________________
નહિતે ધારતે કે-મારે આને અલગ છપાવવા માટે તુંરત જ જહેમત ઉઠાવવી પડશે. પણ ભાવિના ગળામાં પરિણામ અકળ હતું. મારી એ શક્તિ ન હતી, મારૂં એવું વિશાળ જ્ઞાન પણ ન હતું. પણ એ સર્વસિદ્ધિકારક મહાવીર દેવની ભૂમિનાં અમી વરસતાં વાતાવરણના પ્રભાવથી પ્રસ્તુત ગ્રંથ કાંઈક લોકચાહને મેળવી શક્યું છે, એમ મને મળેલા કેટલાએક મૃત્રના આધારે માની શકાય છે.
આ ગ્રંથ પુસ્તકરૂપે બહાર આવતાં તેના હીંદી અને અંગ્રેજીમાં તરજુમા થાય એવી પણું આગાહી થઈ રહી છે. એક સુજવણ
આ લેખ લખવાની શરૂઆત થતાં અમે રાજપર ગયા. ' ત્યાં એક હીંદી પુસ્તકમાંથી મને ત્રણ વસ્તુઓ મળી. ૧ દ્વીપ સમુદ્રોનાં નામે, ૨ સમુદ્ર અને શત્રુંજયનું આંતરું, અને
વિનીતાને સ્થાને સ્વસ્તિક છે. મારા અલ્પજ્ઞાનમાં આ ત્રણ વસ્તુ મને બહુ કીંમતી લાગી, પરંતુ છેલ્લી ઘડીએ લાગ્યું કે–આ ઉલ્લેખ પ્રમાણસિદ્ધ થઈ શકે તેમ નથી. ગાંધી વલ્લભદાસભાઈએ અને કુંવરજીભાઈએ મને દ્વીપસમુદ્રોની બાબતમાં બે ત્રણ વાર લખ્યું, પણ મને તેના પ્રમાણે મળ્યાંજ નહીં. હજી હું એ બાબતની તપાસમાં છું, અને ધારૂં છું કે-તે ગ્રંથમાંનાં દ્વીપ–સમુદ્રોનાં નામે સચ્ચાઈ બહારનાં છે, આ અને બીજ બે પાઠેના પ્રમાણે નહીં મળે તે એ ત્રણે ઉલેખે બીજી આવૃત્તિમાં મારે રદ કરવા પડશે !
વેદના મૂળ પાઠેના વિષયમાં પણ એવું જ બન્યું છે, જેથી આત્માનંદ પ્રકાશની ટીપણીમાં આવેલ કેટલીક નેધ પ્રસ્તુત પુસ્તકમાં લીધી નથી, અને તેના સંપૂર્ણ પ્રમાણે મેળવવા ઈચ્છા રાખું છું. સહાયક
- આ ગ્રંથ તૈયાર થવામાં ઘણું આવશ્યક મદદ મળી છે. મુનિ જ્ઞાનવિજય અને મુનિ ન્યાયવિજય પ્રત્યેક બાબ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org