________________
૩૩
અનુભવ કરાવે છે, એની પાછળ બે કારણ રહ્યાં છે. એક તો જીવની ભાવદશાનું મૂલ્યાંકન તેની પોતાની પાસે જ કરાવવાનો હેતુ; અને બીજું, પ્રેમને વિશુદ્ધ કરાવવા માટે તેઓ દૂર સરી જાય છે. જો આવી કસોટી નહીં થાય તો પ્રેમને કામ બનતાં વાર લાગતી નથી. ગુરુ ક્યારેક આપણા પ્રેમનું સ્વરૂપ કેવું છે તે આપણને બતાવવા માટે પણ વિરહ આપે છે. ત્યારે ભાવોનું અવલોકન કરવું અને પોતાનું માપ કાઢવું; અને એ અનુસાર પુરુષાર્થનું સ્વરૂપ નક્કી કરવું.
જો વિરહ મળતાં વિષય-કષાય પ્રબળ બનતા હોય તો પ્રેમ પ્રગટ્યો જ નથી. વિરહમાં વિસ્મરણ થઈ જતું હોય તો હજુ તે કામી જ છે. વિરહમાં સ્મરણ પ્રગાઢ બનતું હોય તો જ માનવું કે પ્રેમ પ્રગટ્યો છે. સાચા પ્રેમને વિરહ મળે તો તે વધારે ગહન અને શુદ્ધ બને છે, તે ભક્તિનું સ્વરૂપ પકડે છે.
વિરહ અનિવાર્ય છે. આંસુ આવશ્યક છે પ્રેમને વિશુદ્ધ કરવા માટે, પ્રેમીથી જ્યારે વિરહ નથી સહન થતો, ત્યારે તે પ્રભુને વીનવે છે કે હે પ્રભુ! કાં મને ડુબાડી દે, કાં પહોંચાડી દે. આ વેદના હવે સહન થતી નથી.' પરમાત્મા તેને કહે છે કે તારી આ પીડાનો અંત સમાગમથી - સાનિધ્યથી નહીં આવે. જેને થોડો જ સમય પરમાત્મા સાથે ગાળવો છે, તેને સાનિધ્યથી ચાલે પણ જેને નિરંતર પરમાત્મા જોઈએ છે, જેને સતત પરમાત્મા સાથે રહેવું છે તેના વિરહનો અંત માત્ર એકતાથી જ આવી શકે છે.
અદશ્યની લગની શ્રીગુરુ જ્યારે શિષ્યમાં સાચો પ્રેમ જુએ છે, અંતરમાં એક અગ્નિ પ્રજ્વલિત થયેલો જુએ છે, પ્રાપ્તિનો તરફડાટ જુએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org