Book Title: Vikas na Khandiyero Author(s): Wulfgang Zex, Kanti Shah Publisher: Yagna Prakashan View full book textPage 7
________________ વિકાસનાં ખંડિયેરો ખંડિયેરોનો પાયો કાટમાલના ઢગના ઢગ નીચે દટાયેલો પડ્યો હોય છે. પુરાતત્ત્વવિદો ખોદી-ખોદીને એ જીર્ણશીર્ણ થઈ ગયેલ ઈમારતનાં પુરાણાં તથ્યો બહાર લાવવા મથે છે – તેના પાયામાં શું હતું, તેના આધારો ક્યા ને કેવા હતા ? વિચારો, માન્યતાઓ, ખ્યાલો પણ ક્યારેક આવાં ખંડિયેરોમાં પલટાઈ જતા હોય છે. અને ત્યારે વરસોનો અને કયારેક તો સૈકાઓનો કાટમાલ ખસેડીને તે વિચાર કે ખ્યાલના ઉદ્ભવની અને તેના ઇતિહાસની ભાળ કાઢવી પડતી હોય છે. મને લાગે છે કે ‘વિકાસ’ અંગેના ખ્યાલો પણ આજે આવા ખંડિયેર રૂપ બની ગયા છે. આપણા જમાનાના આ સૌથી મોટા તરંગ કે દિવાસ્વપ્નનું પુરાતત્ત્વ સંશોધન કરવાની હવે તાતી જરૂર છે. જેથી આપણને ખબર પડે કે એ નિર્લજ્જ અને ધૃષ્ટ યુગના આ જરીપુરાણા સ્મારકની ભીતર ને પાયામાં શું પડેલું હતું. - ૨૦ જાન્યુઆરી ૧૯૪૯નો એ દિવસ. અમેરિકાની કોંગ્રેસ સામે બોલતાં પ્રમુખ ટુમેને તે દિવસે મોટા ભાગની દુનિયાને અવિકસિત કે અર્ધવિકસિત જાહેર કરી દીધી ! તેણે પોતાની આ દુર્દશામાંથી ઊગરવા માટે “વિકાસના આરાધ્ય દેવની ઉપાસના કરવાની. તેના સિવાય બીજો કોઈ આરો-ઉગારો નથી. પ્રમુખશ્રીએ કહી દીધું કે “વધુ ને વધુ ઉત્પાદન એ જ સમૃદ્ધિની અને શાંતિની ચાવી છે.' - ' આ માટેનો આદર્શ અમેરિકાએ પૂરો પાડ્યો છે. અમેરિકા ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક વિકાસની ટોચે પહોંચ્યું છે. સ્વાર્થને ઉદારતાનાં વાઘા પહેરાવીને અમેરિકન પ્રમુખે આ દુર્દશામાં સબડતા લોકોને ઔદ્યોગિક ઉત્કર્ષ તેમજ ઊંચું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36