________________
૨૮
પ્રેમ તમારી તૈયારી ચકાસશે. તમે અનંતી ધીરજ માટે તૈયાર છો તો ઘટના ક્ષણમાં ઘટશે.
ત્વરાની શરત નહીં મારે પ્રાપ્ત કરવું જ છે' એ ભાવ સાથે જ્યારે અનંતી ધીરજ ઉમેરાય છે, હમણાં જ થાઓ' એ માંગ પણ છૂટી જાય છે ત્યારે કાર્ય ક્ષણમાં પૂર્ણ થઈ જાય છે. અને જ્યારે “ક્ષણમાં કાર્ય થવું જોઈએ' એ ભાવ હોય છે ત્યારે એ ઘટના ઘટવામાં અનંત કાળ પણ વીતી જઈ શકે છે! આ વિચિત્ર લાગે, પણ છે વાસ્તવિકતા. તેથી ભક્ત તો એમ જ કહે છે કે મારું કાર્ય માત્ર પ્રેમ કરવાનું છે, દર્શન આપવાનું કામ એનું છે. ભલેને એ અનંત કાળ લગાડતો!!!
જ્યારે “જલદી થાઓ' એવી શરત પણ તૂટે છે ત્યારે પ્રેમ મુક્ત થાય છે, ઊર્ધ્વગમન કરે છે. “જલદી'ની પણ માંગ નહીં રહે ત્યારે શાંતિ અવતરિત થશે. હમણાં', “જલદી' એવી માંગ જાગતાં તમે તણાવગ્રસ્ત થઈ જાઓ છો, કૃત્રિમતા આવે છે, અંદરની સહજતા, કોમળતા નષ્ટ થઈ જાય છે. પ્રાપ્તિ માટે પ્રમાદ જેટલું બાધક તત્ત્વ છે, ઉતાવળ તેથી પણ વધુ બાધક તત્ત્વ છે. પ્રમાદ માટે તો હેયબુદ્ધિ છે તેથી ક્યારેક પણ એને જીતી શકાશે, જ્યારે ઉતાવળ માટે તો ઉપાદેયબુદ્ધિ છે અને તેથી ઉતાવળની લાગણી અંગે સુધારણાનું કોઈ પગલું ભરાતું નથી, એ દોષ એમનો એમ રહી જાય છે અને જીવને આગળ વધવા દેતો નથી.
‘ત્વરાથી થાઓ' એ ભાવના કારણે તમે તણાવગ્રસ્ત થઈ જાઓ છો, તેથી કાર્ય થતું નથી. “અભીપ્સા' શબ્દમાં ખૂબી છે. વાસનામાં માંગ છે અને તણાવપૂર્ણતા પણ છે; “હમણાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org