Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ s વિકાસનું ઉઠમણું હિરેલીટસ નામનો એક ફિલસૂફ થઈ ગયો. પશ્ચિમના દેશોમાં તેનાં જે - તે કેટલાંક ઉદ્ધરણો અવારનવાર વપરાય છે, તેમાંનાં બે ઉદ્ધરણો જોઈએ. હિરેકલીટસે આ દુનિયામાં નિત્ય કશું નથી, બધું આવે છે ને જાય છે, એમ દર્શાવવા કહ્યું : “All things flow –nothing abides” (બધું જ પ્રવાહી છે, વહેતું રહે છે, કશું ટકતું નથી, કાયમ રહેતું નથી). તેમ છતાં ઈતિહાસ હમેશાં મંદ મંદ અને શાંતિથી વહેતો રહેતો નથી, પણ ક્યારેક ઘોડાપૂરની જેમ એકાએક ઊછળતો આગળ વધી જાય છે. આપણા અસ્તિત્વનું આ તથ્ય પણ ઉજાગર કરી દેવા હિરેક્લીટસે બીજું સૂત્ર આપ્યું : “War is the mother for all things” (યુદ્ધ બધી વસ્તુઓની જનની છે). અહીં યુદ્ધ એટલે માત્ર સશસ્ત્ર લડાઈ જ અભિપ્રેત નહોતી, પણ બે વિરોધો વચ્ચેનો સંઘર્ષ અભિપ્રેત હતો, અને સામાન્ય રીતે એવા સંઘર્ષમાંથી નવું નવું જન્મતું હોય છે, એમ તેને કહેવું હતું. પરંતુ સાથે સાથે લોકો સામાન્ય રીતે આમાંથી જે અર્થ કાઢે છે, તેમાંયે ઘણું તથ્ય છે કે યુદ્ધ ઘણી વાર ઈતિહાસને એકદમ ઝડપથી આગળ વધારી દે છે, ઘટનાઓને તેની પરાકાષ્ઠાએ પહોંચાડી દે છે અને તમારી સામે સાવ નવો દષ્ટિકોણ ખોલી આપે છે તેમજ વસ્તુને સાવ નવા પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. મને એમ લાગે છે કે કુવૈતના સંદર્ભમાં ખેલાઈ ગયેલા છેલ્લા પાડી યુદ્ધ એક યુગ ઉપર પડદો પાડી દીધો છે. એ યુગ પૂરો થયો, કે જેમાં ઔદ્યોગિક દષ્ટિએ વિકાસ પામેલા ઉત્તર ગોળાર્ધના દેશો અને દક્ષિણ ગોળાર્ધના દેશો વચ્ચેનો સંબંધ “વિકાસના સંદર્ભમાં વિચારી શકાતો હતો. તેની જગ્યાએ એક બીજા ૨ ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36