Book Title: Vividh Vishay Vicharmala Part 06
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 314
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મળ્યા છતાં પણ પોતાને નિયમ હોવાથી સો યોજનના બહાર જવાની ઇચ્છા ન થઈ અને સમુદ્રના પેઠે પોતે મર્યાદા મૂકતો નથી. અનુક્રમે તેને એક પુત્ર થયો. અન્યદા તે બાળકને દુષ્ટ સર્પ કરડ્યો, તેથી ધનદત્ત શ્રેષ્ઠીએ નગરમાં પડહ વગડાવ્યો કે મારા બાળકને કોઈ સારો કરશે તેને મોઢે માગી લક્ષ્મી આપીશ. તેવું સાંભળી એક પરદેશી માણસો આવીને કહ્યું કે હે શ્રેષ્ઠિનું ! અહીંથી મારું નગર એકસો દસયોજન છે. ત્યાં મારી સ્ત્રી અનેક વિદ્યાવાળી છે. જો કોઈ તેને અહીં લાવે તો આ બાળક તુરત જીવે. તે સાંભળી શ્રેષ્ઠીએ મહાનંદને કહ્યું કે તું તે નગરે જા. મહાનંદે કહ્યું મારે નિયમ છે તેના પિતાએ કહ્યું વ્રતને વિષે છ આગાર કહેલા છે છતાં મહાનંદ માનતો નથી. ત્યારે તે નગરનો રાજા તેને કહેવા લાગ્યો કે ધર્મકાર્ય તથા તીર્થયાત્રા માટે હજાર યોજન જવાય તો પણ કાંઈ દોષ નથી. તે વખતે બીજા લોકોએ કહ્યું કે અહો ! આનું હૃદય બહુ જ કઠોર છે. બાલહત્યાથી પણ ભય પામતો નથી. મહાનંદરાજાને કહ્યું કે હે સ્વામિનું ! પ્રાણ થકી પણ અત્યંત પુત્ર વલ્લભ હોય છે અને તે થકી અધિક વલ્લભ ધર્મ હોય છે માટે મારા કરેલા નિયમને કલ્પાંત કાળે પણ હું તોડીશ નહિ. તેથી રાજાએ કહ્યું કે જો તું ધર્મિષ્ટ છે તો સર્વ લોકોને ધર્મનું મહાભ્ય બતાવ.તે વખતે આકાશમાં વિદ્યા દેવીની વાણી થઈ. હે કુમાર ! પાણીની અંજલી વડે કરી બાલકને સિંચ. કુમારે દેવીનું કહેલું કરવાથી બાલક વિષરહિત થયો અને લોકોને વિષે જૈન ધર્મનો મહિમા ઘણો વૃદ્ધિ પામ્યો. અન્યદા પોતાના પિતાએ પ્રેરણા કરવાથી પોતાના કુટુંબોનો પાછલો ભવ પુછવા માટે આકાશગામિની વિદ્યાથી મહાનંદ સીમંધરસ્વામી પાસે ગયો ત્યાં ભગવાનને વંદન કરી પૂછવાથી ભગવાન કહેવા લાગ્યા. ધન્યપુરે સુધન શ્રેષ્ઠી હતો, ધનશ્રી તેની સ્ત્રી હતી. ધનાવહ નામનો તેનો બાળમિત્ર હતો. બન્ને જણા સાથે વ્યવહાર કરતા હતા. સુઘન પોતાના મિત્રની વસ્તુ પોતાને ઘરે વેચતા તેના સો દ્રમ ખાઈ ગયો તથા M૨૯૧ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348