________________
૧૫
વિચાર વિના અસ્તિત્વ હોઈ શકે છે પણ ભાવ વિના તે એક પળ પણ હોઈ શકતું નથી. અસંજ્ઞીના ભવમાં વિચાર નથી અને અમનની ભૂમિકામાં પણ વિચાર નથી. પણ ભાવ વિના અસ્તિત્વ નથી અને ભક્તિ એટલે એક ઊંડી ભાવદશા. ભક્તિનું કાર્યક્ષેત્ર વિચાર નહીં, ભાવ છે. ભક્તિ એક એવી ઊંચી દશા છે કે જ્યાં માત્ર વિચારશૂન્યતા નથી, એની સાથે આનંદનો વિસ્ફોટ પણ છે. ભક્તિમાં વિચારોથી પાર થવાય છે, એટલું જ નથી થતું, આનંદનું પ્રગટવું પણ થાય છે. ઝેર તો ખાલી થઈ જાય છે અને અમૃતથી ભરાઈ જવાય છે. આ ભાવદશાના કારણે જીવન આનંદની અભિવ્યક્તિ બની જાય છે, એક ઉત્સવ બની જાય છે.
પ્રેમ અને વિરહ
આ
પ્રેમનો વિકાસ થતાં ભાવની આવી પ્રગાઢતા પ્રગટે છે. પ્રેમ એક અદશ્ય લોહચુંબક જેવું કાર્ય કરે છે. જેને જેના પ્રત્યે પ્રેમ હોય છે, એને જ તે ઇચ્છજ્જા કરે છે. સમાગમટાણે આનંદવિભોર થઈ જાય છે અને સમાગમના અભાવમાં - વિરહકાળે પ્રેમપાત્રનું જ સ્મરણ રહે છે, એના જ સમાગમની અભિલાષા તે પોષતો રહે છે, એની જ સ્મૃતિ તે રાખ્યા કરે છે. સ્મૃતિ દ્વારા કે મળવાની તીવ્ર અભિલાષા દ્વારા પ્રેમની માત્રા વિકસતી હોય છે. દર્શનકાળે તો પ્રેમનો વિકાસ થાય જ છે પરંતુ સ્મરણથી પણ પ્રેમનો વિકાસ થાય છે, પરિણામે વિરહકાળે પ્રેમનો પ્રભાવ અતિશયતાને પામતો જાય છે. આ રીતે સંયોગ અને વિયોગ બન્ને અવસ્થામાં પ્રેમનું સ્વરૂપ વધુ ને વધુ પ્રકાશિત થતું જાય છે.
આમ હોવા છતાં પ્રેમનું સ્વરૂપ તેવી ઉચ્ચ સ્થિતિએ સ્થાપિત થયું ન હોય ત્યારે વિરહકાળની વેદના વિકટ બની જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org