Book Title: Virah pan Sukhdayak Author(s): Rakeshbhai Zaveri Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 2
________________ પત્રક - ૨૪૬ મુંબઈ, વૈશાખ વદ ૩, ૧૯૪૭ વિરહ પણ સુખદાયક માનવો. અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. તેમ જ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે. ઈશ્વરેચ્છાથી આપણા સંબંધમાં તેમ જ માનશો. પૂર્ણકામ એવું હરિનું સ્વરૂપ છે. તેને વિષે જેની નિરંતર લય લાગી રહી છે એવા પુરુષથી ભારતક્ષેત્ર માટે શૂન્યવત થયું છે. માયા મોહ સર્વત્ર ભળાય છે. ક્વચિત મુમુક્ષ જોઈએ છીએ; તથાપિ મતાંતરાદિકનાં કારણોથી તેમને પણ જોગ થવો દુર્લભ થાય છે. અમને વારંવાર આપ જે પ્રેરો છો, તે માટે અમારી જેવી જોઈએ તેવી જોગ્યતા નથી; અને હરિએ સાક્ષાત્ દર્શનથી જ્યાં સુધી તે વાત પ્રેરી નથી ત્યાં સુધી ઇચ્છા થતી નથી, થવાની નથી. પ્રેમ એ આત્માની એક અદ્ભુત ચમત્કારિક શક્તિ છે. સર્વ લાગણીઓમાં શ્રેષ્ઠ લાગણી એ પ્રેમ છે. પ્રેમ વિનાનું જીવન નીરસ અને શુષ્ક છે. પ્રેમનો મીઠો સ્પર્શ અંતરના તારને ઝંકૃત કરી દે છે. પ્રેમ પ્રગટે છે ત્યારે હૈયું આનંદથી નાચવા લાગે છે, અસ્તિત્વ આખું આંદોલિત થઈ જાય છે અને તેનાં સ્પંદનો ચારે બાજુ ફેલાય છે. પોતાને તો પ્રેમનો પ્રગાઢ અનુભવ થાય જ છે પણ સમાગમમાં આવનાર વ્યક્તિઓને પણ એનો અનુભવ થાય છે. પ્રેમ એ હૃદયને જોડનારી અદશ્ય દોરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 38