________________
૩૦
વિરહનાં આંસુ
વિરહવેદનાથી ગભરાવું નહીં. મૂંઝાવું નહીં. જો આપણું હોવું એ જ બેહોશી છે તો તેનું નષ્ટ થવું અનિવાર્ય છે. બળવું તો પડશે. મરીને ચિતા ઉપર બધા ચઢે છે. આ તો જીવતા જીવ ચિતા ઉપર ચઢવાનું છે. પણ આ જ સાચું જીવવું છે.
પ્રેમ પીડા આપે છે અને જે પીડા સહન કરવા ઇચ્છે છે તેને ભક્તિ પ્રગટે છે. પ્રેમ દુઃખ આપે છે કારણ કે પ્રેમ ઘડતર કરે છે. જેમ મૂર્તિકાર છીણી-હથોડીથી પથ્થરને તોડે તો છે પણ તેમાંથી પ્રતિમાનો આવિર્ભાવ થાય છે. જો જીવ પ્રેમની પીડાથી ડરી જાય તો તે સદાને માટે દુઃખની નરકમાં સડશે. પણ જો એ પીડાને તે સહન કરી લેશે તો તેનું દુઃખ જલદીથી સુખમાં રૂપાંતરિત થઈ જશે અને એ પણ એવા સુખમાં કે જેનો ક્યારેય પણ અંત નથી.
પ્રેમનો માર્ગ આંસુઓથી ભરેલો છે, પરંતુ એક એક આંસુ સામે કરોડ કરોડ ગુણરૂપી ફૂલ ખીલે છે. આ આંસુ સાધારણ આંસુ નથી, અને આ આંસુનું દુઃખ એ પણ સાધારણ દુ:ખ નથી. આ આંસુ માત્ર પાણીનાં ટીપાં નથી, પરમાત્મા સુધીનો સેતુ છે. આ આંસુ એક પ્રકારની ગતિ છે, જેમાં વહેવું થાય છે પ્રભુ પ્રત્યે. એક એક આંસુ તમને સ્વચ્છ કરે છે, નિર્દોષ બનાવે છે, તાજા કરે છે. સંસારનું ઝે૨ સાથે લઈને તે વહી જાય છે. પરમાત્મા માટે વહેલું આંસુનું એક ટીપું પણ અમૃત છે. એ તમારું કેટલું ઝેર ચૂસી લે છે!
એક સંત પાસે એક વ્યક્તિ સાધનાનું માર્ગદર્શન લેવા ગઈ હતી. સંતે તેને કહ્યું, “જો તું દરરોજ બે મોતી હૃદયમાંથી ઉત્પન્ન કરી, આંખ દ્વારા ભગવાનને અર્પણ કરી શકે તો તારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org