Book Title: Virah pan Sukhdayak Author(s): Rakeshbhai Zaveri Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 9
________________ કામ પહેલું રૂપ, જેનાથી સૌ પરિચિત છે, એ છે કામ. કામ એટલે બીજા પાસેથી લેવું પણ આપવું નહીં. પોતાની સિદ્ધિ, શાંતિ, સુખાકારી, સફળતા આદિ માટે બીજામાંથી કંઈક પ્રાપ્ત કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ હોય, તો એ છે કામ. વાસના લે છે, આપતી નથી; માંગે છે, પ્રત્યુત્તર વાળતી નથી. તે આપવાનો દેખાવ કરે છે, કારણ કે તે વિના મળતું નથી, પરંતુ મૂળમાં કંઈક મેળવવાની જ અપેક્ષા છે. કેટલાક લોકો કહે છે કે અમને કોઈ પ્રેમ નથી કરતું. તેમને કહેવું પડે છે કે સમસ્યા એ નથી કે તમને કોઈ પ્રેમ નથી કરતું, સમસ્યા તો એ છે કે તમે કોઈને પ્રેમ નથી કરતા..... આના ઉપર તેઓએ વિચાર જ કર્યો હોતો નથી. વાસના માંગે છે, આપવા નથી ઇચ્છતી. કામ કૃપણ છે, ભેગું કરવા ઇચ્છે છે. તેમાં વહેંચણી નહીં, એક પ્રકારનું શોષણ હોય છે. અને જ્યારે બે કામુક મનુષ્ય ભેગા થાય છે, ત્યારે બહુ મુશ્કેલી ઊભી થાય છે કારણ કે બને ભિખારી છે, બને માંગે છે, અને એકબીજાને એમ બતાવે છે કે પોતે આપવા તત્પર છે પણ ખરેખર તો તે બને લેવા જ બેઠા છે. પણ આ છળ કેટલું ચાલશે? તેથી આવી ભાવદશાવાળાનું જીવન અનિવાર્યપણે દુઃખપૂર્ણ જ રહેશે. એમાં સુખની સંભાવના જ નહીં હોય. કામમાં તમે માંગો છો અને ભિખારી બનો છો. આપતાં ડરો છો તેથી દેતા નથી. આપવાનો માત્ર દેખાવ કરો છો જેથી મળી શકે. અને જો ક્યારેક આપો છો તોપણ એવું જાણે માછીમારનો કાંટો! માછલી પકડવા માટેના કાંટામાં જે કાંઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38