________________
૨૦ વધારે ને વધારે તરસ લાગે, બેચેની વધે તો માનજો કે ગુરુ પ્રત્યેનો પ્રેમ જાગ્યો છે, યાત્રા શરૂ થઈ ગઈ છે....... ગુરુ તમને અપ્રશસ્ત રાગમાંથી કાઢી પ્રશસ્ત રાગમાં વાળે છે. આગમાં નાખે છે વિરહની. મૃત્યુ થાય છે. નવો જન્મ થાય છે.
પ્રાણ તરફડે છે. યાદ ભુલાતી નથી. ઊલટી કાંટાની જેમ હૃદયમાં ભોંકાયા કરે છે. પીડા એવી લાગી છે કે જેનો મિલન સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ પીડા ભયંકર છે, પણ સુખદાયક છે, કારણ કે એ સુખરૂપ પરમાત્માના મિલન તરફ લઈ જાય છે. વેદનાના એ ગીતમાં સંસારની વિરક્તિના સ્વર ફૂટે છે. કંઈક મરે છે એની પીડા છે, પણ કંઈક ઉત્પન થાય છે એનું સુખ પણ છે.
વિરહ એટલે અડધું મિલન. સૌભાગ્યવાનને જ જાગે છે વિરહ. યાત્રા તો શરૂ થઈ, રસ્તા પર તો આવી ગયા! મંદિર ભલે દૂર હોય પણ શિખર દેખાવા લાગ્યું છે. પ્રતિમા ભલે નથી દેખાતી પણ શિખર દેખાવા લાગ્યું છે, આશા બંધાય છે તેથી ભક્ત તો દોડવા લાગે છે શિખર જોઈને. હવે એક પળ પણ પ્રતિમાનાં દર્શન વિના એ રહી શકતો નથી.
બધું વિલીન તેની બધી ઈચ્છાઓ નષ્ટ થઈ જાય છે, એક જ બાકી રહે છે - એકતાની. બધી નદીઓ એકમાં ભળી ગઈ છે. રાત વ્યતીત થઈ છે. સવાર નિકટમાં છે. જાગરણ સધાયું છે પણ પ્રકાશ નથી દેખાતો. સૂરજ હજી નથી નીકળ્યો. હજુ સમાધિ નથી લાગી. આત્માની સાક્ષાત્ પ્રાપ્તિ નથી થઈ. પરંતુ વિરહ જાગે છે ત્યાં બધું બદલાઈ જાય છે.
ભક્તના હૃદયમાં અપૂર્વ તાલાવેલી જાગી છે. ક્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org