________________
૧૭ (૪) અંતિમ ભૂમિકામાં પ્રેમ પૂર્ણતાને પામ્યો હોવાથી ઉપસ્થિતિઅનુપસ્થિતિ કે નિકટ-દૂર જેવું કંઈ રહેતું નથી. સમગ્ર દિશાઓમાંથી પરમાત્માનો સ્પર્શ સાંપડે છે. ગુરુ સાથે એકતા સ્થપાઈ ચૂકી છે. પરમ નિકટતાની આવી પ્રગાઢ અનુભૂતિમાં એકતાનો - એકરૂપતાનો અતિ ઉત્તમ અને આનંદપૂર્ણ અનુભવ થાય છે. પરમકૃપાળુદેવે લખ્યું છે ને -
“હે કૃપાળુ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે.” (પત્રાંક-૬૮૦)
વિરહ નહીં સહેવાય આમ, પ્રેમ એ વિકાસના સ્વભાવવાળું પરમ તત્ત્વ છે. જ્યારે પ્રેમ વ્યક્તિઓના પ્રેમથી ઉપર ઊઠે છે અને પરમાત્માનો પ્રેમ જાગે છે, ત્યાર પછી એક પળ પણ તેના વિના જીવવું અશક્ય બને છે, અસહ્ય બને છે. તેના વિના કશું જ સાર્થક નથી લાગતું. વિરહનો એવો ભાવ ઊઠે છે કે તેને પ્રાપ્ત કરવા બધું દાવ ઉપર લગાવી દેવા પણ તૈયાર થઈ જાય છે. તેનું અંતર પોકાર કરે છે કે હું મને ખોવા તૈયાર છું પણ હવે તને ખોવા તૈયાર નથી. જે કિંમત ચૂકવવી પડે તેને માટે તૈયાર છું, પણ તારા વિના નહીં રહેવાય..... પરમાત્મા કે સગુરુ પળભર પણ ભુલાય નહીં. અવસ્થા બદલાય, સંજોગો બદલાય પણ તે ન ભુલાય.
જેમ કૂવે પાણી ભરવા ગયેલી સ્ત્રી પાણી ભરીને પાછી આવતી હોય, સખીઓ સાથે વાતચીત કરતી હોય, તાળી પાડતી હોય પણ તેનું ચિત્ત તો ઘડા ઉપર જ હોય. બધું કરે પણ ઉપર ઉપર, તેનું ધ્યાન માત્ર ઘડા ઉપર! તેનું ધ્યાન
તૈયાર નથી. જે મને ખોવા થઈ જાય છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org