિંબ ત્યાં જ રહ્યું ચાલ્યુ નહિ એ અદ્યાપિપર્યત ત્યાંજ છે વળી પાછું નાવિકે કહ્યું કે હે સ્વામિનું! ત્યાં નદીમાં બીજું બિંબ તથા સુવર્ણરથ છે ત્યારબાદ વંકચૂલે પોતાની 303 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348