Book Title: Virah pan Sukhdayak
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 27
________________ ૨૬ પ્રગટ થવું છે પણ તમને જગાડી ને! વિરહવેદનામાંથી પસાર થઈ તમે પરિપક્વ થાઓ તો પરમાત્મા તો ભેટવા તૈયાર જ છે. ઉનાળામાં ધરતી તપે પછી આકાશ વરસે છે, એમ પ્રથમ તમે વિરહમાં તપી પાત્રતા તૈયાર કરો, પરમાત્માની પ્રીતિ વર્ધમાન કરો તો બારે મેઘ વરસવા તૈયાર છે..... ભક્ત એકલો નથી આમ, આ શોધમાં આપણે એકલા નથી. જેમને શોધી રહ્યા છીએ, તેઓ પણ શોધાઈ જવા માટે ઉત્સુક છે. આપણો જ હાથ એમની તરફ આગળ વધી રહ્યો છે એમ નથી, એમનો હાથ પણ આગળ વધી રહ્યો છે. વાસ્તવમાં આપણે હાથ આગળ કરીએ એની પહેલાં જ એમનો હાથ આગળ વધ્યો હોય છે..... ચૂક આપણા તરફથી છે. વિરહની વેદના જ આ મિલન કરાવી શકે. પરમાત્મા પણ મળવા આતુર છે એવી શ્રદ્ધા જાગતાં વિરહમાં ધીરજનો પ્રવેશ થાય છે. ઉતાવળ-ગભરાટ શમે છે. પ્રેમ શુદ્ધ થતો જાય છે. અને તેમાં ગુરુકૃપાથી કામ સરળ બની જાય છે. પરમાત્મા તો પોતાની તરફ ખેંચી જ રહ્યા છે, ત્યાં અનન્ય અનુગ્રહ કરી શ્રીગુરુ પણ મિલન-વિરહના યોગથી, બોધબળથી અને પ્રેરણાશક્તિથી આપણી પાત્રતા ત્વરાથી પરિપક્વ કરે છે, આપણને પરમાત્મા તરફ ધકેલે છે. - ભક્ત એકલો તાળી પાડી શકે નહીં, ભજન કરી શકે નહીં. જો ભજનમાં પરમાત્મા સંમિલિત ન હોય, આગળ કે અંદર ઊભા ન હોય તો કેટલો વખત ટકશે એનું ભજન? જો કીર્તનમાં એક રસધાર ન વહે તો કેટલું ચાલે એ કીર્તન? ભગવાન શાંતિરૂપે, આનંદરૂપે, પ્રેમરૂપે હાજર રહે છે તેથી જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38