Book Title: Virah pan Sukhdayak Author(s): Rakeshbhai Zaveri Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 7
________________ નથી મળતું..... નહીં મળવાને કારણે તે સદા ભિખારી જ રહે છે. તેનું ભિખારીપણું મટતું નથી. અને જે માંગવાનું બંધ કરે છે, તેને મળે છે. માંગ બંધ થાય, અપેક્ષાઓ ન રહે તો બધેથી મળ્યા જ કરે છે! જે દિવસે કોઈ માંગ નહીં રહે તે દિવસે જગતનો પ્રેમ વરસી રહેલો અનુભવાશે. માંગવાવાળો ભિખારી બને છે, ન માંગવાવાળો સમ્રાટ બની જાય છે. જે આપ્યા જ કરે છે, તે માલિક છે. આમ, જે અપેક્ષારહિત, બિનશરતી, બંધનમુક્ત છે તે પ્રેમ છે. તે સ્વયં પરિતૃપ્તિ છે - fulfilment in itself! તેને પછી' સાથે કોઈ સંબંધ નથી. જે પ્રેમમાં માંગ છે તે કહે છે કે “હમણાં હું આપું તો પછી મને કંઈક મળશે'; પરંતુ શુદ્ધ પ્રેમને હમણાં જ બધું મળી જાય છે, આપવામાં જ તે પૂર્ણતા અનુભવે છે. આપણી સમજ એમ છે કે પ્રેમ કરીએ છીએ કંઈક પ્રાપ્ત કરવા માટે. પરંતુ પ્રેમનો બધો જ આનંદ કરવામાં છે, કંઈક પ્રાપ્ત કરવામાં નહીં. ' પ્રેમની પૂર્ણતા પ્રેમમાં જ હૉલન્ડના પ્રસિદ્ધ ચિત્રકાર વાનગોગે આશરે 300 ચિત્રો બનાવ્યા હતા. તે જીવતો હતો ત્યારે તો તેનાં ચિત્રો ખાસ વેચાયા નહીં અને હવે એ ચિત્રોનું મૂલ્ય લાખો રૂપિયા મુકાય છે. તેનું જીવન દરિદ્રાવસ્થામાં પસાર થયું હતું. તેનો ભાઈ થિયો તેને સાત દિવસના બેડના પૈસા આપતો. વાનગોગ એમાંથી ચાર દિવસ ખાતો અને ત્રણ દિવસના પૈસા બચાવી એમાંથી તે કેનવાસ, રંગો વગેરે ખરીદી લાવતો તથા ચિત્રો બનાવવાનું ચાલુ રાખતો. થિયો તેને સમજાવતો કે “છોડ આ કાર્ય! શું મળે છેઆમાંથી?' પરંતુ વાનગોગ કહેતો, “આ દ્વારા કંઈ નથી જોઈતું, આમાં જ મને મળે છે. બનાવું છું ત્યારે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38