________________
૨૩
તેથી એ માટે સરી રહેલાં આંસુ પ્રિય હતાં, વિરહવેદના પ્રિય હતી અને તેથી જ સંસારનાં સુખ કરતાં આ દેખીતું દુ:ખ તેમણે વહાલું ગણ્યું! એ જ બતાવે છે કે આ વિરહવેદના કોઈ અપેક્ષાએ સુખદાયક છે જ.
નામધારી ભક્ત કદાચ પીડાથી ગભરાઈ જઈ, પરમાત્માને વિસારી સંસાર તરફ વળી જાય; પરંતુ જે સાચો ભક્ત છે એ તો કહે છે કે વિરહનો અંત એકતામાં જ છે. વિરહનો અંત બીજા કોઈ પણ પ્રકારે આવે એ મને માન્ય નથી. ભક્ત ભલે વિરહમાં રડતો હોય પણ રડવાનું બંધ કરવા જો કોઈ તેને સંસારનાં પ્રલોભન આપે તો તે વિરહ જ માન્ય રાખે. આગ છે, કાંટા છે, પીડા છે પણ એમાં કંઈક ‘સુખ' તેને લાગે છે.
શું સુખ છે આ પીડામાં? એમાંથી પસાર થતાં કંઈક રૂપાંતરણનો અનુભવ થાય છે, નવી ચેતનાનો જન્મ થાય છે. એમાં એક પ્રકારની મસ્તી છે. આ મસ્તીમાં મૂઢતા નથી પણ સજાગતા છે. મસ્તી છે કારણ કે પરમાત્મા પ્રતિ હોશપૂર્ણતા છે અને સંસાર પ્રતિ બેહોશી છે, પર પ્રત્યે બેહોશી અને સ્વની જાગૃતિ છે.
સંસારભાવ ક્ષીણ થાય છે
જ્યાં સુધી બે આંખ છે, ત્યાં સુધી પરમાત્મા નહીં મળે. બેના કારણે જ નથી મળતા. તેમને પ્રાપ્ત કરવા એક આંખ જોઈએ - અંતર્ગતુ. બે આંખ વડે થતાં જ્ઞાનવ્યાપારથી તો પત્ની, પુત્ર, ધનાદિ બહારનું બધું મળે. બે આંખ વડે બહારની દુનિયા સાથે જોડાવું થાય છે. પરમાત્માને મળવા એક આંખ જોઈએ . આ બે આંખ બંધ થાય છે ત્યારે અંદરની એક આંખ ખૂલે છે કે જેના વડે અંદર બિરાજી રહેલા પરમાત્મા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org