________________
૨૯
જોઈએ', ‘અહીંયાં જ જોઈએ'... જ્યારે અભીપ્સામાં માંગ છે પણ તણાવ નથી, તણાવશૂન્યતા છે - “આપજે પણ સારી રીતે અને તારા સમયે.....'
નષ્ટ થવા તૈયાર પ્રેમનો રસ્તો છે મટવાનો રસ્તો. એમાં નષ્ટ થઈ જવું તે જ ઉપલબ્ધિ છે. ત્યાં ખોવાઈ જવું તે જ મળવું છે. ત્યાં બચવાની ચેષ્ટા બાધા છે. ત્યાં ધીરે ધીરે પોતાને ઓગાળવાનું - ભુલાવવાનું કાર્ય પાર પાડવાનું હોય છે અને એક ધન્ય ઘડી એવી હશે કે જ્યારે માત્ર “તું” રહેશે, 'હું' નહીં. કેવળ જ્ઞાન રહેશે, અન્ય કોઈ નહીં. પ્રેમ ત્યાં પૂર્ણતા પામશે.
પ્રેમના પ્રારંભમાં જ મટવાનું શરૂ થઈ જાય છે. અંત (પૂર્ણતા) માટે કરવાનું જ કંઈ રહેતું નથી, કારણ કે કરવાવાળો જ નષ્ટ થઈ જાય છે! બચે છે કોણ? શું બને છે? કઈ રીતે બને છે? એ સમજાવનાર કોઈ રહેતું જ નથી.
શ્રી રામકૃષ્ણ આ વાત કહેતા હતા. લોકો સાગરના તટ ઉપર બેઠા હતા, વિચાર કરતા હતા કે સાગરની ઊંડાઈ કેટલી હશે? ચર્ચા ચાલતી હતી ત્યાં એક મીઠાની પૂતળી આવી. તે માપવા ગઈ પણ પાછી આવી જ નહીં. ઓગળી ગઈ. જેમ જેમ ઊંડે ઊતરે, તેમ તેમ પીગળે. સાગરનું ઊંડાણ માપવાવાળી એમાં જ સમાઈ ગઈ. પાછું ફરવાવાળું કોઈ રહ્યું જ નહીં. પ્રેમનું પણ આવું જ છે. “હું' ઓગળતો જાય છે. “હું' બાકી જ રહેતો નથી. જે શોધવા જાય છે તે પાછો આવતો જ નથી. તેથી ભક્તિમાર્ગ પર પોતાને વિલીન કરવાની તૈયારીવાળા જ આવે. ખોવાઈ જવાની તૈયારીવાળા જ અહીં રહી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org