________________
૯
ખાદ્ય પદાર્થ લગાડવામાં આવે છે તે માછલીનું પેટ ભરવા નહીં પણ પોતાનું પેટ ભરવા, માછલીને આહાર મળે તે માટે નહીં પણ માછલીનો આહાર પોતાને મળે તે માટે! આમ, તમે આપો છો એ પણ બીજામાંથી વધારે મળે એ માટે બીજાને ફસાવવા માટે... પણ મજા તો એ છે કે બીજો પણ માછીમાર છે અને એણે પણ કાંટા ઉપર આહાર લગાડી રાખ્યો છે! અને બન્નેના કાંટા જ્યારે ભટકાય છે ત્યારે પીડાનો અનુભવ થાય છે.
ભક્તિ
પ્રેમનું બીજું રૂપ છે ભક્તિ. તેમાં માત્ર આપવામાં આવે છે, લેવાની વાત નથી. કામથી તદ્દન વિપરીત! કામ અને ભક્તિની વચ્ચે પ્રેમ છે. કામી દુ:ખી છે, પ્રેમી શાંત થાય છે અને ભક્ત આનંદિત થાય છે. આ વાતને સમજીએ.
ભક્તિ કામથી બિલકુલ ઊલટી ઘટના છે - ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેવી. ભક્ત આપે છે, બધું આપે છે, પોતાને પૂરેપૂરો આપી દે છે - કંઈ બાકી જ નથી રાખતો. આને જ કહેવાય સમર્પણ. તે પોતાને પણ બચાવી રાખતો નથી, આપવાવાળાને પણ આપી દે છે! અને સામે માંગતો કંઈ જ નથી. ન સ્વર્ગ, ન મોક્ષ - કંઈ જ નથી માંગતો. માંગ ઊઠી કે ભક્તિમાં દોષ આવ્યો. માંગ ઊઠી એટલે ભક્તિ પ્રેમ કે કામ બની જાય છે. જ્યાં નિષ્કામભાવે કંઈ જ આપવામાં ન આવે એ છે કામ. જ્યાં આપવામાં આવે એ છે પ્રેમ. ઘણું આપો ત્યાં સુધી પ્રેમ, પરંતુ જ્યારે આપવા માટે કંઈ જ બાકી ન રહે ત્યારે તેને ભક્તિ કહેવાય. આપવામાં, વિલીન થઈ જવામાં જ જેને સલામતી લાગે, એ જ ભક્તિ કરી શકે.
પ્રેમ અને પરમાત્મા તો સાધ્ય બનવા જોઈએ. એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org