Book Title: Virah pan Sukhdayak
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 28
________________ ૨૭ તો ભજનમાં – કીર્તનમાં રસ પડે છે, ભજન થાય છે, ભક્તિ થાય છે, ભક્ત થવાય છે..... અનંત પ્રતીક્ષા તેથી વિરહનો ખેલ થોડો વધારે સમય ચાલે તો ગભરાવું નહીં. તેઓ પણ મળવા આતુર છે એ ભૂલવું નહીં. આંસુમાં છાતી સુધી તમને ડુબાડે, ગળાડૂબ વિરહમાં રાખે તો પણ હિંમત હારવી નહીં. પ્રેમી જ્યાં જાગૃત રહીને પરમાત્માની, શ્રીગુરુની કરુણાનો અહેસાસ નથી જગાડતો, ત્યાં તેનો પ્રેમ નીચે ઊતરવા લાગે છે - વાસના તરફ. પરંતુ ભક્તને તો સામે અનંતી કરુણાનાં દર્શન થાય છે, પ્રતીતિ થાય છે અને તેથી તેનામાં પ્રેમ, ધીરજ, સમર્પણ વગેરે વૃદ્ધિમાન થતાં જાય છે. વિરહમાં જે ટકે છે તેને પ્રભુ મળે છે. પ્રેમી ભક્ત પ્રતીક્ષા કરે છે. ભલે ગમે તેટલાં જીવન વીતી જાય, શરીર બદલાઈ જાય, યોનિ બદલાઈ જાય, રૂપ બદલાઈ જાય.....પણ તેની પ્રતીક્ષા નથી છૂટતી. અનંત પ્રતીક્ષા - ધમાલ નહીં, પ્રમાદ નહીં! અનંતો પ્રેમ અને અનંતી પ્રતીક્ષા – અનંતી કરુણાની સામે..... જે વ્યવસાયી હોય તે પ્રતીક્ષા નથી કરી શકતો. તેને બધું instant (તાકીદે) જોઈએ છે, જાણે બધું એક ક્ષણમાં જ ઘટવું જોઈએ! પણ આ ઘટના ધીરે ધીરે થાય છે. પ્રેમ શુદ્ધ ત્યારે જ થાય કે જ્યારે વિરહમાં ટકી જાય. એ માટે અનંતી ધીરજ જોઈએ. મુલ્લા નસરૂદીન બંદગી કરે છે, “હે ખુદા! મને અનંતી ધીરજ આપ. હમણાં અને અહીંયા જ!!!' મહત્ત્વપૂર્ણ ચીજો સમય માંગે છે, સાધના માંગે છે. વાસનાનો સંબંધ હમણાં અને અહીંયાં જ બની શકે છે, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38