________________
૨૪
બે આંખથી જે મળે તે પુદ્ગલ, એકથી જે મળે તે પરમાત્મા. બે આંખ બહાર જુએ છે, એક આંખ અંદર જુએ છે. તેથી સમસ્ત ધ્યાનપ્રક્રિયા, ભક્તિની ક્રિયામાં લીન થતાં બહારની બે આંખ બંધ થઈ જાય છે, સંસાર ખોવાઈ જાય છે, મટી જાય છે.....
બહારની બે આંખ બંધ થાય કે તરત અંદરની એક આંખ ખૂલી જાય એમ નથી. આ બે વચ્ચેનો જે કાળ છે તે વિરહકાળ છે. એ પીડાકારી છે, દુઃખદ છે; પણ દરેક ઉપલબ્ધિ માટે તપવું પડે છે, એમ અંતર્થક્ષના ઊઘડવા માટે પણ પ્રતીક્ષા કરવી પડે છે, તપવું પડે છે. જો અંદરના પરમાત્માનો વિરહ લાગે, પીડા ઉત્પન થાય તો અંતર્ગતુ ખૂલે. વિરહ એક વેદના છે પણ સુખદાયક છે, કારણ કે એનાથી અંતરનાં દ્વાર ખૂલે છે. આ પીડા કેટલાંય સર્જનાત્મક કાર્ય કરે છે. તમે નષ્ટ થાઓ છો અને તમારી અંદરથી કંઈક નવું આવિર્ભત થાય છે, પ્રત્યેક મૃત્યુ સાથે કંઈક નવું જન્મ પામે છે.
આજે વિરહ પીડાકારક લાગે છે, પણ જે કાર્ય થઈ રહ્યું છે વિરહમાં, તે સુખરૂપ છે. એક દિવસ તમે આ પીડાની ક્ષણ માટે પોતાને બડભાગી સમજશો, ધન્ય માનશો. આજે ભલે પીડા છે, રસ્તા પર છો; રણમાંથી પસાર થઈ રહ્યા છો અને તરસ લાગી છે તેથી પીડા છે - આ અવસ્થા દુઃખરૂપ છે, પણ એક દિવસ મંજિલ પ્રાપ્ત થશે ત્યારે લાગશે કે જે મળ્યું છે તેની સામે આ પીડા કંઈ જ ન હતી.
- હરિ પણ આતુર ધન્યભાગી છે તે કે જે વિરહવેદનામાં બધું ગુમાવી બેસે છે – સ્વયંને પણ! કારણ કે તે જ બધું પ્રાપ્ત કરવાનો અધિકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org