Book Title: Virah pan Sukhdayak
Author(s): Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 15
________________ ૧૪ બધી ઊંડી ઊતરી ગઈ હોય છે કે વિચારથી તે પાર થઈ જાય છે. વિચાર અને ભાવમાં ફેર છે. વિચાર એક આંતરિક ઘટના છે, જે તમારા મસ્તકમાં ચાલતી હોય છે. ભાવ એક સવગી ઘટના છે, જે તમારા પૂરા અસ્તિત્વમાં ગુંજતી હોય છે. વિચાર તમારા એક અંશમાં ચાલે છે. તે તમારા સમગ્ર અસ્તિત્વમાં વ્યાપીને રહી શકતી નથી. તમારા મનમાં એક વિચાર ચાલતો હોય - દા.ત. ભગવાનનો – તો તમારો રોમ રોમ એ વિચારથી રંગાઈ જતો નથી. વિચાર મનમાં ચાલતો રહેશે. તે હૃદયના ધબકારમાં ગુંજી નહીં ઊઠે. તમે ભગવાનનો વિચાર કરતા રહેશો પણ તમારા પગને એની કોઈ ખબર નહીં મળે. તમારા હાડકાં-માંસ-મજ્જાને તેની કોઈ ખબર નહીં મળે. વિચાર ઉપર ઉપરથી ચાલ્યા જશે. જાણે સાગર ઉપર કાગળની એક નાવ મૂકો. એને સાગરની ઊંડાઈનો ખ્યાલ નહીં આવે. સાગરના તળને એની કોઈ ખબર નહીં પડે. વિચાર કાગળની એ નાવ છે કે જે તમારા મસ્તકમાં - અસ્તિત્વની સપાટી ઉપર ડોલતી રહે છે. તમારા ભીતરને એની કાંઈ ખબર નથી મળતી. ભાવ સવગી અવસ્થા છે. સમગ્ર અસ્તિત્વ - રોમ રોમ તેનાથી ભરાઈ જાય છે. ભાવનો ગુણધર્મ નિર્વિચાર છે. જેમાં ભાવ વધે છે, વિચારો શાંત થતાં જાય છે, તરંગો શાંત થતાં જાય છે. ગહન ભાવદશામાં વિચાર કરવાની સુવિધા હોતી નથી, જરૂર પણ નથી. પ્રેમનો વિચાર તેઓ જ કરે છે કે જેમણે પ્રેમની ભાવદશાને જાણી નથી, માણી નથી. ભોજનનો વિચાર તેઓ જ કરે છે કે જેમણે ભોજન નથી કર્યું. ભરેલા પેટવાળો ભોજનનો વિચાર કરતો નથી. ભોજનથી મળી જાય છે તૃપ્તિ. વિચાર ત્યાં ખોવાઈ જાય છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38