________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દિવસ, પાંચ પ્રહર, એક ઘડી, બે પલ, અડતાલીશ અક્ષરના ઉચ્ચાર કલા પ્રમાણ જૈન ધર્મ રહેશે એટલે વીર પરમાત્માથીએ ઉપરોક્ત કાલ સુધી પાંચમા આરામાં જૈન ધર્મની પ્રવૃત્તિ રહેશે, પછી જૈન ધર્મ વિચ્છેદ જશે. वीरपद्मनाभ-अंतर प्रवचनसारोद्वारे चुलसी वाससहस्सा, वासा सत्तेव पंच मासाय । वीरमहापउमाणं, अंतरमेअं वियाणाहि ॥१॥
ભાવાર્થ : ચોરાશી હજાર વર્ષ તથા સાત વર્ષ તથા પાંચ માસનું અંતર મહાવીરમહારાજા તથા મહાપદ્મ (પદ્મનાભ, આવતી ચોવીશીનાં પ્રથમ તીર્થંકર)નું જાણવું. तित्थोगालिय पयन्नो ववगय सोगभयाउं, वहमाणी उ सुहेहिं ते गब्भा । पत्तेवि पसवमासे, अच्चत्थं गूढगब्भाउ ॥१॥
ભાવાર્થ : તીર્થંકર મહારાજની માતાઓ સગર્ભા થાય છે. ત્યારે શોક, ભય આદિથી મુક્ત હોય છે તેમજ સુખ વડે કરીને ગર્ભને વહન કરનારી હોય છે અને પ્રસવકાળ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી પણ અત્યંત ગૂઢ ગર્ભવાળી હોય છે, એટલે પ્રસૂતિકાળ સુધી પણ બીજા દેખનારાઓ આ સગર્ભા છે તેમ જાણી શકતા નથી કારણ કે અન્ય સ્ત્રીઓના ઉદરના પેઠે તીર્થંકર મહારાજની માતાઓના ઉદર ગર્ભ ચિન્હ દેખાય તેવા હોતા નથી. તે તીર્થંકર ગર્ભમાં હોય છે તેનો જ પ્રતાપ છે. अट्ठण्हं जणणीओ, तित्थयराणं तु हुंति सिद्धाओ । अट्ठयसणं कुमारे, माहिदे अठु बोद्धव्वा ॥१॥ | ભાવાર્થ : પ્રથમના આઠ તીર્થકર મહારાજાની માતાઓ મોક્ષમાં ગયેલ છે, નવમાથી સોળમા તીર્થંકર મહારાજાની આઠ માતાઓ ત્રીજા સનત્કુમાર દેવલોકે ગયેલ છે તથા સત્તરમાથી ચોવીસમા તીર્થંકર
૧૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org