Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ માળખું, રસ્તાઓ, પાર્કિંગ માટેની જગ્યા, વગેરે) વિશે અથવા તેના પરિણામો (ઘોંઘાટ, પ્રદૂષણ, પૃથ્વીનું વધતું તાપમાન, વગેરે) વિશે તે બેખબર છે. ટેકનોલોજીની તાત્કાલિક ચમક-દમક માણસને આંજી નાખે છે. પરંતુ સમાજ આની કેટલી ભારે કીમત ચૂકવી રહ્યો છે, તેનો એને ખ્યાલ આવતો નથી. આનાં જે દુષ્પરિણામો આવે છે, ટેકનોલોજીને લીધે જે જાત જાતની સમસ્યાઓ ઊભી થાય છે, તેને પહોંચી વળવા પાછળ સમાજનાં બેસુમાર સમય-શકિત ખરચાય છે. પરંતુ આ બધું લોકોને દેખાતું નથી. તે અદશ્ય ક્ષેત્રમાં જ રહે છે. આમ, આજની ટેકનોલોજી પ્રધાન સભ્યતાનું આકર્ષણ અમુક દષ્ટિભ્રમ ઉપર, નજરબંદી ઉપર આધારિત છે. અને તેથી તેની કાળી બાજુ લોકોની નજરે ચઢતી નથી. ચાલીસ વરસનાવિકાસે આજે ભારે વિચિત્ર એવી પરસ્પર વિરોધી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. એક બાજુ, પ્રગતિનું વાહન ગણાતી એવી ટેકનોલોજીની જાદુઈ માયાજાળ લોકમાનસ ઉપર જબ્બર ભૂરકી નાખી છે. એટલે બહુ બધા દેશો આધુનિક ટેકનોલોજી માટે હવાતિયાં નાખી રહ્યા છે. તો બીજી બાજુ, આ કહેવાતી પ્રગતિમાં ભારે મોટો અંતરાય ઊભો થયો છે. આવી આધુનિક ટેકનોલોજી માટેનાં દુનિયા આખીનાં અરમાન ક્યારેય પૂરાં થઈ શકે તેમ નથી. દુનિયામાં એટલી સાધન-સંપત્તિ નથી. આને માટે જરૂરી એવું આખું ઔદ્યોગિક માળખું બધા દેશોમાં ઊભું થઈ શકે તેમ નથી. વળી, આટેકનોલોજીએ પર્યાવરણની ભયંકર કટોકટી ઊભી કરી દીધી છે, જેને લીધે માનવજાતિનું તેમજ પૃથ્વી રૂપી ગ્રહનું અસ્તિત્વ સુધ્ધાં જોખમમાં આવી પડ્યું છે. અરમાનો અને વાસ્તવિક્તા વચ્ચે આવો ભારે મોટો અંતરાય ઊભો થઈ ગયો છે. વિકાસ પામી રહેલા દેશોનું ભાવિ આવી પરસ્પર વિરોધી પરિસ્થિતિ વચ્ચે ભીંસાઈ રહ્યું છે. ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36