________________
૧૮ એટલું પ્રબળ હોય કે તેના વડે જ ઘડો સંભાળાય છે. હાથથી પકડવો કે સંભાળવો નથી પડતો. ઘડાના સ્મરણમાં એટલી તાકાત છે કે એ સ્મરણ જ ઘડાને સંભાળે છે. યાદ એટલી બધી મજબૂત કે વાતો કરે, ગીત ગાય, હસે, ચાલે પણ બધું ઉપલકપણે...... તેની ચેતના તો ઘડો સંભાળવામાં જ રોકાયેલી છે કે ક્યાંક મારો ઘડો ફૂટી ન જાય. એમ ભક્તની પૂરી તાકાત પરમાત્માના અનુસંધાનમાં લાગેલી છે કે ક્યાંક એ છૂટી ન જાય.
વિરહ કઈ રીતે જાગે? પ્રશ્ન : હરિનો ભેટો થયા વિના તેનો વિરહ કઈ રીતે અનુભવાય? વિરહ તો તેનો થાય કે જેનો કંઈક પરિચય થયો હોય, જેની સાથે મિલન થયું હોય, જેનું દર્શન થયું હોય. જેનું મિલન જ થયું નથી એવા હરિનો વિરહ કઈ રીતે સાલે? તેના પ્રત્યે પ્રેમ કઈ રીતે જાગે અને વિકાસ પામે? અને જો વિરહ ન જાગ્યો તો હરિની સાક્ષાત્ પ્રાપ્તિ કઈ રીતે થશે? શું અમારા અંતરમાં આ ઘટના કદાપિ ઘટિત નહીં થઈ શકે? - સમાધાન જરૂર થઈ શકે, જો તમને કોઈ એવી વ્યક્તિ મળી જાય કે જેના જીવનમાંથી તમને પ્રભુમિલનની સુગંધ આવતી હોય, જેના પગલામાંથી તમને પરમાત્માની ધૂન સંભળાતી હોય. એક એવું બુંદ જો મળી જાય જેમાં સમગ્ર સાગર તમને હિલોળા લેતો દેખાતો હોય, એક એવું પાંદડું કે જે આખા વૃક્ષનો સંકેત આપે તો અવશ્ય તમારામાં એ ઘટના જન્મ પામે. તેને જોઈને તમે પરોક્ષપણે પરમાત્માના પ્રેમમાં પડો તો પછી તમારી યાત્રા શરૂ થઈ જાય. શ્રીગુરુના સમાગમ વિના વિરહ વેદના ઊઠતી નથી.
કબીરજીના ગુરુ હતા રામાનંદ. કબીરજી તેમનો નિત્ય
છે
?
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org