________________
૧૨
- સામાન્યપણે બે વ્યક્તિ જે લૌકિક પ્રેમમાં હોય તે પણ એકાંત ઈચ્છતાં હોય છે. તેમને તદ્દન એકાંત જોઈતું હોય છે. પ્રકાશને પણ બુઝાવી દે છે. એની હાજરી પણ વિક્ષેપરૂપ લાગે છે. આત્મીયતાની ક્ષણોમાં કોઈ હસ્તક્ષેપ ન હોય એમ ઇચ્છે છે. જો સંસારગત પ્રેમમાં પણ એકાંતની અપેક્ષા રહે છે તો અસંસારગત ભાવોમાં – પ્રેમની ઉત્કૃષ્ટતામાં તો એ અત્યધિક આવશ્યક છે. લોકોનું ઊલટું છે. જેમ ભક્તિમાં વધુ જોડાય, બતાવવાનો ભાવ વધુ ઉછાળો મારે છે.
જીવન એક નૃત્ય જેને સાચી ભક્તિ પ્રગટી છે એ તો ઊડી ભાવદશામાં હોય છે. એનું હૃદય પરમ પ્રેમથી ભરાઈ જાય છે. એની જીવનદષ્ટિ બદલાઈ જાય છે. એની ચાલ બદલાઈ જાય છે. પહેલાં જે જે કૃત્યો કરતો હતો - ખાવું, પીવું, ઊઠવું, બેસવું, બોલવું, ચાલવું, સૂવું, જાગવું – તેમાં એક ઘસડાવાપણું હતું. હવે એની ચાલમાં એક નૃત્ય હોય છે. જે જે વ્યવસાય વગેરેની ફરજો એ કરતો હતો, તેમાં એક કંટાળો હતો. હવે એની દરેક ક્રિયામાં નૃત્ય છે. એની દરેક ક્રિયા નૃત્ય બની ગઈ છે.
તેથી જ મીરાંબાઈ કહે છે - “પગ ઘુંઘરૂ બાંધ મીરાં નાચી.’ નાચવાનો અર્થ છે - એક ઊંડી ભાવદશાપૂર્વક કૃત્ય થવાં. પરમાત્મારૂપી ઘુંઘરૂ લાગી ગયા હોવાથી એની ચાલમાં પરમાત્માનું અનુસંધાન છે. એના જીવનમાં એક ઊંડી શાંતિ અને તૃપ્તિનો અનુભવ છે. અહંમુક્તિ અને તૃષ્ણારહિતતાના કારણે સંકલ્પ-વિકલ્પની મંદતા વર્તે છે. એનું વ્યક્તિત્વ પવિત્ર અને પ્રસન્ન બની જાય છે. એના દરેક કર્મમાંથી એક જુદી જ મીઠાશ, એક જુદી જ સુગંધ, એક જુદો જ રંગ નીતરે છે. એની મન-વચન-કાયાની બધી જ પ્રવૃત્તિમાં પ્રભુનું સ્મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org