________________
૧૧
પછી કશે પણ હોય! જે મળ્યું એને માટે બસ ઉપકૃતિનો ભાવ હોય, વિનંતી પણ નહીં! આપણે વિનંતી અને પ્રાર્થનાના નામે પણ માંગણી જ કરતાં હોઈએ છીએ, શાંતિના નામે સંયોગોની અનુકૂળતા માંગીએ છીએ.....
લોકો ભક્તિ નથી કરતા, સોદો કરે છે. જાપની ગણતરી રાખે છે – “એક લાખ જાપ થયા'! જાણે એટલી bank balance (બેંકમાં સિલક) ઊભી થઈ, જેની સામે ખરીદી થઈ શકે, સોદો થઈ શકે.....
- ભક્તિમાં તો બધું જ આપી દેવાનું હોય. જ્યાં થોડું આપવાનું હોય, ત્યાં હિસાબ રાખેલો કામનો. ભક્તિમાં તો જેટલી તૈયારી થઈ, એટલું આપતા જવાનું હોય. પૂર્ણ તૈયારી થશે ત્યારે પૂર્ણ આપીશું. હમણાં જેટલી તૈયારી થઈ, એટલું ધરી દેવાનું હોય ત્યાં ગણતરી શી? ગણતરી અને હિસાબ રાખવાની વૃત્તિ જ બતાવે છે કે આ વ્યવસાય છે, પ્રેમ નહીં. ફળની માંગણી ભક્તિમાં ન હોય. ભક્તિ એ તો ગહન ભાવદશા છે. ભક્તિ એટલે કેવળ અહોભાવ!
પ્રદર્શન નહીં આપણે ભક્તિમાં પ્રદર્શન કરીએ છીએ, પણ ભક્તિ એટલે તો એનું એક થવું! ભજન કરનારો ભક્ત અને સાંભળનાર ભગવાન એમ બે છે, તેમાંથી એક થવાનો પ્રયત્ન તે ભક્તિ. એમાં ત્રીજો કેમ આવ્યો? સાચી ભક્તિમાં ત્રીજાની અપેક્ષા નથી. જ્યાં સાચી ભક્તિ ન હોય ત્યાં પાડોશીને જણાવવાની વૃત્તિ રહે. પ્રચાર થાય, ઘોષણા થાય. ઈચ્છા થાય કે બધાં જાણે-વખાણે. જ્યાં ગહન ભાવદશા છે ત્યાં આવી વૃત્તિ નથી હોતી, અન્યની અપેક્ષા નથી હોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org