Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ * ૫ વિશ્વબજાર કે સંસ્કૃતિનું સંગમતીર્થ આજની પશ્ચિમી સભ્યતાએ વિવિધતાનું ગળું ઘૂંટી નાખ્યું છે. દુનિયા આખીમાં એક જ સભ્યતા જોઈએ, અને તે પશ્ચિમી સભ્યતા, કેમ કે તે સર્વશ્રેષ્ઠ છે. તેમાંથી ભિન્ન જે કાંઈ છે તે અસંસ્કારી છે, અવિકસિત છે, દુનિયાની એકતા માટે જોખમરૂપ છે. તે બધાનો ‘વિકાસ’ કરીને દુનિયામાં બધે પશ્ચિમી સભ્યતાની આણ ફેલાવવી છે. એટલે કે દુનિયાની એકતા સાધવી એટલે દુનિયાનું પશ્ચિમીકરણ કરી નાખવું, બધી જ વિવિધતાને ભૂંસી નાખી ચારે કોર પશ્ચિમી સભ્યતા ફેલાવી દેવી. દુનિયામાં તો કેટલી બધી વિવિધતા છે ! કહે છે કે આ પૃથ્વી પર અત્યારે ૫૧૦૦ બોલી બોલાય છે. તેમાંની ૯૯ ટકા એશિયા, આફ્રિકા, પેસિફિક ને અમેરિકામાં ઉદ્દભવી છે. એક ટકો બોલીઓ જ યુરોપમાં છે. નાઈજીરિયામાં ગણતરી કરી તો ૪૦૦ બોલીઓ છે અને ભારતમાં ૧૬૮ર બોલીઓ ચલણમાં છે. મધ્ય અમેરિકામાં ર૬૦ બોલીઓ છે. બોલીઓની આ વિવિધતા સંસ્કૃતિઓની વિવિધતા સૂચવે છે. ભિન્ન ભિન્ન આહાર-વિહાર, ભિન્ન ભિન્ન રીતરિવાજ, ભિન્ન .ભિન્ન જીવનશૈલી. જેમ બોલીઓ ભૂંસાતી જાય છે તેમ સંસ્કૃતિઓની વિવિધતા પણ ભૂંસાતી જાય છે. પશ્ચિમી સભ્યતા દુનિયા આખીમાં પોતાની સંસ્કૃતિ ફેલાવી દેવા માગે છે. આજે આપણને કદાચ નવાઈ લાગે, પણ યુનોના સ્થાપકો તેમજ વિકાસની નીતિના ઘડવૈયાઓ, એમ માનીને ચાલેલા કે બજારનું જાગતીકરણ થઈ જશે તેનાથી વિશ્વશાંતિની ખાતરી મળશે. પછી હિંસાને બદલે વેપાર-વ્યવહારની ભાવના ચારેકોર ફેલાશે, દારૂગોળાની વિનાશક શક્તિને બદલે ઉત્પાદક શક્તિની બોલબાલા થશે. શસ્ત્રાસ્ત્રની હરીફાઈને બદલે બધાં રાષ્ટ્રો બજારની શાંત હરીફાઈમાં ૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36