________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સંપૂર્ણ સંયમ અંગીકાર કરેલ નથી તથા જેઓ કાંઇક પાળે છે ને કાંઈક નથી પાળતા અર્થાત્ ગૃહસ્થાવસ્થાને વિષે રહેલા જીવોને દ્રવ્ય
સ્તવનિશ્ચય યુક્ત છે, કારણ કે સંસારને ઓછો કરવા માટે દ્રવ્યસ્તવને વિષે કૂવાનું દ્રષ્ટાંત આપેલ છે અને તે ન્યાયથી સંસારને ઓછો કરી શકે છે તથા દ્રવ્ય સ્તવ પૂજાથી ભાવ પૂજા જે તે યતિને પ્રધાન હોવાથી તેનો અધિકાર દ્રવ્ય સ્તવને વિષે નથી, તે કારણ માટે જ સામાયિકને વિષે રહેલો શ્રાવક પણ યતિરૂપ હોવાથી સાવદ્યથી દ્રવ્ય સ્તરે અધિકારી નથી, તે કારણ માટે ગૃહસ્થો પ્રકૃતિથકીજ પૃથ્વી, પાણી આદિ મર્દનથી ભયવાળા થઈ સાવધે યતનાથી, સંક્ષેપ ક્રિયારૂચિથી, યતિક્રિયાના અનુરાગી છે, માટે ગૃહસ્થને ધર્મના માટે પણ આરંભાદિક ક્રિયાની પ્રવૃત્તિ યુક્ત નથી. યથાअसदारंभवपत्तो, जं च गिही तेण ते सि विन्नेया । तिन्नित्वित्तिफलच्छिय, एसापरिभावयमिणं ॥१॥
ભાવાર્થ : જે કહેલ છે તે તો અસત્ (ખરાબી) આરંભની નિવૃત્તિને માટે કહ્યું છે. અને એવા ખરાબ આરંભની નિવૃત્તિ ગૃહસ્થ જરૂર કરે, પરંતુ આ પૂજાનો ભવિષ્યમાં કૂવાના દ્રષ્ટાંતના પેઠે મહાન લાભવાળી હોવાથી જરૂર કરે. માટે સર્વ સર્વના અધિકારી નથી, એક એકના અધિકારી છે. હવે ભાવસ્નાન કહે છે શુભ ધ્યાનથી ચિત્તને એકાગ્રતા લક્ષણ વા યુક્ત ધર્માદિક પાણી તે ધ્યાનરૂપી જલ કહેવાય છે તે દ્રવ્યસ્નાન, ભાવજ્ઞાનના વિપર્યય લક્ષણરૂપ છે, માટે ધ્યાનરૂપી પાણી સાધુને સદાસ્નાન કહેતાં શુદ્ધિનું નિર્મલ કારણભૂત છે, તે માટે તેને ભાવનાનકહે છે. ધ્યાનાદિકનો આશ્રય કરી જ્ઞાનાવર્ણાદિક લક્ષણરૂપ મલ તેને નિષેધ, પ્રક્ષાલન કરવામાં આવે છે, તે ભાવ સ્નાન કહેવાય છે પરમ ઋષિ સર્વજ્ઞ મહારાજાઓએ રૂષિયોને એ પ્રકારે ભાવસ્નાન કરવાનું કહેલું છે, કારણ કે તેઓને તેજ ઉત્તમ છે, માટે
M૧૧૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org