________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બતાવવી, પછી એક આંગળી બતાવવી, ત્યારપછી પાંચ આંગલી બતાવવી. આવી રીતે શીખવીને મોકલાવાથી તેણે સભામાં જઈને તે જ પ્રકારે કરવાથી ભોજરાજાએતે બ્રાહ્મણને લાખ સુવર્ણ આપ્યું. ત્યારબાદ ઇર્ષાનો સમૂહ ઉત્પન્ન થવાથી સભાને વિષે રહેલાં બીજા પંડિતોયે રાજાને કહ્યું કે હે દેવ ! આવા જડને પણ તમે આટલું બધું દાન આપ્યું તે ઠીક કર્યું નથી. તમો આવું દાન આપો છો તેમાં તમારું ગુણજ્ઞપણું શું તેમજ વિદગ્ધ પણું શું? એમ કહેવાથી ભોજરાજાએ કહ્યું કે હે પંડિતો આ બ્રાહ્મણે જે કહ્યું અને કર્યું તે તમોએ જાણ્યું છે કે નહિ? તેઓએ કહ્યું કે અમોયે તો ન જાણ્યું. ભોજરાજાએ કહ્યું કે મારા માસિયાઈ ભાઈપણું સૂચવનારા આણે જે કહ્યું તે તમો સાંભલોકે તું લક્ષ્મીપુત્ર છે અને હું તેની બેન અલક્ષ્મીનો પુત્ર છું, તેથી આપણે બે જણા માસીયાઈ ભાઈ થઇએ છીએ. પછી મેં પૂછયું કે મારી માસી કયાં ગઈ ? બ્રાહ્મણે કહ્યું કે તારા દર્શનથી જ બળીને તે ભસ્મીભૂત થઈ ગઈ, જે માટે કહ્યું છે કે :मातृस्वसा कुत्र गता ? सांप्रतं भस्मसाद्गता, । त्वत्प्रताऽनलेचोडा-यितात्वद्दानवायुना ॥१॥
ભાવાર્થ : ભોજ રાજાએ પૂછયું કે મારી માસી કયાં ગઇ, બ્રાહ્મણે કહ્યું કે તારા દાનરૂપી વાયરાયે ઉડાવવાથી તારા પ્રતાપરૂપી અગ્નિને વિષે હાલમાં જ ભસ્મીભૂત થઈ ગયેલ છે, તો પણ મેં કાંઇ નહિ આપવાથી તેણે પાંચ આંગલી દેખાડવાથી મને કહ્યું કે જો તું કાંઇ પણ નહિ આપે તો આજથી પાંચમે દિવસે હું કુટુંબ સહિત મરણ પામીશ, માટે તું વિજ્ઞ છે. મારા જેવા દુર્બલોની શુદ્ધિ વિશેષતાયે કરવી પડે તેનું કહેવું માન્ય કરીને મેં આને વિશેષતાથી દાન આપેલ છે, આવી રીતે લાખ સુવર્ણ દાન આપી સન્માન કરેલો બ્રાહ્મણ ઘરે જઈને પોતાની સ્ત્રીની બુદ્ધિથી સુખી થયો.
બુદ્ધિ વિષયે ગુણવર્મની સ્ત્રી બુદ્ધિમતીની ક્યા अचिंत्यशक्तिर्ननु धीमतीनां, स्त्री महाश्चर्यकरी त्रिलोक्यां,
૨૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org