Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ માણસમાં જોજનવા ઊડે અધૂપ એવા માણસને કાઢવાને બહાર હોય કોઈ માઈના પૂત – પૂરાવિદ્ થાય તત્પર તૈયાર થાય તત્પર તૈયાર થાય તત્પર તૈયાર..... મોહેંજો દડો ને હડપ્પા સોંસરવી સદીઓમાં માણસનાં મૂળ સાગરનાં ઝળહળતાં મોતીને ઓજસથી સિંચાયાં માણસનાં કુળ આજ હવે પથ્થરના ઢેર નીચે કાળમિંઢ તાળામાં માણસનાં મૂલ • પડતા મેલીને બધા લેખ-શિલાલેખ અને પાળિયાના પથ્થર અસવાર માણસને કાઢવાને બહાર. આભ ઊંચા આવાસો-અવકાશે ફાળ બધે માણસની ગૂંથેલી જાળ પોતે પોતાને આજ એવો ભૂલ્યો કે નથી માણસને માણસની ભાળ હો...તોડો આ પહાડ અને ખોદો પાતાળ કરો પથ્થરના થરના ઉલાળ માણસને કાઢવાને બહાર....... માણસને આપો એનો પાછો ઈતિહાસ એના ધસમસતા હાસ એના લીલાછમ્મ શ્વાસ એના કોરા વિશ્વાસ એના આદિમ આવાસ એના હંસોની હાર એના આંસુ ચોધાર ' એના ચોખૂટ વિશ્વાસ............... માણસને કાઢવાને બહાર............ ૧૨........ •••••••• ૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36