Book Title: Vikas na Khandiyero Author(s): Wulfgang Zex, Kanti Shah Publisher: Yagna Prakashan View full book textPage 8
________________ જીવનધોરણ આંબવામાં મદદ કરવા માટે અનેક ટેકનિકલ સહાયના કાર્યક્રમની જાહેરાત કરી. સંસ્થાનવાદના દિવસોમાં બ્રિટન અને ફ્રાંસ પોતાનાં સંસ્થાનોની પ્રજા પ્રત્યે સાંસ્કૃતિક કર્તવ્ય અનુભવતા. પોતે સભ્ય ને સુસંસ્કૃત બન્યા છે અને હવે બાકીની દુનિયાને એ નવી સભ્યતા તરફ દોરી જવાની છે. બ્રિટિશ સામ્રાજ્યના વહીવટદાર લોર્ડ લુગાર્ડ બેવડા મિશનનો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો – આ સંસ્થાનોમાંથી આપણે આર્થિક લાભ તો જરૂર મેળવવાનો છે, પણ તે સિવાય આ કાળી પ્રજાઓને સભ્યતાના એક ઉચ્ચતર સ્તરે લઈ જવાની આપણી સૌથી મોટી જવાબદારી છે. સંસ્થાનો ત્યાં સુધી કાચો માલ પૂરો પાડવાનાં સ્થાનકો હતાં. બીજા મહાયુદ્ધ પછી જ આખી દુનિયા એક આર્થિક અખાડામાં કે મેદાનમાં ફેરવાઈ ગઈ. સંસ્થાનોએ પણ એ મેદાનમાં ઊતરવાનું અને આર્થિક સ્પર્ધામાં સામેલ થઈને આગળ નીકળી ગયેલા ઔદ્યોગિક દેશોને આંબી જવાના. પ્રમુખ ટ્રમને સીસોટી મારી અને આ દોટ શરૂ થઈ. દુનિયા આખી સામે હવે માત્ર એક જ મિશન – “આર્થિક વિકાસ.” જગત તરફ જોવાની દૃષ્ટિ સમૂળી પલટાઈ ગઈ. “આર્થિક વિકાસ’ એક માત્ર સર્વોચ્ચ ધ્યેય બન્યું. કોઈ પણ દેશ કેટલો સભ્ય છે, તેનું એક માત્ર માપ તેનું ઉત્પાદનનું સ્તર કેટલું છે તે પરથી નીકળી શકે. ‘વિકાસ’ એ જ મુખ્ય સાધ્ય. કેવળ માલસામાન જ નહીં, પણ લોકો તેમજ આખા ને આખા સમાજ પણ વિકાસ સાધવા માટેનાં સાધન માત્ર. આ દુનિયામાં વિવિધ પ્રજાઓ છે, એમની વિવિધ સંસ્કૃતિઓ છે, એમની અપાર વૈવિધ્ય ધરાવતી અપરંપાર જીવન-પદ્ધતિઓ છે, એ બધું જ હવે ભુલાવી દેવામાં આવ્યું. બધા જ પ્રગતિના પથ પર છે, અને તે પથ પર કેટલા આગળ કે પાછળ છે, તે પશ્ચિમના ઔદ્યોગિક મોડેલ સાથે સરખામણી કરીને જ નક્કી કરી શકાય. અમેરિકાને આવા નવા વિશ્વ-દર્શનની જરૂર હતી. બીજા મહાયુદ્ધને અંતે અગાઉની સામ્રાજ્યવાદી દુનિયા વેરણછેરણ થઈ ચૂકી હતી. સૌથી બળવાન રાષ્ટ્ર તરીકે અમેરિકા આગળ આવ્યું હતું. હવેની વિશ્વસત્તા અમેરિકા હતું. ‘વિકાસ’ની કલ્પનાએ અમેરિકાને જે જોઈતું હતું, તે પૂરું પાડ્યું. દુનિયા આખી રાજકીય રીતે ભલે સ્વતંત્ર થઈ જાય, સ્વાયત્ત થઈ જાય. દેશો ને પ્રદેશો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36