________________
૩૨
પરમાત્માનું અવતરણ થાય છે.
કામી-પ્રેમી-ભક્ત વિરહનો પ્રસંગ ઉદ્ભવે, કસોટીનો કાળ આવે ત્યારે કામી, પ્રેમી અને ભક્તનું વલણ કેવું હોય છે? તદનુસાર તેમને મળતું ફળ પણ કેવું ભિન્ન હોય છે? એ સાધકે આત્મનિરીક્ષણ અર્થે સમજવા યોગ્ય છે.
વિરહ આવે ત્યારે કામી પ્રિયપાત્રનું વિસ્મરણ કરી બેસે છે. જ્યાં વિસ્મરણ હોય ત્યાં પીડા કઈ રીતે પ્રગટે? પીડા તો પ્રેમીને છે કે જેને સ્મરણમાં ટકવાનું છે અને આગળ વધવાનું છે. ભક્ત તેમાં એટલો શુદ્ધ થઈ જાય છે કે એકતાનું કાર્ય કરી લે છે.
વિરહથી નારાજ થાય તો વાસના – કામ છે. વિરહની પીડા અનુભવે તો પ્રેમ છે. વિરહથી શુદ્ધતા પ્રગટે ત્યાં ભક્તિ છે.
કામી અથવા અશુદ્ધ પ્રેમવાળી વ્યક્તિને વિરહ સહેવાનો આવે છે ત્યારે તે એમ ઈચ્છે છે કે તેનો પ્રિયતમ તેની પાસે જ રહે, પ્રિયપાત્ર ઉપર પોતે કબજો જમાવીને સાથે જ રાખે. આ જ સંજોગોમાં જે શુદ્ધ પ્રેમી છે, જેનામાં ભક્તિ જાગી છે તે એમ ઇચ્છે છે કે પોતે પરમાત્મામાં વિલીન થઈ જાય, પોતાનો કબજો પ્રભુ લઈ લે. “તમે મળો' એમ નહીં પણ “હું તારામાં વિલીન થઈ જાઉં'! આ બેમાં ફેર છે. પરિણામે પહેલો હારે છે અને બીજો જીતે છે.
શ્રીગુરુ વિરહ આપે છે શ્રીગુરુ ક્યારેક સમાગમ આપે છે અને ક્યારેક વિરહ આપે છે. તેઓ નિરંતર સાનિધ્યમાં રાખતા નથી અને વિરહનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org