________________
૨૫
છે. સંસાર ખૂટતો દેખાશે. સત્ય મળતું દેખાશે. આપણે સંસારથી છૂટતાં જઈએ છીએ અને પરમાત્મા સાથે જોડાતાં જઈએ છીએ. પણ આપણે બહુ જલદી ગભરાઈ જઈએ છીએ - બસ! બહુ થયું. હવે સહન નહીં થાય..... પણ શ્રીગુરુ હિંમત વધારતા જાય છે, જેથી અહ-મમ તૂટતા જાય છે. અધવચ્ચે આશ્વાસન મળે તો કચાશ રહી જાય.
વૈદિક સંસ્કૃતિમાં એક બહુ સરસ concept (કલ્પના) છે. એમાં એવી માન્યતા છે કે માત્ર તમે પરમાત્માને શોધી રહ્યા છો, માત્ર તમને જ મિલનની આશા છે, એમ નથી. પરમાત્મા પણ તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. જેટલા આતુર તમે છો, એટલા જ આતર પરમાત્મા પણ છે. જો માત્ર તમે જ શોધી રહ્યા છો પરમાત્માને, તો એ શોધ ક્યારેય પણ પૂરી નહીં થાય. શુદ્ર વિરાટને કઈ રીતે શોધી શકે? જો પરમાત્માને રસ જ ન હોય પ્રગટ થવાનો, તો તમારી શોધનો અંત કઈ રીતે આવી શકે? તમે શોધી શકો છો, કારણ કે તેઓ પણ ચાહે છે કે તમે શોધી લો. તેઓ એવી જગ્યાએ ઊભા છે કે જેથી તમારું મિલન થઈ શકે. તેઓ એવી રીતે ઊભા રહી જાય છે કે જરાક પણ શોધ થઈ કે મિલન થઈ જાય.
બાળકો જેમ સંતાકૂકડીની રમત રમે, એવો ખેલ પરમાત્મા રમે છે. બાળકો કંઈ બહુ દૂર નથી ભાગી જતા કે જેથી તમે શોધી જ ન શકો. તેઓ ત્યાં જ છુપાય છે - પલંગ નીચે, દરવાજા પાછળ.....બહુ દૂર નહીં! આ વાત તમને પણ ખબર છે, તેથી જ તમે શોધવા નીકળો છો. બે-ચાર ચક્કર મારો તો મળી જાય. તેમ પરમાત્મા પણ છૂપવાની લીલા કરે છે.
પરમાત્મા છુપાઈ ગયા છે પણ બહુ દૂર નહીં. તે જ બતાવે છે કે તેમને પણ શોધાઈ જવાની ઇચ્છા છે. તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org