Book Title: Virah pan Sukhdayak Author(s): Rakeshbhai Zaveri Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 3
________________ છે, બે આત્માઓ વચ્ચે સંધિ કરાવનાર અલૌકિક તત્ત્વ છે. પ્રેમની શુદ્ધિ પૂર્વસંસ્કારોના ઉદયાનુસાર, વર્તમાન જીવનના ઘડતર અનુસાર તથા પ્રાપ્ત નિમિત્તોથી પ્રભાવિત થવાની શક્તિ અનુસાર મનુષ્યની પ્રકૃતિ બદલાયા કરે છે એટલે ષ, કલહ, ક્લેશ, મત્સર, માયા, અહંકાર, ભય આદિ લાગણીઓ ઉત્પન થાય છે અને એ લાગણીઓ પ્રેમના બળને મંદ કરે છે, તેના વિકાસને રૂંધે છે, તેનું સામર્થ્ય નબળું કરે છે, તેનું તેજ ઝાંખું કરે છે. જેમ જેમ જીવનમાં આ વિરોધી ભાવો અને તેનાં કારણો હાનિ પામતાં જાય છે; તેમ તેમ પ્રેમ વિકાસ પામતો જાય છે, વિશુદ્ધ થતો જાય છે. પરંતુ પ્રેમની પૂર્ણતા અને શુદ્ધતા સાંસારિક વ્યક્તિઓના પ્રેમમાં રહી નથી, એ સ્થિતિ તો પરમાત્મા પ્રત્યેના પ્રેમથી જ સંભવે છે. પ્રેમ ત્યારે જ તૃપ્તિ પામે છે કે જ્યારે તે વિરાટ સાથે જોડાય. - અશુદ્ધ પ્રેમ મનુષ્ય પ્રત્યેનો પ્રેમ અપેક્ષા, અહંકાર, શરત, માંગ આદિથી અશુદ્ધ હોય છે. અપેક્ષા પૂરી ન થાય, અહંકાર ટકરાય, સાતત્ય ન રહે ત્યારે તે પ્રેમ દુઃખનો અનુભવ કરાવે છે. પ્રેમમાં અભુત શક્તિ હોવાથી એક તરફ તે સુખનો અનુભવ કરાવે છે તો બીજી તરફ અશુદ્ધતા સહિત હોવાથી તે થકી દુઃખાનુભૂતિ પણ થાય છે. આ દુઃખાનુભૂતિ પીડાદાયક છે તેથી તે આંખ ખોલે છે, અંતરસંશોધનમાં સહાયક બને છે અને એટલે મુક્ત થવાની ઈચ્છા જાગે છે. દુઃખની અનુભૂતિ થાય છે તેમાં દોષ પ્રેમનો નથી પણ પ્રેમ સાથે રહેલી અશુદ્ધિનો છે. પ્રેમ ક્યારેય પણ પીડાનું કારણ નથી થતો. પ્રેમ તો ફૂલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 38