________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ एकोलिंगे गुदे तिस्त्र स्तथैकत्र करे दश । उमयोः सप्तविज्ञेयामृद शुद्धो मनीषिभिः ॥१॥ एतच्छोवं गृहस्थानाम्, द्विगुण ब्रह्मवारिणाम् । त्रिगुणं वानप्रस्थानाम्, यतीनां च चतुर्गुणं ॥२॥ | ભાવાર્થ : એક પાણીનો હાથ લિંગને વિષે આપવો, તથા ગુદાને વિષે ત્રણ હાથ તથા એક હાથને વિષે દસ તથા બન્ને હાથ ભેગા કરી માટીથી સાત વાર શુદ્ધ કરવાથી પંડિત પુરૂષોએ શુદ્ધિ કહેલી છે. ૧. એ ઉપરોક્ત શૌચ ગૃહસ્થોને કહેલું છે, તેનાથી બમણું શૌચ બ્રહ્મચારીને કહેલું છે, તેનાથી ત્રણગણું શૌચ વાનપ્રસ્થને કહેલું છે, તેનાથી ચારગણું શૌચ યતિઓને કહેલું છે.
આવી રીતે કહેવાથી આ લોકો હાસ્ય કરવા લાયક છે. તે આવા પ્રકારનું શૌચ કરવા પ્રયત્નવાળા છતા પણ લિંગ, ગુદાના અંતરના ભાગમાંથી શૌચ કરી શકવા સમર્થમાન થતા નથી. ચામડી માત્રાનું જ ફક્ત શૌચ કરે છે. વળી તેઓ કાન, નાકનું પણ શૌચ કરતા નથી, વળી એમ પણ નથી કે તે અંગોપાંગો ફરીથી અશુચિ થી થતાં, એ તો બે ઘડી સારા રહી પાછા તેવા જ થઇ જાય છે, હવે સ્નાન જે છે તે પણ રોગી માણસના મલને દૂર કરવા માટે, અગર શરીરના મલને દૂર કરવા માટે ફક્ત ક્ષણ માત્ર શુદ્ધિ કરનારું છે, કારણ કે એક મલને પ્રક્ષાલન કરવાની અપેક્ષાએ કરી બીજા મલનો અનુરોધ તૈયાર જ છે. તે શુદ્ધ થઈ શકતો નથી. વળી સ્નાન જે તે મલાશ્રય સ્વભાવ શરીરના મળને દૂર કરવા સમર્થ નથી, કારણકે સ્નાનનાં લક્ષણ જાણનારાઓએ, પાણીને આશ્રયીને દ્રવ્ય સ્નાન કહેલ છે, કારણ કે ઘણાઓને પ્રાયઃ બાહ્ય મલ પાણીથી જ ચામડી માત્રની શુદ્ધિ કરી શકાય છે. આવી રીતે કહેલા એવા દ્રવ્ય સ્નાનવડે કરીને તેનો અધિકારી ધાર્મિક જન ઉચિત સ્નાનની વિધિવડે કરીને ભૂમિ પ્રેક્ષણ પાણી ગલાનાદિ જતનાથી સ્નાન કહેવાય છે, તે માટે આગળ
૧૦૪
૧૦૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org