________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તે મૂર્ખ. ૬૧ જે નિર્બળ છતાં બલિષ્ટ કામ કરે તે મૂર્ખ. ૬૨ જે રમત કરતાં રીસ કરે તે મૂર્ખ. ૬૩ જે ધર્મ કરતાં વચ્ચે આંટી નાંખે તે મૂર્ખ. ૬૪ જે બલવંત થઇ કામ પાડી પુરુષને વેઠે તે મૂર્ખ ૬૫ જે પરના ગુહ્યનો પ્રકાશ કરે તે મૂર્ખ. ૬૬ જે જમીને ઊઠી તુરત પાણી પીએ તે મૂર્ખ. ૬૭ જે રૂતુ આવે ભોગ કરે તે મૂર્ખ.૬૮ જે જાણીને ગુરુને ન નમે તે મૂર્ખ. ૬૯ જે બુઠી લેખણે લખે તે મૂર્ખ. ૭૦ જે ભણતાગણતા રીસાય તે મૂર્ખ. ૭૧ જે ભણતા આળસ કરે તે મૂર્ખ. ૭૨ જે યાચકની સાથે વાત કરે તે મૂર્ખ. ૭૩ જે સાંભળ્યા વિના વાત કરે તે મૂર્ખ ૭૪ જે રાત્રિયે માંચો ખેંચે તે મૂર્ખ ૭૫ જે દીવાને બળ લગાડે તે મૂર્ખ. ૭૬ જે અપવિત્ર રહી દરબારમાં જાય તે મૂર્ખ. ૭૭ જે ચેલાને પુત્રની પેઠે લાડ લડાવે તે મૂર્ખ. ૭૮ જે લખતાં વાત કરનારની વાત સાંભળે તે મૂર્ખ. ૭૯ જે પુત્રની વહુ સાથે રીસકરે તે મૂર્ખ ૮૦ જેરૂપાળી સ્ત્રીને રઝળતી મૂકે તે મૂર્ખ. ૮૧ જે નકામો કલેશકરે તે મૂર્ખ ૮૨. જે ઘણા વિદ્યા ગુરૂ કરે તે મૂર્ખ ૮૩. જે અગ્નિ લાગ્યાથી સાંકળ દે તે મૂર્ખ ૮૪ જે કૂવા કાંઠે હાંસી કરે તે મૂર્ખ. ૮૫ જે દરબારમાં જૂઠી સાક્ષી પુરે તે મૂર્ખ. ૮૬ જયાં બે જણ વાત કરતા હોય ત્યાં જોવા આવે તે મૂર્ખ. ૮૭ જે જમવા પહેલા ઝાડે જાય તે મૂર્ખ. ૮૮ જે ઊભો ઊભો કૂતરે તે મૂર્ખ. ૮૯ જે પવન સામે પૂંઠ કરી જંગલ બેસે તે મૂર્ખ. ૯૦ જે વેશ્યાની સંગતિ કરે તે મૂર્ખ ૯૧ જે ઘરની વાત બીજાને કહે તે મૂર્ખ. ૯૨ જે રસ્તે ચાલતા ખાય તે મૂર્ખ. ૯૩ જે સ્ત્રીનો વિશ્વાસ કરે તે મૂર્ખ. ૯૪ જે પાપીનો સંગ કરે તે મૂર્ખ.૯૫ જે નાના પ્રકારનાં વ્યસનો સેવે તે મૂર્ખ. ૯૬ જે ધારેલું કાર્ય પાર પાડવા વિના બીજાને કહેતે મૃ. ૯૭ જે ક્ષુધા લાગ્યા વિના ભોજન કરે તે મૂર્ખ. ૯૮ જે વગર વિચાર્યું કાર્ય કરે તે મૂર્ખ ૯૯ જે એલ ફેલ ભેડા વચનો મૂર્ખમાંથી કાઢે તે મૂર્ખ ૧૦૦ જે સમય વિનાની વાત કરે તે મૂર્ખ. સો પ્રકારનાં મૂર્ખના લક્ષણ
૨૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org