Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ તેને બદલે ગાંધીએ તો હિંદુ પરંપરા મુજબની આધ્યાત્મિક જીવનશૈલી ઉપર આધારિત સમાજરચના ઉપર ભાર મૂક્યો. એમના સ્વરાજ્યમાં અંગ્રેજ ઢબના ઉદ્યોગીકરણ માટે કોઈ સ્થાન નહોતું. એમણે ભારતનાં લાખો ગામડાંઓના પુનરુદ્ધારની વાત કરી. ભારતની ગ્રામસંસ્કૃતિનું નવસર્જન એ ગાંધીને મન ખરી પ્રગતિની નિશાની હતી. ઇંગ્લેન્ડમાં ઉદ્યોગીકરણ સાથે સંકળાયેલાં જે કેટલાંક મૂલ્યો ને માપદંડો રૂઢ થઈ ગયેલાં, તેનો તો સ્વતંત્ર ભારતે વિરોધ કરવાનો હતો. ભારતે તેની નકલ કરવાની નહોતી. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જણાય એટલી જ વસ્તુઓ એમની પાસેથી ભારતે સ્વીકારવાની હતી. પરંતુ નહેરુ સાવ જુદું માનતા. પશ્ચિમની સિદ્ધિઓથી તેઓ અંજાયેલા હતા. એટલે નવોદિત ભારત એ સિદ્ધિઓને જલદીમાં જલદી અનુસરવા લાગે એમ તેઓ ઈચ્છતા. એમને તો ઉતાવળ હતી કે પશ્ચિમની અર્થવ્યવસ્થાને આંબી ભારત ઝટ હરણફાળ ભરે. બહુ પહેલેથી જ એમને એમ લાગતું કે ગાંધીનું દર્શન તદ્દન અવાસ્તવિક' છે. મૂડીવાદનાં દૂષણો નહેરુ પણ કાઢવા માગતા હતા, પણ ઉત્પાદન-પદ્ધતિ વગેરેમાં તો તેની જ નકલ કરવા તેઓ તલપાપડ હતા. નહેરુ પોતે પણ પશ્ચિમી સભ્યતાની જેમ એવા ભ્રમમાં હતા કે આર્થિક વિકાસ જ મુખ્ય છે તથા અર્થતંત્રનું સમાજ ઉપર વર્ચસ્વ છે, સમાજનું અર્થતંત્ર ઉપર નહીં. પશ્ચિમી સભ્યતામાં અર્થતંત્રનાં આંધળાં પરિબળોની બોલબાલા રહી. આખો સમાજ બજારમાં પલટાઈ ગયો. બજારની હરીફાઈ સામે બીજું બધું ગૌણ બની ગયું. છેલ્લા ચાર-પાંચ દાયકાની અંદર ત્રીજા વિશ્વના દેશો પણ આ બજારુ અર્થતંત્રના સકંજામાં આવતા ગયા. સાદાઈને સંયમયુક્ત જીવનશૈલીની એમની પરંપરા તૂટતી ચાલી. જૂના માનવ-સંબંધો ગૌણ લેખાતા ગયા. સામૂહિક ભાવના ઓછી થતી ગઈ. સ્વાવલંબી અર્થવ્યવસ્થા ભૂંસાતી ગઈ. સમાજમાં સ્વ-નિર્ભર લોકોને બદલે પગારદાર નોકરો અને ગ્રાહકોની સંખ્યા જ બધે વધવા લાગી. વિકાસના નવા અર્થતંત્રમાં તેઓ જ વધારે બંધબેસતા થઈ શકે તેમ હતા. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના દેશોની માફક દક્ષિણ ગોળાર્ધના દેશો ઉપર પણ બજારુ અર્થતંત્રનું મોજું હવે ફરી વળ્યું છે. ઈતિહાસે ભારે મોટો કૂદકો માર્યો છે. અને તેમ છતાં એ વસ્તુ વધુ ને વધુ સ્પષ્ટ થતી જાય છે કે આપણા ૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36