Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan
Catalog link: https://jainqq.org/explore/005611/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિશ્રાસ ની પરિયો વોગ કેક્સ Jain Education Intematonal For Personal & Private Use Only www.jalnelibrary org Page #2 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન-અધ્યાત્મ Code દ : આધુનિક નજ માહ ગુહા મં પ્રવે શ પિનો બા પાન ઝ યજ્ઞ પ્રકાશનનું વિવિધ સાહિત્ય વિનોબા વાડ્મય पविष्ट 50 07/ - અનર્થકારણ ॐ ઉપનિષદોનો અભ્યાસ A ભક્તિ-દર્શન આત્મદર્શન જીવનનું કાવ્ય છે. જાન્યુઆરી વિનોબા-અમૃતબિંદુ વિષ્ણુસહસ્રામ વિનોબા गीताई चिंतनिका + બાપ સાર બા સૃષ્ટિ સાથે માણસનો નાતો સાહિત્ય Parece ॥वामृत ॥ FO परोपजीवानाम રાગટ્યૂન જે ર For Personal & Private Use Only સળગતા વન [14] ધ્યાન અને પ્રાર્થના નવા ફૂલની માન ગીતા-પ્રવચનો ડાકો ભારતીય સંસ્કૃતિ Page #3 -------------------------------------------------------------------------- ________________ વિકાસનો પંડિચેરો વુલ્ફગાંગ ઝેકસ થશે યજ્ઞ પ્રકાશન ભૂમિપુત્ર હઝરાતપાગા વડોદરા ૩૯૦ ૦૦૧. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ VIKASANA KHANDİYERO - IN Gujarati By Kanti Shah Presentation in nutshell - Wolfgang Sachs's "The Archaelogy of the Development Idea' ૧૦ રૂપિયા પ્રત : ૧૦૦૦ કુલ પ્રત : ૧૫૦૦ પ્રથમ આવૃત્તિ : ફેબ્રુઆરી ૨૦૦૫ કુલ બે પુનર્મુદ્રણ : એપ્રિલ ૨૦૦૮ થી * નવેમ્બર ૨૦૦૯ ત્રીજુ પુનર્મુદ્રણ: મે ૨૦૧૪ પ્રત : ૧૦૦૦ પ્રકાશક પારુલ દાંડીકર યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગળાજ માતાની વાડીમાં, હુજરાતપાગા, વડોદરા-૩૯૦૦૦૧. ફોન : ૦૨૬૫-૨૪૩૭૯૫૭ , મુદ્રક જવનિકા પ્રિન્ટર્સ, કારેલીબાગ, વડોદરા-૩૯૦૦૧૮. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ વિકાસના યુગનો મૃત્યુલેખા ‘વિકાસ’ શબ્દ આજે વેદવાક્ય જેવો બની ગયો છે. તેની સામે હરફેય ન ઉચ્ચારાય. એ તો આધુનિક પવિત્ર ગાય છે. તેની બદબોઈ કે અવમાનના કદાપિ સાંખી ન લેવાય. પરંતુ વિકાસના આવા fundamentalism - રૂઢિચુસ્ત કટ્ટરવાદ સામે અવાજ ઉઠાવનારા જે કેટલાક અગ્રણી વિચારકો છે, તેમાંના વુલ્ફગાંગ ઝેકસ એક છે. તેઓ જર્મનીના છે. બર્લિન યુનિવર્સિટીમાં રહ્યા. અમેરિકાની પેનસિલવેનિયા યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે ગયા. રોમથી નીકળતા ડેવલપમેન્ટ' સામયિકના સંપાદક રહ્યા. વિકાસ અંગે નવેસરથી વિચારનારા લેખકોનો એમણે સંપાદિત કરેલ નિબંધસંગ્રહDevelopment Dictionary (વિકાસનો શબ્દકોશ) જાણીતો છે. થોડા વરસ પહેલાં એક સેમિનાર માટે તેઓ ભારત આવ્યા હતા. ત્યારે એમણે માર્મિક રીતે કહેલું કે આજના વિકાસના ખ્યાલો ઉપર માત્ર થોડા લીલા લપેડા લગાવી દેવાથી કામ નહીં સરે, આજે તાતી જરૂર છે –લીલા હરિયાળા ચિંતનની, નવી કૂંપળો ફૂટે એવા નવા માનસની (not a bit of green varnish, but greening of the mind). - વુલ્ફગાંગનું માનવું છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ શરૂ થયેલ વિકાસના યુગનો અંત આવી રહ્યો છે અને હવે તેનો મૃત્યુલેખ લખવાની ઘડી પાકી ચૂકી છે. એમની એક નાનકડી પુસ્તિકા – “The Archaelogy of the Development Idea' (વિકાસના ખ્યાલનું પુરાતત્ત્વ-સંશોધન) અહીં ગુજરાતીમાં ઉતારી છે. પ્રસ્તુત પુસ્તિકાનું વાંચન આપણા ચિંતનને નવપલ્લવિત કરવામાં તેમજ લોકમાનસને નવેસરથી કેળવવામાં ઉપયોગી થશે. - કાન્તિ શાહ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ અ નુક્રમ ૧. વિકાસનાં ખંડિયેરો ............... ૨. ગરીબીની શોધ .................... ૩. ટેકનોલોજીની જાદુઈ માયાજાળ................. ૧૫ ૪. વિવિધતાનું ગળું રૂંધતી આ સભ્યતા ! .... ૨૦ ૫. વિશ્વબજાર કે સંસ્કૃતિનું સંગમતીર્થ............ ૨૩ ૬. વિકાસનું ઉઠમણું .. ........ ૨૬ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ વિકાસનાં ખંડિયેરો ખંડિયેરોનો પાયો કાટમાલના ઢગના ઢગ નીચે દટાયેલો પડ્યો હોય છે. પુરાતત્ત્વવિદો ખોદી-ખોદીને એ જીર્ણશીર્ણ થઈ ગયેલ ઈમારતનાં પુરાણાં તથ્યો બહાર લાવવા મથે છે – તેના પાયામાં શું હતું, તેના આધારો ક્યા ને કેવા હતા ? વિચારો, માન્યતાઓ, ખ્યાલો પણ ક્યારેક આવાં ખંડિયેરોમાં પલટાઈ જતા હોય છે. અને ત્યારે વરસોનો અને કયારેક તો સૈકાઓનો કાટમાલ ખસેડીને તે વિચાર કે ખ્યાલના ઉદ્ભવની અને તેના ઇતિહાસની ભાળ કાઢવી પડતી હોય છે. મને લાગે છે કે ‘વિકાસ’ અંગેના ખ્યાલો પણ આજે આવા ખંડિયેર રૂપ બની ગયા છે. આપણા જમાનાના આ સૌથી મોટા તરંગ કે દિવાસ્વપ્નનું પુરાતત્ત્વ સંશોધન કરવાની હવે તાતી જરૂર છે. જેથી આપણને ખબર પડે કે એ નિર્લજ્જ અને ધૃષ્ટ યુગના આ જરીપુરાણા સ્મારકની ભીતર ને પાયામાં શું પડેલું હતું. - ૨૦ જાન્યુઆરી ૧૯૪૯નો એ દિવસ. અમેરિકાની કોંગ્રેસ સામે બોલતાં પ્રમુખ ટુમેને તે દિવસે મોટા ભાગની દુનિયાને અવિકસિત કે અર્ધવિકસિત જાહેર કરી દીધી ! તેણે પોતાની આ દુર્દશામાંથી ઊગરવા માટે “વિકાસના આરાધ્ય દેવની ઉપાસના કરવાની. તેના સિવાય બીજો કોઈ આરો-ઉગારો નથી. પ્રમુખશ્રીએ કહી દીધું કે “વધુ ને વધુ ઉત્પાદન એ જ સમૃદ્ધિની અને શાંતિની ચાવી છે.' - ' આ માટેનો આદર્શ અમેરિકાએ પૂરો પાડ્યો છે. અમેરિકા ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક વિકાસની ટોચે પહોંચ્યું છે. સ્વાર્થને ઉદારતાનાં વાઘા પહેરાવીને અમેરિકન પ્રમુખે આ દુર્દશામાં સબડતા લોકોને ઔદ્યોગિક ઉત્કર્ષ તેમજ ઊંચું For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જીવનધોરણ આંબવામાં મદદ કરવા માટે અનેક ટેકનિકલ સહાયના કાર્યક્રમની જાહેરાત કરી. સંસ્થાનવાદના દિવસોમાં બ્રિટન અને ફ્રાંસ પોતાનાં સંસ્થાનોની પ્રજા પ્રત્યે સાંસ્કૃતિક કર્તવ્ય અનુભવતા. પોતે સભ્ય ને સુસંસ્કૃત બન્યા છે અને હવે બાકીની દુનિયાને એ નવી સભ્યતા તરફ દોરી જવાની છે. બ્રિટિશ સામ્રાજ્યના વહીવટદાર લોર્ડ લુગાર્ડ બેવડા મિશનનો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો હતો – આ સંસ્થાનોમાંથી આપણે આર્થિક લાભ તો જરૂર મેળવવાનો છે, પણ તે સિવાય આ કાળી પ્રજાઓને સભ્યતાના એક ઉચ્ચતર સ્તરે લઈ જવાની આપણી સૌથી મોટી જવાબદારી છે. સંસ્થાનો ત્યાં સુધી કાચો માલ પૂરો પાડવાનાં સ્થાનકો હતાં. બીજા મહાયુદ્ધ પછી જ આખી દુનિયા એક આર્થિક અખાડામાં કે મેદાનમાં ફેરવાઈ ગઈ. સંસ્થાનોએ પણ એ મેદાનમાં ઊતરવાનું અને આર્થિક સ્પર્ધામાં સામેલ થઈને આગળ નીકળી ગયેલા ઔદ્યોગિક દેશોને આંબી જવાના. પ્રમુખ ટ્રમને સીસોટી મારી અને આ દોટ શરૂ થઈ. દુનિયા આખી સામે હવે માત્ર એક જ મિશન – “આર્થિક વિકાસ.” જગત તરફ જોવાની દૃષ્ટિ સમૂળી પલટાઈ ગઈ. “આર્થિક વિકાસ’ એક માત્ર સર્વોચ્ચ ધ્યેય બન્યું. કોઈ પણ દેશ કેટલો સભ્ય છે, તેનું એક માત્ર માપ તેનું ઉત્પાદનનું સ્તર કેટલું છે તે પરથી નીકળી શકે. ‘વિકાસ’ એ જ મુખ્ય સાધ્ય. કેવળ માલસામાન જ નહીં, પણ લોકો તેમજ આખા ને આખા સમાજ પણ વિકાસ સાધવા માટેનાં સાધન માત્ર. આ દુનિયામાં વિવિધ પ્રજાઓ છે, એમની વિવિધ સંસ્કૃતિઓ છે, એમની અપાર વૈવિધ્ય ધરાવતી અપરંપાર જીવન-પદ્ધતિઓ છે, એ બધું જ હવે ભુલાવી દેવામાં આવ્યું. બધા જ પ્રગતિના પથ પર છે, અને તે પથ પર કેટલા આગળ કે પાછળ છે, તે પશ્ચિમના ઔદ્યોગિક મોડેલ સાથે સરખામણી કરીને જ નક્કી કરી શકાય. અમેરિકાને આવા નવા વિશ્વ-દર્શનની જરૂર હતી. બીજા મહાયુદ્ધને અંતે અગાઉની સામ્રાજ્યવાદી દુનિયા વેરણછેરણ થઈ ચૂકી હતી. સૌથી બળવાન રાષ્ટ્ર તરીકે અમેરિકા આગળ આવ્યું હતું. હવેની વિશ્વસત્તા અમેરિકા હતું. ‘વિકાસ’ની કલ્પનાએ અમેરિકાને જે જોઈતું હતું, તે પૂરું પાડ્યું. દુનિયા આખી રાજકીય રીતે ભલે સ્વતંત્ર થઈ જાય, સ્વાયત્ત થઈ જાય. દેશો ને પ્રદેશો For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉપર અગાઉના જેવું સામ્રાજ્યવાદી વર્ચસ્વ હવે ન ખપે. નવાં નવાં રાષ્ટ્રો રાજકીય રીતે સ્વતંત્ર થઈ જાય. તેઓ આર્થિક વિકાસની દોટમાં સામેલ થશે એટલે તો ગમે તેમ કરીને અમેરિકાના વર્ચસ્વ હેઠળ આવવાનાં જ છે ને ! ‘વિકાસ’ નામનું એક સરસ સાધન હાથમાં આવી ગયું. તેને લીધે એક બાજુ તો અમેરિકા રાષ્ટ્રીય સ્વતંત્રતાના સૌથી મોટા પુરસ્કર્તા તરીકેની પોતાની છાપ ઊભી કરી શક્યું, અને તેની સાથોસાથ બીજી બાજુ પોતાનું એક નવા પ્રકારનું વિશ્વ-વર્ચસ્વ સ્થાપી શક્યું. આ એક નવો સંસ્થાનવાદ-વિરોધી સામ્રાજ્યવાદ હતો ! નવાં રાષ્ટ્રોના બધા જ નેતાઓએ જાણે-અજાણે અમેરિકાની આ ભૂમિકા સ્વીકારી લીધી. નહેરુથી લઈને અંક્રમા અને નાસરથી લઈને સુકર્ણ, બધાએ જ પોતાનાં રાષ્ટ્રો ‘અવિકસિત' છે એવી અમેરિકાની વ્યાખ્યા સ્વીકારી લીધી અને તે અનુસાર જ પોતાની આંતરિક નીતિઓ ઘડી. ભારતીય નેતા નહેરુએ (અહીં નોંધવું જોઈએ કે ગાંધીની વિરુદ્ધ) ૧૯૪૯માં કહ્યું : ‘‘આમાં કોઈ વાદનો સવાલ નથી. સામ્યવાદ હોય કે સમાજવાદ હોય કે મૂડીવાદ હોય. મુખ્ય સવાલ આજે આમ જનતાનું જીવનધોરણ વધારવાનો છે.’’ એટલે આર્થિક વિકાસ રાજ્યનું મુખ્ય ધ્યેય બન્યો. બસ, ગમે તેમ કરીને ઉત્પાદન વધારો, ઉત્પાદન વધારો ! આ રીતે દુનિયા એક આર્થિક અખાડામાં ફેરવાઈ ગઈ, અને તે પશ્ચિમના દેશોને બહુ જ માફ્ક આવી ગયું. નવોદિત રાષ્ટ્રો એમની સાથે આર્થિક સ્પર્ધામાં આવી ઊભાં. બધી જાતની સ્પર્ધામાં થાય છે તેમ આમાં પણ ધંધાદારી કોચિંગનું એક આખું માળખું ઊભું થઈ ગયું. સ્પર્ધામાં ઊભવું હોય, તો તે માટેની તાલીમ લેવી પડે ને ! બીજું બધું જ ગૌણ બની ગયું. આ નવી દોટમાં કેમ આગળ અવાય, એ જ એકમાત્ર લક્ષ્ય રહ્યું, આર્થિક વિકાસના નામે બીજા બધાનો જ ભોગ લેવાયો. પરંપરાઓ, મૂલ્યો, માન્યતાઓ, સામાજિક રૂઢિ-રિવાજો, સમાજનું આખુંયે પોત —બધાનું જ ધોવાણ થતું ગયું. આર્થિક વિકાસ માટેનું આયોજન જ સર્વેસર્વા બની રહ્યું. તે માટેના નિષ્ણાતો દુનિયા આખી પર છવાઈ ગયા. વિકાસની એમની રૂપરેખા મોટેભાગે અમેરિકાની જીવનપદ્ધતિને અનુસરનારી હતી. આ રૂપરેખા મુજબ આખા ને આખા સમાજોનું નવેસરથી ઘડતર થવા માંડ્યું. ૭ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પરંતુ સાઠનો દાયકો પૂરો થવામાં હતો, ત્યાં સુધીમાં તો આ નવી ઈમારતોમાં ઘણી મોટી ને ઊંડી તિરાડો દેખાવા માંડી. જેમાં બેસુમાર બણગાં ફૂંકવામાં આવેલાં તે વિકાસની કલ્પનાનો સ્વપ્નમહેલ તો રેતીના પાયા ઉપર ચણાયો. હતો, એમ જણાયું. વિકાસની એક પછી એક યોજનાઓ હાથ ધરાયા છતાં, ખરેખર તો વિકાસ થતો નથી, એમ સ્વીકારવું પડ્યું. ધન-દોલત અને વૈભવવિલાસના ઓછાયામાં જ ગીરબી ને કંગાલિયત વધતી જતી જણાઈ. વૃદ્ધિની સાથોસાથ બેકારીયે વધતી ગઈ. પોલાદનાં કારખાનાં વધાર્યે રાખવાથી અનાજની અછતમાં કશો ફરક પડતો ન જણાયો. એટલું તો દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું કે આર્થિક વૃદ્ધિની સાથોસાથ સામાજિક પ્રગતિ પણ થાય છે, તે નરી કપોલ કલ્પના જ હતી. ૧૯૭૩માં વિશ્વ બેન્કના પ્રમુખ રોબર્ટ મેકનામરાએ ત્યારની પરિસ્થિતિનો નિચોડ રજૂ કરતાં કહ્યું : “છેલ્લા દાયકામાં ઉત્પાદન અભૂતપૂર્વ રીતે વધ્યું. પરંતુ પ્રજાના ૪૦% ઉપલા વર્ગના લોકો જ બધી આવકના ૭૫ ટકા ઓહિયાં કરી ગયા.” પ્રમુખ સુમેનના વિકાસના કાર્યક્રમની ઘોર નિષ્ફળતાનો આ એકરાર હતો. પરંતુ તેની સાથે જ મેકનામરાએ વિકાસની નવી વ્યુહરચના રજૂ કરી ગ્રામીણ વિકાસ અને નાના ખેડૂતોનો વિકાસ. એટલે કે વિકાસનો ખ્યાલ કાંઈ છોડી દેવાનો નથી, તેનું ક્ષેત્ર વિસ્તારવાનું છે. એવી જ રીતે સિત્તેરના અને એંશીના દાયકાઓમાં બેકારી, વિષમતા, સામાજિક અન્યાય, પર્યાવરણ વગેરે બાબતો તીવ્ર સમસ્યા રૂપ બનતી ગઈ અને તેને માટે છૂટાછવાયા ઉપાયો શોધાતા ગયા. આમ, વિકાસની વાત સાવ અર્થહીન બનતી ગઈ, વિકાસને બદલે તેનાથી સાવ વિપરીત જ બનતું ચાલ્યું. પ્રશ્નો વિકટ બનતા ગયા. તેના ઉપાયો માટે જાતજાતની મથામણો થતી રહી. પર્યાવરણના રક્ષણની સમસ્યા અત્યંત ગંભીર બનતી ગઈ. વિકાસને બદલે પર્યાવરણને કેમ બચાવવું, તે મોટી સમસ્યા થઈ પડી. આર્થિક ક્ષેત્રે અરાજકતા વ્યાપી ગઈ. આર્થિક વિકાસના ખ્યાલના લીરાચીરા થઈ ગયા. આજે હવે ‘વિકાસ’ શબ્દ પોતાનો અર્થ ગુમાવી બેઠો છે. તે એવો ગોળ-ગોળ શબ્દ બની ગયો છે કે તેનો કશો ચોક્કસ અર્થ રહ્યો નથી. અને For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ છતાં તેના વિના ચાલતું નથી. “વિકાસને તો કેમ છોડી શકાય ? વિકાસ’ આજે સાવ ખોખલો શબ્દ બની ગયો છે. અને છતાં હજી તેની ભારે આણ પ્રવર્તે છે. વિકાસના નામે તમે કોઈ પણ ક્ષેત્રમાં તમારું ધાર્યું કરી શકો. ‘વિકાસ’ કહેતાં જ એક દોટની કલ્પના નજર સામે આવે છે. કેટલાક આગળ નીકળી ગયા છે, તેને આંબી જવાના છે. ગુજરાતના કે ઝાંઝીબારના કે અન્ય એવા લોકો એમ અનુભવે છે કે અમે પાછળ રહી ગયા છીએ, અમે અવિકસિત છીએ. કોઈને એવો ખ્યાલ નથી આવતો કે વિકાસનો આ માપદંડ જ ખોટો છે. જેને આ ઔદ્યોગિક દેશોએ વિકાસ માની લીધો છે, તેના કરતાં સાવ જુદી જીવનશૈલી પણ હોઈ શકે, અને તેથી પોતાના કપાળે “અવિકસિત'નું લેબલ લગાડી દેવાનો ઈન્કાર કરવાનો દરેક માણસને અધિકાર છે. અમે તમારી એ દોટમાં છીએ જ નહીં. તમે કોણ અમને “અવિકસિત’ ઠેરવી દેનારા ? ગાંધીએ આ જ કહ્યું. મેકિસકોના ક્રાંતિકારી એમિલિયાનો ઝપાટાએ પણ આ જ કહ્યું. પછાત અને વિકસિત, પરંપરાગત અને આધુનિક એવા લેબલો આજે હાસ્યાસ્પદ બની ગયા છે. આ કહેવાતા વિકસિત દેશોમાંયે એવો અવાજ ઊઠવા લાગ્યો છે કે આપણે સાવ ખોટી દિશામાં તો નથી દોડી રહ્યા ને? આ દોટ આપણને કોઈ ઊંડી અતલ ગર્તામાં તો નથી ધકેલી રહીને ? જમીનમાં ઝેર ઝેર ફેલાઈ ગયું છે અને પૃથ્વીનું ઉષ્ણતામાન વધી જવાથી આવનારી આફતો માથે તોળાઈ રહી છે ! ત્યારે કયા મોઢે “વિકાસની વાત કરવી ? પ્રમુખ ટુમેનની વિકાસની કલ્પના વેરણછેરણ થઈ ચૂકી છે, કેમ કે તે તો અતલ ગર્તા ભણી જ દોરી રહી છે. . • વિકાસનો ખ્યાલ એકવાર ભવ્ય ઈમારતની કલ્પના ઊભી કરીને દુનિયાભરમાં ભારે ઉત્સાહ પ્રેરતો હતો. આજે તે ઈમારતમાં તિરાડો પડી ગઈ છે અને આખીયે ઈમારત કડડભૂસ થઈને તૂટી પડે એવો ખતરો માથે તોળાઈ રહ્યો છે. તેના કાટમાળમાંથી રસ્તો કાઢવો પણ અતિ મુશ્કેલ થઈ પડવાનો છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ - ગરીબીની શોધ વાત છે ૧૯૫૮ની. મેકિસકોમાં ભયંકર ભૂકંપ થયેલો. ત્યાર બાદ એક મહિને મારે ત્યાં જવાનું થયું હતું. ત્યાં અત્યંત ભૂકંપગ્રસ્ત એવા ટેપિટો વિસ્તારમાં હું આખો દિવસ ફર્યો. લગભગ ખંડિયેર થઈ ગયેલો એ સાવ સામાન્ય લોકોનો વિસ્તાર. મેં ત્યાં માત્ર ભંગાર ને હતાશા, ગંદકી ને કોહવાટ જ જોવા મળશે એવી કલ્પના કરેલી. પરંતુ મેં નજરોનજર જે જોયું, તેણે મને વિચાર કરતો કરી મૂક્યો. ત્યાં મેં મગરૂરી જોઈ, સ્વાભિમાન જોયું, એકમેકને મદદ કરવાની સમૂહ-ભાવના જોઈ, જોમવંતી નવનિર્માણની પ્રવૃત્તિ જોઈ, અને ફરી બેઠું થતું અર્થતંત્ર ને સમાજજીવન જોયું. તેમ છતાં કોણ જાણે કેમ દિવસના અંતે મારે મોઢેથી એમ નીકળી ગયું કે “આ બધું તો ઠીક, પણ આ લોકો હજી અતિશય ગરીબ છે.” પરંતુ આ સાંભળતાંવેત મારી સાથેનો ભાઈ એકદમ મક્કમપણે બોલી ઊઠ્યો : “ના, અમે ગરીબ લોકો નથી, અમે ટેપિટન છીએ.” કેવી લપડાક ! કેવો ઠપકો ! મને થયું મારાથી આવું એને ચૂભી જાય એવું કેમ બોલાઈ ગયું ? મારે કબૂલ કરવું પડ્યું કે સાવ અજાણતાં જ આજની વિકાસની ફિલસૂફીના પ્રભાવમાં આવી જઈને મારાથી આમ બોલાઈ ગયું ! - આજે આપણે જે “ગરીબીની વાત કરીએ છીએ, તેની જાગતિક સ્તરે શોધ બીજા વિશ્વયુદ્ધ પછી થઈ છે. ૧૯૪૦ પહેલાં એવી ગરીબીનો કોઈ મુખ્ય મુદ્દો નહોતો. ૧૯૪૮-૪૯ના અરસામાં વિશ્વ બેન્કના શરૂ-શરૂના અહેવાલોમાં આ પ્રશ્ન આવી રીતે રજૂ થયો : “યુનોના આંકડા એમ કહી જાય છે કે ૧૯૪૭માં અમેરિકામાં માથાદીઠ સરેરાશ આવક ૧૪૦૦ ડોલર કરતાં વધારે હતી. બીજા ૧૪ આગળ વધેલા દેશોમાં તે ૪૦૦ થી ૯૦૦ ડોલર જેટલી હતી. પરંતુ દુનિયાની ૧૦. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ અડધા કરતાંયે વધારે વસ્તીની માથાદીઠ આવક ૧૦૦ ડોલર કરતાંયે ઓછી, અને કેટલાકની તો ઘણી બધી ઓછી હતી. આ આંકડા જ કહી જાય છે કે વિકાસની કેટલી બધી તાતી જરૂર છે. એટલું જ નહીં, વિકાસ માટે કેટલી બધી પ્રચંડ સંભાવના છે. અવિકસિત દેશોમાં લોકોનું જીવનધોરણ ઊંચું લાવવાની તાતી જરૂર છે.” ત્યાર બાદ દોઢ-બે દાયકા સુધી ગરીબીનો આ રીતે માથાદીઠ આવકના સંદર્ભમાં જ ઉલ્લેખ થતો રહ્યો, અને તેમાં મુખ્ય મુદ્દો એ હતો કે અમેરિકાના ધોરણ કરતાં તે બહુ જ ઓછી હતી. સામાજિક શ્રેષ્ઠત્વને પણ આની સાથે જોડી દેવામાં આવ્યું. આર્થિક આવકનું પ્રમાણ જ્યાં વધારે ત્યાં સમાજ શ્રેષ્ઠ, આ રીતે ગરીબી આવકના આંકડાની સરખામણી સાથે સંકળાઈ ગઈ. એટલે આ ભાતીગળ દુનિયાની એક સરળ ઓળખ ઊભી થઈ. મેકિસકોના ઝેપોટેક, ઉત્તર આફ્રિકાના સુરેગ અને ભારતના રાજસ્થાની વચ્ચે ભલે પાર વિનાની વિવિધતા હોય, પણ તે બધાને 'ગરીબ'ના એક જ વર્ગમાં બેસાડી દઈ શકાયા, અને ધનવાન દેશોની સરખામણીમાં એ બધાને તદ્દન પછાત ઠેરવી દેવાયા. આ રીતે “ગરીબ'ના આ નવા માપદંડનો ઉપયોગ આખી ને આખી પ્રજાને અમુક લેબલ ચોંટાડી દેવા માટે કરાયો. એ પ્રજાની પોતાની તાસીર શી છે કે એ પ્રજાનાં આદર્શ અરમાન કેવાં છે, તે કશું જોવાનું નહીં, પણ આર્થિક આવકની દષ્ટિએ તેનું સ્થાન શું છે, તે જ મહત્ત્વનું થઈ પડ્યું. અગાઉ સંસ્થાનવાદી તુચ્છકારનો ભાવ હતો, તેની જગ્યાએ હવે આર્થિક તુચ્છકાર ને અવજ્ઞાનો ભાવ આવ્યો. તે ઉપરાંત, આને લીધે આ પછાત મનાતી પ્રજાના જીવનમાં ગમે તેવી દખલ કરવાનું વાજબી ગણાવી શકાયું. તેની આર્થિક આવક ઓછી હોય, તો તે એક સમસ્યા છે, અને તેનો ઉકેલ એક જ છે –આર્થિક વિકાસ.” ગરીબીનું કારણ કદાચ એ પ્રજાનું થઈ રહેલ દમન ને શોષણ પણ હોઈ શકે, અને તો શોષણમાંથી મુક્તિ એ ખરો ઉપાય છે. પરંતુ તે તરફ કશું ધ્યાન જ આપવાનું નહીં! અથવા તો પ્રજા વધુ ને વધુની દોટમાં સામેલ હોવાને બદલે પર્યાપ્તની સંસ્કૃતિને વરેલી હોય અને તેને લીધે તેની આર્થિક આવક ઓછી હોય. પરંતુ તે તથ્યનીયે ઉપેક્ષા કરવામાં આવી ! અથવા પછી તે પ્રજા પોતાની સાધનસામગ્રી અને શક્તિ માત્ર આર્થિક ધ્યેય પાછળ જોતરી દેવાને બદલે અન્ય ક્ષેત્રોમાં ૧૧ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રયોજવા માગતી હોય અને તેને લીધે પણ તેની આર્થિક આવક ઓછી હોય. પરંતુ તે તરફ પણ આંખ આડા કાન કરવામાં આવ્યા ! નહીં, બીજું કશું જ જોવાનું નહીં. ઔદ્યોગિક દેશો જ આમાં દુનિયા આખીનો આદર્શ. એ દેશોએ જે કાંઈ કર્યું, તે જ બીજા બધા દેશોએ પણ કરવાનું. ગરીબી એટલે ખરીદ-શક્તિનો અભાવ, અને તે આર્થિક વૃદ્ધિ સાધીને સદંતર દૂર કરવાનો. આમ, ગરીબી દૂર કરવાને નામે આખા ને આખા સમાજોને પૈસાની માયાજાળના અર્થતંત્રમાં ઘસડી જવાયા. એક નૈતિક જેહાદના જેવી આની પ્રચંડ ઝુંબેશ ચલાવાઈ. ભલા, તેની સામે કોણ અવાજ ઉઠાવી શકે ? પરંતુ ૧૯૭૦ના અરસામાં જ્યારે એ વાસ્તવિકતાનો ઈનકાર કરવાનું અશક્ય થઈ પડ્યું કે ‘આર્થિક વિકાસ'ની આ ઝુંબેશ મોટા ભાગના લોકોને ઉચ્ચતર જીવન-ધોરણ મેળવી આપવામાં સાવ નિષ્ફળ નીવડી છે; ત્યારે ‘ગરીબી’ની નવી વ્યાખ્યા કરવાનું જરૂરી થઈ પડ્યું. વિશ્વબેંકના પ્રમુખ મેકનામરાએ ૧૯૭૩માં કહ્યું : “આ સૈકાના અંત સુધીમાં ગરીબીને નેસ્તનાબૂદ કરવા આપણે મથવું જોઈએ. તેનો અર્થ એ કે આ બધા દેશોમાંથી પોષણની કમીને અને નિરક્ષરતાને દૂર કરવી, બાળ-મરણનું પ્રમાણ ઘટાડવું અને આયુષ્યની મર્યાદા વિકસિત દેશો જેટલી ઊંચી કરી દેવી.’ આ રીતે માથાદીઠ આવકની વાત છોડીને ગરીબી માટે આ નવો માપદંડ શરૂ કરવામાં આવ્યો. તેને લીધે વિકાસનું ડીમ ડીમ ચાલુ રહી શકયું. માણસની આ પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ માટે આર્થિક વિકાસની અત્યાર સુધીની ઝુંબેશ લોકોનું જીવન સુધારવામાં નિષ્ફળ નીવડી છે એ વાત ભુલાવી દીધી અને વિકાસની તે ઝુંબેશને વધુ તીવ્રતાથી આગળ વધારી. આર્થિક વૃદ્ધિની વાત વધુ જોરશોરથી પ્રતિપાદિત થઈ. ગરીબ દેશો જ્યાં સુધી તવંગર દેશો જેવી આર્થિક વૃદ્ધિ નથી સાધતા ત્યાં સુધી પછાત છે. પરંતુ ગરીબ અને તવંગર જેવા દ્વંદ્વાત્મક ભાગલા પાડી દેવાથી ખરું સત્ય હાથમાં આવતું નથી. દરેકની જીવનદૃષ્ટિમાં અને જીવવાની પદ્ધતિમાં પાર વિનાની વિવિધતા છે. દરેક પ્રજાની પોતાની આગવી સંસ્કૃતિ છે. આ વૈવિધ્ય અને સાંસ્કૃતિક સંદર્ભોને ભૂલી જઈને માત્ર આર્થિક માપદંડથી કોઈને ગરીબ કે પછાત ઠેરવી દેવાનું તદ્દન ખોટું છે. સાદાઈ, અકિંચનતા ને અભાવ વચ્ચેનો ફરક વિવેકપૂર્વક સમજવાની જરૂર છે. ૧૨ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સાદું ને સંયમી જીવન એ કાંઈ ગરીબ કે પછાત જીવન નથી. ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન એ તો સંઘરાખોરીની ઘેલછાથી મુક્ત એવી બધી સંસ્કૃતિઓનું એક મુખ્ય લક્ષણ છે. તેમાં રોજબરોજની જીવનની જરૂરિયાતો મોટે ભાગે સ્વાવલંબનના ધોરણે મેળવી લેવાય છે અને બહુ ઓછી ચીજવસ્તુ બજારમાંથી ખરીદાય છે. લોકો પાસે ઘણી ઓછી ઘરવખરી હોય. પૈસો એમના જીવનમાં બહુ જ ગૌણ ભાગ ભજવતો હોય. તેને બદલે ખેતરો, નદીઓ, જંગલો વગેરેનો સામાન્ય રીતે બધા જ મુક્ત ઉપયોગ કરી શકતા હોય. દરેકને ઘણી સેવાઓ સમૂહમાં વિના મૂલ્ય મળી રહેતી હોય. ઉપરાંત, મોટી બચત મુખ્યત્વે ઘરેણાં, ભવ્ય મકાનો અને લગ્નવરા વગેરેની ઉજવણી પાછળ ન ખર્ચાતી હોય. મેકિસકોના એક પરંપરાગત ગામડામાં કોઈ પોતાના માટે પૈસો કે મિલકત ભેળી કરે, તો તેનો સામાજિક બહિષ્કાર થતો, અને સમાજ માટે કાંઈ ને કાંઈ સારાં કામો કરવા પાછળ પૈસો ખરચે, તો તેની પ્રતિષ્ઠા મળતી. એ સંસ્કૃતિની આગવી જીવનપદ્ધતિ હતી. આવા સમાજને તમે ગરીબ કઈ રીતે કહી શકો ? ' કંગાલિયત જન્મે છે, આવા સમાજની જીવનપદ્ધતિ તેમજ પરંપરાઓમાં ખલેલ પહોંચાડવાથી. પૈસા ઉપર આધાર રાખ્યા વિના જીવવા માટે માણસને જિરૂર પડે છે, સામૂહિક સંબંધોની તથા જમીન, જંગલો અને જળાશયોની. માણસ પાસેથી જેવું તમે એ બધું ઝૂંટવી લો છો કે માણસ કંગાલ બની જાય છે. ખેડૂત, માલધારીઓ, આદિવાસીઓ વગેરેને તમે એમની જમીન, ગોચર, જંગલોમાંથી હાંકી કાઢો છો એટલે તેઓ કંગાલિયતના શિકાર બને છે. અભાવગ્રસ્તતા જન્મે છે, ગરીબીના આધુનિકીકરણમાંથી. તે સૌથી વધુ સ્પર્શે છે, પૈસાના અર્થતંત્રમાં ફસાઈ ગયેલા મજૂરોને અને ગ્રાહકોને. એમની ખરીદશક્તિ એટલી બધી ઓછી થઈ જાય છે કે તેઓ બાજુએ ફેંકાઈ જાય છે. તેઓ સંપૂર્ણપણે બજારનાં પરિબળોને આધીન થઈ જાય છે. પૈસો જ તેમાં મુખ્ય ભાગ ભજવે છે. સ્વબળે પોતાના પ્રયત્નથી પોતાને જોઈતું બધું મેળવવાની એમની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે. પણ બીજી બાજુ, ઉચ્ચ વર્ગના સમાજનું જોઈજોઈને એમની ઈચ્છાઓ બેસુમાર વધતી જાય છે. સૂડી વચ્ચે - સોપારી જેવી એમની સ્થિતિ છે. શકિત ક્ષીણ અને ઈચ્છાઓ અનંત – આધુનિક ગરીબીનું આ એક મુખ્ય લક્ષણ છે. તેમાં ચીજવસ્તુઓનો સતત ૧૩ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ અભાવ અનુભવાતો રહે છે. ચીજવસ્તુ આધારિત ગરીબીના આ ખ્યાલ ઉપર જ વિકાસની આ આખી ઈમારત રચાયેલી છે. એટલે આજ સુધી એમ જ કહેવાતું આવ્યું છે કે આવી ગરીબી' એ . મુખ્ય સમસ્યા છે અને આર્થિક વૃદ્ધિ એ તેનો એકમાત્ર ઉપાય છે. જરૂરિયાતો બેસુમાર વધારતા રહેવામાંથી આ ગરીબી જન્મે છે, એવું સ્વીકારવા હજી તેઓ તૈયાર નથી. વિકાસ પાછળ એમણે લોકોને દોડાવ્યા, અને તેમ કરીને એમને કંગાલિયતના અને સતત અભાવગ્રસ્તતાના શિકાર બનાવી મૂક્યા. સાદા ને સંયમી જીવનની પરંપરાવાળી વિવિધ સંસ્કૃતિઓને એમણે રફેદફે કરી નાખી. કેમ કે એમણે જે વિકાસની કલ્પના નજર સામે રાખી છે, તે વિકાસની સંસ્કૃતિ સાદાઈ ને સંયમને ભૂંસી નાખીને જ ખડી થઈ શકે. અને તેથી કંગાલિયત અને ચીજવસ્તુની ગુલામી દ્વારા તેની કીમત ચૂકવવી જ પડે. : આજે હવે ચાર-પાંચ દાયકાના અનુભવ પરથી યથાર્થ બોધપાઠ ગ્રહણ કરવાની જરૂર નથી ? ગરીબીને જે નાબૂદ કરવી હશે, તો “વધુ અને હજી વધુ’ –ના પાયા પર નહીં, પણ સ્વાવલંબન અને પર્યાપ્તતાના પાયા પર જ નવરચના કરવી પડશે. આર્થિક વૃદ્ધિની બાબતમાં સાવધાનીથી વિવેકપૂર્વક કામ લેવું, એ ગરીબીની નાબૂદી માટેનો સૌથી મહત્ત્વનો ઉપાય છે. - મને લાગે છે કે ટેપિટોના મારા એ મિત્રે આ તથ્ય આત્મસાત્ કરેલું હતું, જ્યારે એણે પોતાને “ગરીબ' ગણવાનો ધરાર ઈનકાર કરી દીધો. એ એના સ્વમાનનો સવાલ હતો, માનવ-ગૌરવનો સવાલ હતો. એ પોતાની ટેપિટો સંસ્કૃતિની સાદાઈ, સંયમ અને પર્યાપ્તતાની પરંપરાને વળગી રહેવા માગતો હતો. કેમ કે એને કદાચ ભાન હતું કે તેના વિના તો પોતે પૈસાની કદીયે તૃપ્ત ન થાય એવી ભૂખનો અને સદાયની અભાવગ્રસ્તતાનો જ શિકાર બની જશે. ૧૪ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ટેકનોલોજીની જાદુઈ માયાજાળ સમાજનું ઘડતર બે સાવ જુદા જુદા સિદ્ધાંતો પર થઈ શકે. કાં તો તેમાં માણસ-માણસ વચ્ચેનો સંબંધ મહત્ત્વનો ગણાય, કાં તો પછી તેમાં માણસ અને વસ્તુઓ વચ્ચેના સંબંધને મુખ્ય ગણાય. જો માણસ-માણસ વચ્ચેના સંબંધને મુખ્ય માનીને ચાલીએ, તો બધાં લેખાં-જોખાં પડોશીઓ કે સગાંસંબંધીઓ, પૂર્વજો કે શ્રદ્ધેય દેવી-દેવતાઓના સંદર્ભમાં કરવામાં આવશે. પરંતુ તમે જો માણસના ભૌતિક ચીજવસ્તુઓ સાથેના સંબંધને કેન્દ્રમાં રાખીને ચાલશો, તો આખોયે સંદર્ભ બદલાઈ જશે. પછી બધી બાબતોનું મૂલ્ય તેનાથી તમે કેટલી વધુ ચીજવસ્તુ મેળવી શકો છો અને કેટલી વધુ ચીજવસ્તુના માલિક બની શકો છો, તે પરથી આંકતા તમે થઈ જશો. આધુનિક જમાનાના બધા વિચારો ને અરમાનો આજે મુખ્યત્વે મિલક્ત, ઉત્પાદન અને વિતરણની આસપાસ જ ફેરફુદરડી ફરતા થઈ ગયા છે, તેનું મુખ્ય કારણ એ છે કે તેણે માણસમાણસ વચ્ચેના સંબંધને સાવ ગૌણ ગણીને માણસ અને વસ્તુ વચ્ચેના સંબંધને જ મુખ્ય માન્યો છે. આધુનિક જમાનો વસ્તુપૂજક જમાનો છે, અને ટેકનોલોજીનો ઉપયોગ આ વસ્તુપૂજાની ધન્યતા દર્શાવતા એક વિધિ સમાન બની ગયો છે. આ સવાલ મુખ્યત્વે તમે જીવન પ્રત્યે અને જગત પ્રત્યે કઈ દષ્ટિથી જુઓ છો, તેનો છે. અવિકસિત ગણાતા દેશો બીજા વિશ્વયુદ્ધ પછી જ, અને ખાસ કરીને જ્યારથી વિકાસનો યુગ શરૂ થયો ત્યારથી જ આ વસ્તુપ્રાધાન્યવાળી જીવનદષ્ટિના સકંજા હેઠળ આવતા ગયા અને માત્ર ભૌતિકવાદી દૃષ્ટિકોણથી જ એમના તરફ જવાનું થયું. પોતાની બધી જ ભૌતિક ને બૌદ્ધિક શક્તિઓ ચીજવસ્તુના વધારા પાછળ જોતરી દેનારા વિકસિત દેશોને આદર્શરૂપ માની લેવામાં આવ્યા. તેનાથી પ્રેરાઈને જ વિકાસની બધી વ્યુહરચનાઓ ગોઠવવામાં ૧૫ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ આવી. એ દષ્ટિએ જોતાં તો એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના બધા જ , અવિકસિત ગણાતા દેશોમાં ઉપયોગી ચીજવસ્તુઓનો અસહ્ય અભાવ જણાયો. એટલે તે દૂર કરવાની જેહાદ ઉપાડાઈ. આનો એક માત્ર ઉપાય ગણાયો, ટેકનોલોજી. એ જ “પ્રગતિનું વાહન છે અને તેનાથી જ અચૂક વિકાસ સાધી શકાય. એટલે વધુ ને વધુ ટેકનોલોજી જોઈએ, આધુનિકમાં આધુનિક ટેકનોલોજી જોઈએ. તે સિવાય કોઈ આરોઉગારો નથી. ટુમેને આ બધા બિચારા પછાત રહી ગયેલા દેશોને વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહાય પૂરી પાડવાની વાત કરેલી ત્યારથી લઈને આજની બાયો-ટેકનિક અને સંદેશાવ્યવહારની ટેકનોલોજીની વાત સુધી આ જ માનસ કામ કરી રહ્યું છે. પરંતુ અત્યંત લોકપ્રિય થઈ પડેલા આ ટેકનોલોજીના સિદ્ધાંત પાછળ એક અત્યંત અનર્થકારી ભ્રમ કામ કરી રહ્યો છે. અને તે એ કે આધુનિક ટેકનોલોજી એ બીજું કાંઈ નહીં પણ ઓજારની બાબતમાં માણસે સાધેલી અભૂતપૂર્વ પ્રગતિ છે, કોઈ પણ ઓજારના જેવી જ આ ટેકનોલોજી પણ તદ્દન નિર્દોષ છે. જેમ કે હથોડી એક ઓજાર છે. તમારે વાપરવું હોય તો વાપરો, નહીં તો નહીં. પરંતુ વાપરશો તો નકરા હાથ વડે જેટલું કરી શકશો, તેના કરતાં હથોડીના ઉપયોગથી ઘણું વધારે કરી શકશો. હથોડી માણસની સેવા માટે તૈયાર જ છે. બસ, ટેકનોલોજીનું સ્વરૂપ પણ આવું જ છે. એ તો તમારી શક્તિ વધારી મૂકે છે. તેનાથી સારું કરવું કે ખરાબ કરવું, એ તમારા હાથની વાત છે. ટેકનોલોજી આવી નિર્દોષ અને નિરુપદ્રવકારી છે, એવી માન્યતા રૂઢ થઈ ગઈ છે. " પરંતુ આ બહુ મોટો ભ્રમ છે. વાસ્તવિકતા એ છે કે આધુનિક ટેકનોલોજી એકલી નથી આવતી, તે પોતાની સાથે સભ્યતાનું એક મોડેલ લઈને આવે છે, એક આખું માળખું લઈને આવે છે. ટ્રોજન હોર્સની જેમ એ તમારા કિલ્લામાં ઘૂસી જાય છે અને કિલ્લાની અંદરથી કબજો લઈ લે છે. ત્રીજા વિશ્વના બધા દેશો માટે આધુનિક ટેકનોલોજી આવી રીતે એમના સમાજમાં પેસી જઈને અંદરથી કબજો જમાવવાનું માધ્યમ બની. એક ઈલેકટ્રીક મિકસરનો દાખલો લો. બટન દાબો અને જોશબંધ ફરફર કરતું અને જરીક ધૂણતું એ તમને ઘડીક વારમાં ફળનો રસ કાઢી આપશે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ એક અદ્ભુત સાધન! નહીં ? ઉપર ટપકે લાગે છે તો એવું જ. પણ જરીક વાયર જુઓ અને દીવાલમાંનું પ્લગ જુઓ તો ખ્યાલમાં આવશે કે આ નાનકડું મિકસર આખરે તો રાષ્ટ્રવ્યાપી, અરે, જગતવ્યાપી માળખાનો એક ઘરગથ્થુ ભાગ છે. તેને માટે વીજળી જાઈએ, માઈલોના માઈલો સુધી લંબાયેલાં લોખંડનાં દોરડાં જોઈએ, વિદ્યુત મથકો જોઈએ, ત્યાં ટર્બાઈન ચલાવવા જળ-પ્રપાતો જોઈએ, તેને માટે બંધો જોઈએ અને આ બધું સુપેરે ચલાવવા ઈજનેરો ને આયોજનકારો ને નાણાંકીય નિષ્ણાતો વગેરે વગેરેની મોટી ફોજ જોઈએ. અને એ બધાને ઊભા કરવા પાછી યુનિવર્સિટીઓ જોઈએ ને વહીવટી તંત્રો જોઈએ ને ઔદ્યોગિક માળખું જોઈએ અને કદાચ આ બધું જાળવવા માટે લશ્કર પણ જોઈએ. એક નાનકડું મિકસર ચલાવવા આ બધું જોઈએ. તેના વિના એ ચાલી શકે નહીં અને ઘડીકવારમાં તમને રસ કાઢી આપી શકે નહીં. તાત્પર્ય કે એક મિકસર સાથે આ બધું જ જોડાયેલું છે. માણસ પ્લગમાં વાયર જોડીને બટન દાબે છે, ત્યારે તે માત્ર એક ઓજાર જ નથી વાપરતો. તે તો એક મસમોટા તંત્ર સાથે પોતાની જાતને જોડે છે. અને એ તંત્ર માણસના સમાજનું સ્વરૂપ નક્કી કરે છે. સામાન્ય ઓજાર વાપરવું અને આધુનિક ટેકનોલોજી વાપરવી, તે બે વચ્ચે આવો પાયાનો ફરક છે. આધુનિક ટેક્નોલોજી વાપરવી એટલે આપણા આખાયે સમાજની નવરચના કરવી. આધુનિક ટેકનોલોજી ઉપર ટપકે ભલે નિર્દોષ ને નિરુપદ્રવી લાગતી હોય, તે તમારા આખાયે જીવનને સ્પર્શે છે, નવો ઘાટ આપે છે. તે આપણને મદદરૂપ થાય છે અને આપણી મહેનત બચાવે છે, પણ સાથે તે આપણને પોતાના ઢાંચામાં ઢાળતી જાય છે. માણસ તે વાપરતો નથી, ટેકનોલોજી માણસને વાપરતી થઈ જાય છે. માણસ તેના હાથની કઠપૂતળી બની જાય છે. - આધુનિક ટેકનોલોજીએ ઊભું કરેલું કોઈ પણ સાધન માણસ માટે માત્ર હાથવાટકો બનીને રહી જતું નથી, એ તો માણસને એક નવી જ સંસ્કૃતિમાં ઢાળવાની અપાર શક્તિ ધરાવે છે. એ માણસનું માનસ ઘડે છે. જીવન પ્રત્યેનો અભિગમ ને જગત પ્રત્યેનું વલણ બદલાવી નાખે છે. એ તમારી ઊર્મિઓ અને લાગણીઓનેય પોતાનો સાંસ્કૃતિક ઓપ આપે છે. એ માત્ર ઓજાર નથી, જીવનદષ્ટિ છે. માણસના માનસ ઉપર એ એવી ઘીસીઓ પાડી દે છે, જેને ભૂંસવી અઘરી છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ - આધુનિક ટેકનોલોજી જરૂર તમને રોમાંચિત ને ઉત્તેજિત કરી મૂકે છે. તમે મોટરકારમાં બેઠા છો. જરીક પગ દાબો છો અને કાર પૂરપાટ દોડે છે. ડ્રાઈવર એની પોતાની શક્તિ કરતાં કાંઈ કેટલાયે ગણી વધારે શક્તિનો અનુભવ કરે છે. નાનકડી ક્રિયા અને તેનું પ્રચંડ પરિણામ. આ જે બેહિસાબ પરિણામ જોવા મળે છે, તે માણસને સત્તાનો ને સ્વતંત્રતાનો ઉલ્લાસિત કરી મૂકતો અનુભવ કરાવે છે. મોટરકાર હોય કે વિમાન હોય, ટેલિફોન હોય કે કૉપ્યુટર હોય, આધુનિક ટેકનોલોજી માણસને તેની દૈહિક તેમજ સ્થળ-કાળની મર્યાદાઓમાંથી મુક્ત કરવાની ક્ષમતા ધરાવે છે. આને લીધે માણસની આકાંક્ષાઓ અને અરમાનોને છુટ્ટો દોર મળ્યો છે. આ ટેકનોલોજિકલ સભ્યતાનો લાભ જેમને મળી રહ્યો છે, એટલા થોડાક માણસો પૂરતું જ આ મર્યાદિત રહેતું નથી, પરંતુ બાજુએ ઊભા રહીને આ આતશબાજી વિસ્ફારિત નજરે નિહાળી રહેલ બહુ મોટો જનસમૂહ આવાં અમર્યાદ અરમાનો સેવતો થઈ ગયો છે. ' તે આપણે જાદુના ખેલો જોઈએ છીએ. તેમાં જાત જાતની જાદુઈ કરામતો જોઈને દંગ થઈ જઈએ છીએ. દશ્ય ક્ષેત્ર અને અદશ્ય ક્ષેત્ર સેળભેળ થઈ ગયાં હોય છે. દશ્ય ક્ષેત્રની મામૂલી ક્રિયામાંથી અદશ્ય ક્ષેત્રનાં દંગ કરી મૂકતાં પરિણામો દેખાડાય છે. આવું જ કાંઈક આધુનિક ટેકનોલોજીની બાબતમાંયે બને છે, મોટરકારમાં તમે એકસીલરેટર ઉપર જરીક પગ દાબીને અદશ્ય ક્ષેત્રમાંની બેસુમાર શક્તિ હાથવગી કરી શકો છો. એકાએક ગતિની માની ન શકાય એટલી શક્તિ તમારા હાથમાં આવી જાય છે. તેની કાર્ય-કારણ શૃંખલા તો તમારા પ્રત્યક્ષ અનુભવની ક્ષિતિજની બહાર ક્યાંય અગોચરમાં રહે છે. તમે નજર સામે સ્ટેજ ઉપર જાદુઈ કરામતો જુઓ છો, પણ તેની પાછળ રહેલું ગંજાવર યંત્ર-તંત્ર તો તમારી નજર બહાર પરદા પાછળ જ રહી જાય છે. કાર્ય અને કારણ વચ્ચેનો આ વિચ્છેદ, ક્રિયા અને પરિણામ વચ્ચેની આ ખાઈ, ટેકનોલોજીની અવનવી કરામતો પાછળ રહેલા સમાજવ્યાપી માળખાની આ અદશ્યતા –આજે ટેકનોલોજી જાદુઈ ભૂરકી નાખીને, ખાસ કરીને ત્રીજા વિશ્વના દેશોમાં આટલા બધા માણસોને મંત્રમુગ્ધ કરી રહી છે, તેની પાછળનું મુખ્ય કારણ આ છે. મોટરકારની ગતિશક્તિ તેના ડ્રાઈવરને આજે ઉત્તેજિત કરી શકે છે, કારણ કે તેને માટે જોઈતા પ્રચંડ ખટાટોપ (ઔદ્યોગિક ૧૮ ' For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ માળખું, રસ્તાઓ, પાર્કિંગ માટેની જગ્યા, વગેરે) વિશે અથવા તેના પરિણામો (ઘોંઘાટ, પ્રદૂષણ, પૃથ્વીનું વધતું તાપમાન, વગેરે) વિશે તે બેખબર છે. ટેકનોલોજીની તાત્કાલિક ચમક-દમક માણસને આંજી નાખે છે. પરંતુ સમાજ આની કેટલી ભારે કીમત ચૂકવી રહ્યો છે, તેનો એને ખ્યાલ આવતો નથી. આનાં જે દુષ્પરિણામો આવે છે, ટેકનોલોજીને લીધે જે જાત જાતની સમસ્યાઓ ઊભી થાય છે, તેને પહોંચી વળવા પાછળ સમાજનાં બેસુમાર સમય-શકિત ખરચાય છે. પરંતુ આ બધું લોકોને દેખાતું નથી. તે અદશ્ય ક્ષેત્રમાં જ રહે છે. આમ, આજની ટેકનોલોજી પ્રધાન સભ્યતાનું આકર્ષણ અમુક દષ્ટિભ્રમ ઉપર, નજરબંદી ઉપર આધારિત છે. અને તેથી તેની કાળી બાજુ લોકોની નજરે ચઢતી નથી. ચાલીસ વરસનાવિકાસે આજે ભારે વિચિત્ર એવી પરસ્પર વિરોધી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. એક બાજુ, પ્રગતિનું વાહન ગણાતી એવી ટેકનોલોજીની જાદુઈ માયાજાળ લોકમાનસ ઉપર જબ્બર ભૂરકી નાખી છે. એટલે બહુ બધા દેશો આધુનિક ટેકનોલોજી માટે હવાતિયાં નાખી રહ્યા છે. તો બીજી બાજુ, આ કહેવાતી પ્રગતિમાં ભારે મોટો અંતરાય ઊભો થયો છે. આવી આધુનિક ટેકનોલોજી માટેનાં દુનિયા આખીનાં અરમાન ક્યારેય પૂરાં થઈ શકે તેમ નથી. દુનિયામાં એટલી સાધન-સંપત્તિ નથી. આને માટે જરૂરી એવું આખું ઔદ્યોગિક માળખું બધા દેશોમાં ઊભું થઈ શકે તેમ નથી. વળી, આટેકનોલોજીએ પર્યાવરણની ભયંકર કટોકટી ઊભી કરી દીધી છે, જેને લીધે માનવજાતિનું તેમજ પૃથ્વી રૂપી ગ્રહનું અસ્તિત્વ સુધ્ધાં જોખમમાં આવી પડ્યું છે. અરમાનો અને વાસ્તવિક્તા વચ્ચે આવો ભારે મોટો અંતરાય ઊભો થઈ ગયો છે. વિકાસ પામી રહેલા દેશોનું ભાવિ આવી પરસ્પર વિરોધી પરિસ્થિતિ વચ્ચે ભીંસાઈ રહ્યું છે. ૧૯ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ત્ર વિવિધતાનું ગળું રૂંઘતી આ સભ્યતા ! “જો હિંદુસ્તાન અંગ્રેજી પ્રજાની નકલ કરે, તો હિંદુસ્તાન પાયમાલ થઈ જાય.'' –જ્યારે પોતે હજી દક્ષિણ આફ્રિકા હતા, ત્યારે ઠેઠ ૧૯૦૯માં મોહનદાસ કરમચંદ ગાંધીએ પોતાની પાકી માન્યતા વ્યકત કરી હતી; અને ત્યાર બાદ ૪૦ વરસ સુધી સ્વરાજ્યની લડત દરમ્યાન એમની આ માન્યતા એવી ને એવી દૃઢ રહી હતી. લડત તો એ જીત્યા, પણ મૂળ હેતુ બર આવ્યો નહીં, જેવું સ્વરાજ્ય મળ્યું, તેવું જ હિંદુસ્તાન ગાંધીની માન્યતાથી સાવ વિરુદ્ધ દિશામાં ચાલ્યું. ગાંધી અંગ્રેજોને ભારતમાંથી કાઢવા માગતા હતા, કે જેથી ભારત વધુ ‘ભારતીય’ બની શકે. જ્યારે બીજી બાજુ નહેરુને મન તો સ્વરાજ્ય એટલે ભારતને વધુ ને વધુ ‘પશ્ચિમી ઢબે આધુનિક' બનાવી દેવાનો મોટો અવસર ! બંને નેતાઓનાં વલણ સાવ સામસામા છેડાનાં હતાં. છેલ્લે છેલ્લે લગભગ એક દાયકા સુધી બંને વચ્ચે ચાલેલો પત્રવ્યવહાર આ વાતને સાવ દીવા જેવી સ્પષ્ટ કરી દે છે. હત્યારાની ગોળીએ બંને વચ્ચેના વિવાદને જાહેરમાં આવતાં રોક્યો. આધુનિક સભ્યતાનાં યંત્રો, એન્જિનો, કારખાનાંઓ ગાંધીને મુદ્દલ આકર્ષી શક્યાં નહોતાં. કેમ કે એ જોઈ શક્યા હતા કે આ સભ્યતા સામે કોઈ કહેતાં કોઈ ઉમદા ધ્યેય છે જ નહીં. એ તો માત્ર પડી છે માણસને શારીરિક શ્રમ ઓછામાં ઓછો કરવો પડે અને ભૌતિક સુખસગવડ તેને વધુમાં વધુ મળી શકે, એવા એક માત્ર ધ્યેય પાછળ. ગાંધીને તો થાય કે માણસ જેવો માણસ કાંઈ આવી રીતે ભૌતિક સુખ-સગવડ પાછળ ખુવાર થઈ જાય ? આ કાંઈ ઉચ્ચ જીવનનો આધાર બની શકે ? અધિષ્ઠાન બની શકે ? તેના કરતાં તો ભારતીય સંસ્કૃતિએ હજારો વરસથી માણસ સામે વધુ ઉમદા આદર્શો નથી મૂક્યા ? ૨૦ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ તેને બદલે ગાંધીએ તો હિંદુ પરંપરા મુજબની આધ્યાત્મિક જીવનશૈલી ઉપર આધારિત સમાજરચના ઉપર ભાર મૂક્યો. એમના સ્વરાજ્યમાં અંગ્રેજ ઢબના ઉદ્યોગીકરણ માટે કોઈ સ્થાન નહોતું. એમણે ભારતનાં લાખો ગામડાંઓના પુનરુદ્ધારની વાત કરી. ભારતની ગ્રામસંસ્કૃતિનું નવસર્જન એ ગાંધીને મન ખરી પ્રગતિની નિશાની હતી. ઇંગ્લેન્ડમાં ઉદ્યોગીકરણ સાથે સંકળાયેલાં જે કેટલાંક મૂલ્યો ને માપદંડો રૂઢ થઈ ગયેલાં, તેનો તો સ્વતંત્ર ભારતે વિરોધ કરવાનો હતો. ભારતે તેની નકલ કરવાની નહોતી. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જણાય એટલી જ વસ્તુઓ એમની પાસેથી ભારતે સ્વીકારવાની હતી. પરંતુ નહેરુ સાવ જુદું માનતા. પશ્ચિમની સિદ્ધિઓથી તેઓ અંજાયેલા હતા. એટલે નવોદિત ભારત એ સિદ્ધિઓને જલદીમાં જલદી અનુસરવા લાગે એમ તેઓ ઈચ્છતા. એમને તો ઉતાવળ હતી કે પશ્ચિમની અર્થવ્યવસ્થાને આંબી ભારત ઝટ હરણફાળ ભરે. બહુ પહેલેથી જ એમને એમ લાગતું કે ગાંધીનું દર્શન તદ્દન અવાસ્તવિક' છે. મૂડીવાદનાં દૂષણો નહેરુ પણ કાઢવા માગતા હતા, પણ ઉત્પાદન-પદ્ધતિ વગેરેમાં તો તેની જ નકલ કરવા તેઓ તલપાપડ હતા. નહેરુ પોતે પણ પશ્ચિમી સભ્યતાની જેમ એવા ભ્રમમાં હતા કે આર્થિક વિકાસ જ મુખ્ય છે તથા અર્થતંત્રનું સમાજ ઉપર વર્ચસ્વ છે, સમાજનું અર્થતંત્ર ઉપર નહીં. પશ્ચિમી સભ્યતામાં અર્થતંત્રનાં આંધળાં પરિબળોની બોલબાલા રહી. આખો સમાજ બજારમાં પલટાઈ ગયો. બજારની હરીફાઈ સામે બીજું બધું ગૌણ બની ગયું. છેલ્લા ચાર-પાંચ દાયકાની અંદર ત્રીજા વિશ્વના દેશો પણ આ બજારુ અર્થતંત્રના સકંજામાં આવતા ગયા. સાદાઈને સંયમયુક્ત જીવનશૈલીની એમની પરંપરા તૂટતી ચાલી. જૂના માનવ-સંબંધો ગૌણ લેખાતા ગયા. સામૂહિક ભાવના ઓછી થતી ગઈ. સ્વાવલંબી અર્થવ્યવસ્થા ભૂંસાતી ગઈ. સમાજમાં સ્વ-નિર્ભર લોકોને બદલે પગારદાર નોકરો અને ગ્રાહકોની સંખ્યા જ બધે વધવા લાગી. વિકાસના નવા અર્થતંત્રમાં તેઓ જ વધારે બંધબેસતા થઈ શકે તેમ હતા. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધના દેશોની માફક દક્ષિણ ગોળાર્ધના દેશો ઉપર પણ બજારુ અર્થતંત્રનું મોજું હવે ફરી વળ્યું છે. ઈતિહાસે ભારે મોટો કૂદકો માર્યો છે. અને તેમ છતાં એ વસ્તુ વધુ ને વધુ સ્પષ્ટ થતી જાય છે કે આપણા ૨૧ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ બધા ઉપર આપત્તિનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. આજે અર્થતંત્રે છેવટે જ્યારે દુનિયા આખી ઉપર પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરી દીધું છે, ત્યારે જ દુનિયામાં ચારે કોર સામાજિક અરાજકતા અને પર્યાવરણીય વિનાશની સ્થિતિ પણ માઝા , મૂકી રહી છે. સમાજમાં અન્ય મૂલ્યો અને માપદંડો કરતાં માત્ર અર્થતંત્રનાં પરિબળોની જ બોલબાલા સ્વીકારી લેવાથી શું પરિણામ આવે, તેનું બિહામણું ચિત્ર હવે આપણી આંખ સામે છતું થઈ રહ્યું છે. માનવ-સમાજો ભારે કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. તેઓ આ રાક્ષસનું શરણું સ્વીકારી શકે તેમ નથી, તેમ છતાં તેના સકંજામાંથીયે છૂટી શકતા નથી. ખરું જોતાં, આ બજારું અર્થતંત્રે દુનિયા આખી ઉપર પોતાનું વર્ચસ્વ જમાવતાં-જમાવતાં પોતાના વિકલ્પોને કચડી નાખ્યા છે. આવી વિઘાતક અર્થવ્યવસ્થાને બદલે માણસ માટે તેમજ કુદરત માટે વિનાશક ન હોય એવી અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓને આ બજારુ અર્થતંત્રના રાક્ષસે અધમૂઈ કરી નાખી છે. - અકરાંતિયાપણું અને સંઘરાખોરીની વિઘાતક વૃત્તિ-પ્રવૃત્તિના કેદી બન્યા વિના માણસો કઈ રીતે સંસ્કારી ને મનોહર જીવન જીવી શકે, તે આપણે શોધવાનું છે. તે માટે પોષક એવી નવી અર્થવ્યવસ્થાઓ આપણે ઊભી કરવાની છે. આ ઐતિહાસિક પડકારને પહોંચી વળવાની સર્જનાત્મક શક્તિ કદાચ ત્રીજા વિશ્વના દેશોમાં વિશેષ છે. બીજું કાંઈ નહીં તોયે આ દેશોમાં હજી એવા ઘણા લોકો મળી રહે છે, જેઓ આજના કરતાં ભિન્ન એવી જીવનશૈલીને યાદ કરે છે, જેમાં પૈસો જ સર્વસ્વ નહોતો. ૨૨ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ * ૫ વિશ્વબજાર કે સંસ્કૃતિનું સંગમતીર્થ આજની પશ્ચિમી સભ્યતાએ વિવિધતાનું ગળું ઘૂંટી નાખ્યું છે. દુનિયા આખીમાં એક જ સભ્યતા જોઈએ, અને તે પશ્ચિમી સભ્યતા, કેમ કે તે સર્વશ્રેષ્ઠ છે. તેમાંથી ભિન્ન જે કાંઈ છે તે અસંસ્કારી છે, અવિકસિત છે, દુનિયાની એકતા માટે જોખમરૂપ છે. તે બધાનો ‘વિકાસ’ કરીને દુનિયામાં બધે પશ્ચિમી સભ્યતાની આણ ફેલાવવી છે. એટલે કે દુનિયાની એકતા સાધવી એટલે દુનિયાનું પશ્ચિમીકરણ કરી નાખવું, બધી જ વિવિધતાને ભૂંસી નાખી ચારે કોર પશ્ચિમી સભ્યતા ફેલાવી દેવી. દુનિયામાં તો કેટલી બધી વિવિધતા છે ! કહે છે કે આ પૃથ્વી પર અત્યારે ૫૧૦૦ બોલી બોલાય છે. તેમાંની ૯૯ ટકા એશિયા, આફ્રિકા, પેસિફિક ને અમેરિકામાં ઉદ્દભવી છે. એક ટકો બોલીઓ જ યુરોપમાં છે. નાઈજીરિયામાં ગણતરી કરી તો ૪૦૦ બોલીઓ છે અને ભારતમાં ૧૬૮ર બોલીઓ ચલણમાં છે. મધ્ય અમેરિકામાં ર૬૦ બોલીઓ છે. બોલીઓની આ વિવિધતા સંસ્કૃતિઓની વિવિધતા સૂચવે છે. ભિન્ન ભિન્ન આહાર-વિહાર, ભિન્ન ભિન્ન રીતરિવાજ, ભિન્ન .ભિન્ન જીવનશૈલી. જેમ બોલીઓ ભૂંસાતી જાય છે તેમ સંસ્કૃતિઓની વિવિધતા પણ ભૂંસાતી જાય છે. પશ્ચિમી સભ્યતા દુનિયા આખીમાં પોતાની સંસ્કૃતિ ફેલાવી દેવા માગે છે. આજે આપણને કદાચ નવાઈ લાગે, પણ યુનોના સ્થાપકો તેમજ વિકાસની નીતિના ઘડવૈયાઓ, એમ માનીને ચાલેલા કે બજારનું જાગતીકરણ થઈ જશે તેનાથી વિશ્વશાંતિની ખાતરી મળશે. પછી હિંસાને બદલે વેપાર-વ્યવહારની ભાવના ચારેકોર ફેલાશે, દારૂગોળાની વિનાશક શક્તિને બદલે ઉત્પાદક શક્તિની બોલબાલા થશે. શસ્ત્રાસ્ત્રની હરીફાઈને બદલે બધાં રાષ્ટ્રો બજારની શાંત હરીફાઈમાં ૨૩ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પડશે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ-વ્યવસ્થાની કલ્પના એક વિશ્વ બજાર રૂપે કરવામાં આવેલી. - આને ભોળપણ કહો, ભ્રમકહો કે છેતરામણી કહો. મૂડીવાદને સામ્રાજ્યવાદ - જાણે દુનિયામાં ક્યારેય આવ્યો જ નહોતો ! જો કે યુરોપના સહિયારા બજારે આ તર્કને કાંઈક અંશે સાચો પાડ્યો છે, તેની ના કહી શકાય તેમ નથી. યુદ્ધ કરીને વિદેશી ભૂમિ ઉપર કબજો મેળવવા કરતાં નફાખોરીથી પ્રેરાઈને વિદેશી બજાર કબજે કરવાનું વલણ આજે દેખાય છે. અને તેમ છતાં બહુરાષ્ટ્રીય કંપનીઓ અને જાગતિક બેન્કોના આ જમાનામાં આપણે શું વિશ્વશાંતિ તરફ ડગ માંડી રહ્યા છીએ ? વિશ્વ બજાર તરફ એક વાર રાજકીય તાનાશાહીમાંથી છૂટવાના એક ઉપાય તરીકે જોવાતું. આજે વિશ્વ બજાર પોતે એક જબરો તાનાશાહ બની બેઠું છે, જેની આણ હેઠળ ગરીબ ને તવંગર બંને રાષ્ટ્રો ધ્રુજી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે પાછળ પડી જઈશું તો ફેંકાઈ જઈશું, એવા ભય હેઠળ બધા જીવી રહ્યા છે. બજારની ગળાકાપ હરીફાઈમાં બધા પડ્યા છે. તેને લીધે ગરીબ રાષ્ટ્રો પોતે જ પોતાનું શોષણ વધારી રહ્યાં છે. પોતાની નિકાસ વધારવા તેઓ પોતાનું બધું જ આ હરીફાઈમાં હોમી રહ્યાં છે. ઔદ્યોગિક દેશો પણ વેડફાટભર્યા ઉપભોગને પોષતી વધુ ને વધુ ઉત્પાદન કરતા જવાની વિઘાતક ઘેલછાના શિકાર બનેલા છે. બધા જ એક એવી જાળમાં ફસાઈ ગયા છે, કોઈ છુટકારો દેખાતો નથી. આમાં કોણ સ્વતંત્ર છે ? કોણ સ્વાયત્ત છે ? કોણ પોતાનો સ્વતંત્ર નિર્ણય કરી શકે તેમ છે ? કોણ પોતાની આગવી રીતે જીવી શકે તેમ છે ? દરેકનો નિર્ણય અન્યોના નિર્ણય ઉપર આધારિત છે. બજાર કબજે કરવા સામેવાળો જે પગલાં ભરે તેના પ્રત્યાઘાત રૂપે જ તમારે પણ પગલાં ભરવાં પડે છે. તમે તમારી આગવી કોઈ સર્જનાત્મક જીવનશૈલી સાચવી શકો નહીં. ઘર આંગણે તેની ગમે તેટલી અછત હોય છતાં તમે તમારી ખેતપેદાશોની નિકાસર્યા વિના રહી શકો નહીં. વધારે ને વધારે ઊંચી ટેકનોલોજીની ઘોડદોડમાંથી તમે બાકાત રહી શકો નહીં. પોતે પોતાની મરજી મુજબ પોતાનું ભાવિ ઘડી શકે એવો એક પણ દેશ આજે દુનિયામાં ભાગ્યે જ શોધ્યો જડશે. અમેરિકા ભારતની સરખામણીમાં ૨૪. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ જરૂર વધારે સ્વતંત્રતા અનુભવી શકે છે. અને તેમ છતાં તે પણ જાપાન તરફથી હરીફાઈનું બેસુમાર દબાણ અનુભવી રહ્યું છે. આ હરીફાઈમાં શું જીતનાર કે શું હારનાર, બંને માટે વિશ્વ બજારની ભીંસ ધૃતરાષ્ટ્રની ભીંસ સમાન બની રહી છે. વિશ્વ એકતાનું સ્વરૂપ આજે ભાવાત્મકને બદલે અભાવાત્મક વિશેષ જણાય છે. વિશ્વબંધુત્વની કે વિશ્વનીડમની ભાવનાથી બધા નિકટ આવી રહ્યા હોય, એમ ઝાઝું દેખાતું નથી. તેને બદલે નિરુપાયે બધાએ સાથે રહેવું પડે છે, માત્ર પોતાના વિશે જ નહીં, આખી દુનિયા વિશે વિચારવું પડે છે. તેમ કર્યા વિના છૂટકો નથી, કેમ કે બધાનાં હિત એકબીજા સાથે ગૂંથાઈ ગયાં છે. આ પૃથ્વી પરની ભૌતિક સાધનસંપત્તિ અમર્યાદ નથી. એટલે બધાએ સાથે મળીને વિવેકપૂર્વક તેનો ઉપયોગ કરવાનો છે, પર્યાવરણીય સમસ્યાઓનાયે જાગતિક ઉપાય જ કરવા પડે તેમ છે. ઈચ્છીએ કે ન ઈચ્છીએ, બધા એક જ જહાજમાં ભેળા થઈ ગયા છીએ. તરીશું તો સાથે તરીશું, ડૂબીશું તો સાથે ડૂબીશું. પશ્ચિમની સભ્યતાએ માનવજાતિને આજે આવી સ્થિતિમાં લાવી મૂકી છે. વિવિધતામાં એકતા સાધવાને બદલે અથવા સર્જનાત્મક જીવનશૈલીઓનું વૈવિધ્ય જાળવીને તેમની વચ્ચે એકરાગિતા સાધવાને બદલે દુનિયા આખીને એક સાથે બાંધી રાખવા માટે તેનું પશ્ચિમીકરણ કરી નાખવાની હુંફાદ એ હિમાલય જેવડી મોટી ભૂલ હતી. પરિણામે એકત્વનો આશીર્વાદ યંત્રવત્ બીબાંઢાળિતાના ખતરામાં પલટાઈ ગયો. માનવજાતિનું એકત્વ ઘણા વધારે ભાવાત્મક હેતુઓ પર રચાવું જોઈએ. આપણું “એક વિશ્વ' અનેકવિધ સંસ્કૃતિઓના સંગમતીર્થ સમું બની રહેવું જોઈએ. તેને બદલે આજનું વિશ્વબજાર તેને સાવ ઊલટી દિશામાં પશ્ચિમી સભ્યતાના વિઘાતક ઢાંચામાં ઘસડી જઈ રહ્યું છે. " - ૨૫ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ s વિકાસનું ઉઠમણું હિરેલીટસ નામનો એક ફિલસૂફ થઈ ગયો. પશ્ચિમના દેશોમાં તેનાં જે - તે કેટલાંક ઉદ્ધરણો અવારનવાર વપરાય છે, તેમાંનાં બે ઉદ્ધરણો જોઈએ. હિરેકલીટસે આ દુનિયામાં નિત્ય કશું નથી, બધું આવે છે ને જાય છે, એમ દર્શાવવા કહ્યું : “All things flow –nothing abides” (બધું જ પ્રવાહી છે, વહેતું રહે છે, કશું ટકતું નથી, કાયમ રહેતું નથી). તેમ છતાં ઈતિહાસ હમેશાં મંદ મંદ અને શાંતિથી વહેતો રહેતો નથી, પણ ક્યારેક ઘોડાપૂરની જેમ એકાએક ઊછળતો આગળ વધી જાય છે. આપણા અસ્તિત્વનું આ તથ્ય પણ ઉજાગર કરી દેવા હિરેક્લીટસે બીજું સૂત્ર આપ્યું : “War is the mother for all things” (યુદ્ધ બધી વસ્તુઓની જનની છે). અહીં યુદ્ધ એટલે માત્ર સશસ્ત્ર લડાઈ જ અભિપ્રેત નહોતી, પણ બે વિરોધો વચ્ચેનો સંઘર્ષ અભિપ્રેત હતો, અને સામાન્ય રીતે એવા સંઘર્ષમાંથી નવું નવું જન્મતું હોય છે, એમ તેને કહેવું હતું. પરંતુ સાથે સાથે લોકો સામાન્ય રીતે આમાંથી જે અર્થ કાઢે છે, તેમાંયે ઘણું તથ્ય છે કે યુદ્ધ ઘણી વાર ઈતિહાસને એકદમ ઝડપથી આગળ વધારી દે છે, ઘટનાઓને તેની પરાકાષ્ઠાએ પહોંચાડી દે છે અને તમારી સામે સાવ નવો દષ્ટિકોણ ખોલી આપે છે તેમજ વસ્તુને સાવ નવા પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. મને એમ લાગે છે કે કુવૈતના સંદર્ભમાં ખેલાઈ ગયેલા છેલ્લા પાડી યુદ્ધ એક યુગ ઉપર પડદો પાડી દીધો છે. એ યુગ પૂરો થયો, કે જેમાં ઔદ્યોગિક દષ્ટિએ વિકાસ પામેલા ઉત્તર ગોળાર્ધના દેશો અને દક્ષિણ ગોળાર્ધના દેશો વચ્ચેનો સંબંધ “વિકાસના સંદર્ભમાં વિચારી શકાતો હતો. તેની જગ્યાએ એક બીજા ૨ ૬ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ નવા યુગનો આરંભ થઈ રહ્યો છે, જેમાં આ દક્ષિણ ગોળાર્ધના દેશો સાથે ઉત્તરનો સંબંધ મુખ્યત્વે ‘સલામતી’ની દૃષ્ટિએ જ વિચારાશે. ખાડી યુદ્ધે એક મહત્ત્વની વાસ્તવિકતા દીવા જેવી સ્પષ્ટ કરી દીધી છે : અતિ ધનવાન દેશો અને અન્ય દેશો વચ્ચે ટેકનોલોજીની દૃષ્ટિએ એક ભયંકર મોટી ખાઈ પડી ગઈ છે, જે બંનેને સાવ બે જુદી જુદી દુનિયામાં વહેંચી નાખે છે. જુઓ, આ બીભત્સ આંકડાઓ શું કહી જાય છે ?— આ ખાડી યુદ્ધમાં એક બાજુ માત્ર ૧૧૫ અમેરિકન સૈનિકો મરાયા, જ્યારે બીજી બાજુ એક લાખ ઈરાકીઓનો ખાતમો બોલાવી દેવાયો. એટલે કે એક સામે હજારનું પ્રમાણ આવ્યું. માત્ર એક અમેરિકન મરાયો, તેની સામે હજાર ઇરાકી મરાયા. - આ અભૂતપૂર્વ છે. અગાઉના કોઈ યુદ્ધમાં આવું કદી બન્યું નથી. ઇરાકે અમાનુષી પ્રયાસ કરીને પોતાને પગથી માથા સુધી શસ્ત્રાસ્ત્રોથી સુસજ્જ કરેલું. તેમ છતાં તે કાંઈ ન કરી શક્યું. તેના લશ્કરનો ઘાણ નીકળી ગયો, કારણ કે ટેક્નોલોજીની દૃષ્ટિએ ઇરાક હજી સીત્તેરના દાયકાના સ્તરે હતું. સદ્દામ હુસેનની હાર ગમે તેટલી ઇચ્છવા યોગ્ય હતી, તેમ છતાં આ હાર વિકસિત દેશો કેટલા બધા આ દિશામાં ઝડપથી આગળ વધી ગયા છે અને ત્રીજા વિશ્વના દેશો કેટલા બધા શક્તિહીન અને અસહાય છે તેની પ્રતીક છે. આજે હવે એક ન ગમે તેવી વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધા વિના છૂટકો નથી. દુનિયાના બધા દેશો એક જ માર્ગ ઉપર કૂચ કરી રહ્યા છે, એમ માનીને ચાલવું એ બીજા વિશ્વ યુદ્ધથી આજ સુધી આપણે સેવેલ એક મૃગજળવત્ ભ્રાંતિ હતી. આ એક આર્થિક હરીફાઈ છે, જેમાં કોઈ થોડું આગળ છે અને કોઈ થોડું પાછળ –એમ આજે હવે કહી શકાય તેમ નથી. આજે વાસ્તવિકતા એ છે કે ઉત્તર ગોળાર્ધના દેશોના આંતરરાષ્ટ્રીય મહા-અર્થતંત્ર અને દક્ષિણ ગોળાર્ધના દેશોના રાંક અર્થતંત્ર વચ્ચે આસમાન જમીનનું અંતર પડી ગયું છે. એ દિવસો હવે જતા રહ્યા, જ્યારે ઉત્તરના દેશો દક્ષિણના દેશોના કાચા માલ, ખેતી-વિષયક પેદાશો અને સસ્તી મજૂરી ઉપર નિર્ભર હતા. ટેકનોલોજીની દૃષ્ટિએ આગળ વધેલું અર્થતંત્ર આ બધાના વિકલ્પો તો બહુ સહેલાઈથી મેળવી શકે તેમ છે. એટલે ઉત્તરને હવે દક્ષિણની જરૂર નથી. ઉત્તરના આ વિકસિત ઔદ્યોગિક દેશો બાકીની દુનિયાની કશી સાડાબારી રાખ્યા વિના પોતાની જાહોજલાલી ભોગવી શકે તેમ છે. દુનિયા હવે મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચે વહેંચાયેલી ૨૭ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ નથી. એલ્વિન ટોફલર કહે છે તેમ હવે તો એક બાજુ અતિ ઝડપી અર્થતંત્રો છે અને બીજી બાજુ અતિ મંદ અર્થતંત્રો. ખાડી યુદ્ધ એમ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે “વિકાસના માર્ગે કોઈક થોડું આગળ અને કોઈક થોડું પાછળ –માત્ર એ રીતે જ દુનિયા આજે વહેંચાયેલી નથી. દુનિયા તો આજના તબક્કે વહેચાયેલી છે, વૈશ્વિક સ્તરની રંગભેદની નીતિથી. - પ્રમુખ ટુમેને જ્યારે વિકાસની ઝુંબેશ શરૂ કરી ત્યારે અભિગમ એ હતો , કે ત્રીજા વિશ્વના સમાજ ગરીબ જરૂર છે પણ તેમનામાં વિકાસની ભારે ગુંજાશ છે. તેઓ હજી તરુણ' છે અને એમનો હજી “ઉઘાડ થઈ રહ્યો છે.' તેમનું ભાવિ તો ઘણું ઉજજવળ છે. વિકાસના મૂળ વિચારમાં જ આવો આશાવાદ અભિપ્રેત હતો. પરંતુ આ આશાવાદ આજે ધૂળધાણી થઈ ગયો છે. આજે હવે કોઈ ઉજજવળ ભાવિની વાત કરતું નથી. ભાવિ તો હવે બિહામણું ભાસે છે, અને દક્ષિણ ગોળાર્ધ હવે જાતજાતની કટોકટીનું ઉદ્ભવસ્થાન બની રહેશે એવી આશંકા સેવાય છે. રંગભેદની દૃષ્ટિએ વિભાજિત દુનિયામાં દક્ષિણ ગોળાર્ધના દેશો તરફ આશાની નહીં, અવિશ્વાસ અને શંકાની નજરે જોવાય છે. આજે એમને સહાય કરવાની છે, તે પણ ત્યાંની વિસ્ફોટક પરિસ્થિતિને અંકુશમાં રાખવા પૂરતી જ. ત્રીજા વિશ્વના દેશો હવે જોખમભર્યો વિસ્તાર છે. છાપાં અને ટેલિવિઝન રોજે રોજ કહી રહ્યાં છે કે અહીં જોખમો જ જોખમો છે : હિંસા ભડકી રહી છે, માઠ્યિાની બોલબાલા છે, રોગચાળો ફાટી નીકળે છે, જમીનો વેરાન રણમાં પલટાઈ રહી છે, વાદવિવાદો માઝા મૂકી રહ્યા છે અને ચારેકોર વસ્તી-વિસ્ફોટ થઈ રહ્યો છે. ઉત્તર ગોળાર્ધ પણ ખતરાથી ખાલી નથી. પરદેશીઓ આવીને અહીં કાયમ માટે વસી જાય છે, તેનો મોટો ખતરો છે. પૃથ્વીનું ઉષ્ણતામાન વધી રહ્યું છે. તેની ચિંતા છે. ડ્રગ-સેવન અને ડ્રગનો વેપાર તદ્દન નિરંકુશ બની રહ્યો છે. આતંકવાદ અમર્યાદપણે ફેલાઈ રહ્યો છે. બાકીની દુનિયાને એમણે અંધશ્રદ્ધામાં સબડતી માની, પછાત અને અસંસ્કારી માની અને હવે ગરીબ ને કંગાળ માની. આજે હવે બાકીની દુનિયાની આ ગરીબી ને કંગાલિયત જ એમને પોતાના વૈભવ માટે જોખમરૂપ જણાય છે. ૨૮ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ આવા સંજોગોમાં ‘વિકાસ’નો ખ્યાલ તેનો આશાજનક અર્થ ગુમાવતો જાય છે. ધીરેધીરે તેની જગ્યાએ ‘સલામતી'નો ખ્યાલ સ્થાન જમાવતો જાય છે —અલબત્ત, ઉત્તર ગોળાર્ધની દૃષ્ટિએ સલામતી. વિકાસના નામે ચાલતી એવી ઘણી યોજનાઓ જોવા મળે છે, જેમાં અમુક દેશને પ્રગતિને પંથે આગળ વધારવાને બદલે તેને કોઈ ને કોઈ કટોકટીમાંથી ઉગારી લેવાનો ખ્યાલ મુખ્ય હોય છે, અને તેટલાથી જ સંતોષ માની લેવો પડે છે. એક વખત એવો હતો કે પાછળ રહી ગયેલા દેશોએ ઉત્તર ગોળાર્ધના ઔદ્યોગિક દેશોને ‘આંબી જવાના છે' –એવી વાત મુખ્ય હતી. આજે કયાંક સંકટથી ઘેરાઈ ન જવાય, એ વસ્તુ જ નજર સામે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા-વિચારણાનો વિષય જ હવે બદલાઈ રહ્યો છે. અગાઉ જાગતિક પરિષદોમાં એ બાબતની ચર્ચા મુખ્ય રહેતી કે દુનિયાની આર્થિક વૃદ્ધિમાં દક્ષિણ ગોળાર્ધના દેશોનેયે કઈ રીતે વધુ ને વધુ સામેલ કરી શકાય. આજે જાગતિક પરિષદોનો મુખ્ય વિષય એ છે કે આવી વૃદ્ધિના અતિરેકને અંકુશમાં શી રીતે રાખી શકાય. સરકારો બધી ચિંતિત છે કે બાયોસ્ફિયરને થતી હાનિ કેમ રોકવી, સાગરોનું થતું પ્રદૂષણ કેમ અટકાવવું, ઓઝોન પટમાં પડેલ ગાબડું કેમ પૂરવું, પૃથ્વીનું વધી રહેલ તાપમાન કેમ ઘટાડવું. આજે ચારેકોર પુછાઈ એ રહ્યું છે કે વાતાવરણમાં છોડાતા કાર્બન ડાયોકસાઈડ અને કાર્બન મોનોકસાઈડનું પ્રમાણ ઘટાડી શકાય તેમ છે કે નહીં, અને કેટલા સમયમાં ? ઊભી થયેલ પર્યાવરણીય સમસ્યાઓથી થતા નુકસાન માટે કોણ કેટલું વળતર માગી શકે ? આંતરરાષ્ટ્રીય વાટાઘાટો આજે સંપત્તિની વહેંચણીને બદલે જોખમોની વહેંચણી ઉપર કેન્દ્રિત થઈ છે. આને લીધે ઉત્તરના દેશોની ભૂમિકામાંયે ફરક પડી ગયો છે. ટ્રુમેનને ગૌરવ હતું કે અમેરિકા સગીર ગણાય એવી પ્રજાઓના વાલી બનીને સામ્રાજ્યવાદની દષ્ટિએ પોતાનું પ્રભુત્વ સ્થાપવાને બદલે દુનિયા આખીની સમૃદ્ધિ સાધવા મથશે. આ હેતુથી જ ‘સહાય’ અને ‘સહયોગ’ માટેની વિશ્વ સંસ્થાઓ ઊભી કરવામાં આવેલી. પરંતુ આજના જાગતિક રંગભેદના વાતાવરણમાં હવે આમાંનું ભાગ્યે જ કશું બચ્યું છે. આજે ઉત્તરના દેશોને ચિંતા પોતાની સલામતીની પેઠી છે. દક્ષિણના દેશોનું પતન થાય તેની અસર પોતાને ન પહોંચે એવું કરવા તેઓ ૨૯ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ મથી રહ્યા છે. અત્યાર પછી ઉત્તર ગોળાર્ધના અતિ વિકસિત દેશો એવો દાવો કરતા રહેવાના કે જાગતિક વ્યવસ્થા પડી ન ભાંગે તે જોવાની અમારી ફરજ છે, એટલે બધો દોર અમારા હાથમાં રહેવો જોઈએ. વિશ્વ પોલીસ’ અને ‘જાગતિક સલામતી દળ'ની વાતો હવે હવામાં છે. આ સલામતી દળમાં ઘણાં રાષ્ટ્રોના સૈનિકો હશે. તે દળ યુરોપી સંઘ, નાટો, યુનો કે બીજા ગમે તેના નેજા હેઠળ કામ કરે. આમાં મુખ્ય વાત એ છે કે હવે ઉત્તરના દેશોના હાથમાં એક લશ્કરી માધ્યમ પણ આવશે અને તેની મારફત નાના અને મધ્યમ સ્તરનાં યુદ્ધો મુખ્યત્વે દક્ષિણ ગોળાર્ધના દેશોની ભૂમિ ઉપર લડાશે. આ બધું ઉત્તરના દેશોના સ્વ-રક્ષણ અને સ્વ-સલામતીના નામે કરવામાં આવશે. અલબત્ત, ક્યાંક કુદરતી આફત આવી પડી તો લોકોને બચાવવા બાંગ્લાદેશમાં અને કુર્દિસ્તાનમાં પણ આ લશ્કરી દળોને મોકલાશે. ઈકોલોજીની દષ્ટિએ કયાંક આત ઊભી થઈ તોયે આ દળો હરિત ટોળાંઓ સાથે કામે લાગી જશે. લોકો આજથી જાગતિક સ્તરની પર્યાવરણીય કટોકટી' અને ઈકોલોજી વિષયક સલામતીની. ભાષામાં વાત કરતા થઈ ગયા છે. “ઈકોલોજી એક વાર લોકોનાં મનમાં નવાં મૂલ્યો પ્રેરવા માટેનો મંત્ર બનેલો, તે આજે સલામતી માટેની એક સમસ્યા રૂપ બની રહ્યો છે. દૂર-દૂરના દેશો ઉપર નજર રાખવા ખાસ ઉપગ્રહો છોડવામાં આવે છે. ખરું કહીએ તો તે પર્યાવરણીય જાસૂસો છે. વૈશ્વિક સલામતીના નામે આજે ગમે તે પગલાને યોગ્ય ઠેરવી શકાય તેમ છે –જેમ કે બગદાદના સરમુખત્યારને જેર કરવા આખી દુનિયાના સમાજને એકમત કરી દેવાયા હતા. ધનવાન દેશો ગમે તેવા સંકટકાળમાં તત્કાળ પગલું ભરી શકાય તે માટે પોતાનાં રાજદ્વારી, દાન-સહાય રૂપે પરોપકારી તેમજ લશ્કરી સાધનો વધારતા જાય છે. ક્યાંય જોખમ ઊભું થયું કે તરત ડામી શકાય. પરંતુ જ્યાં ન્યાય નથી, ત્યાં શાંતિ કદાપિ ન સંભવે. દુનિયા આખીનો ન્યાયપૂર્ણ સમતોલ વિકાસ થાય, એ વાત તો હવે સદંતર ભુલાઈ ગઈ છે. ત્યારે શાંતિ ક્યાંથી પ્રવર્તે ? આજે વિકાસ નહીં, સલામતી ધ્રુવતારક બની છે. આમાંયે સત્તાના ઘમંડની ગંધ આવે છે. વિકાસના ખ્યાલો આજે હવે ખંડિયેર રૂપ બની ગયા છે. ૩૦ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ માણસમાં જોજનવા ઊડે અધૂપ એવા માણસને કાઢવાને બહાર હોય કોઈ માઈના પૂત – પૂરાવિદ્ થાય તત્પર તૈયાર થાય તત્પર તૈયાર થાય તત્પર તૈયાર..... મોહેંજો દડો ને હડપ્પા સોંસરવી સદીઓમાં માણસનાં મૂળ સાગરનાં ઝળહળતાં મોતીને ઓજસથી સિંચાયાં માણસનાં કુળ આજ હવે પથ્થરના ઢેર નીચે કાળમિંઢ તાળામાં માણસનાં મૂલ • પડતા મેલીને બધા લેખ-શિલાલેખ અને પાળિયાના પથ્થર અસવાર માણસને કાઢવાને બહાર. આભ ઊંચા આવાસો-અવકાશે ફાળ બધે માણસની ગૂંથેલી જાળ પોતે પોતાને આજ એવો ભૂલ્યો કે નથી માણસને માણસની ભાળ હો...તોડો આ પહાડ અને ખોદો પાતાળ કરો પથ્થરના થરના ઉલાળ માણસને કાઢવાને બહાર....... માણસને આપો એનો પાછો ઈતિહાસ એના ધસમસતા હાસ એના લીલાછમ્મ શ્વાસ એના કોરા વિશ્વાસ એના આદિમ આવાસ એના હંસોની હાર એના આંસુ ચોધાર ' એના ચોખૂટ વિશ્વાસ............... માણસને કાઢવાને બહાર............ ૧૨........ •••••••• ૩૧ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ નારાયણ દેસાઈ યજ્ઞ પ્રકાશનનું વાંચવું ગમે તેવું સાહિત્ય સમકાલીન વિશ્વ પ્રવાહોનો પરિચય કરાવતાં પુસ્તકો શાણો સમાજ ઍરિક ફ્રોમ ૬૦ આશાની ક્રાંતિ એરિક ફોમ ભૂલ્યા ત્યાંથી ફરી ગણીએ ફિટજોફ કાપ્રા ત્રીજું મોજું એલવિન ટોફલર વિકાસનાં ખંડિયેરો વુલ્ફગાંગ ઝેક્સ ૧૦ જીવનનું સર્વાગી વિજ્ઞાન ઈ.એફ.શુમાખર ૨૫ સર્વોદય વિચારધારાને પરિપુષ્ટ કરતાં અન્ય પ્રકાશનો સર્વોદયના 100 વરસ કાન્તિ શાહ ૫૦૦ ‘હિંદ સ્વરાજ' : એક અધ્યયન કાન્તિ શાહ ૧૦૦ જિગરના ચીરા (હિંદના ભાગલા અને ગાંધીજી) ૧૨૦ સરદાર સરોવર:પ્રક્રિયા, પરિણામ, વિશ્લેષણ અને સૂચનો રજની દવે ૬૦ * વૈશ્વિકીકરણનાં વહેણ અને વમળ : મારી નજરે સં. ઉત્તમ પરમાર ૩૦૦ ચોથા વાંદરાનું ચિંતન રોહિત શુક્લ ૫૦ ચિંતનનો ચબૂતરો રોહિત શુક્લ ૧૬૦ આર્થિક વૃદ્ધિની ભ્રામક ભવ્યતા રોહિત શુક્લ ૪૦ વિરલ અર્થશાસ્ત્રી : ગાંધીજી ડૉ. ઉમા ચતુર્વેદી ૧૦૦ હિટલરની ચડતી અને પડતી યશવન્ત મહેતા દરિયા કિનારાના પ્રશ્નો પંક્તિ જોગ વસુંધરાનું વહેલું સંતાન ડૉo ભમગરા ગોકુળમાં ટહુક્યા મોર નંદિની જોશી આ પણ અમેરિકા છે, દોસ્તો ! બટુક વોરા ૫૦ વિનોબા-વાડ્મયી વિજ્ઞાન-અધ્યાત્મ ૫૦ વેદ : આધુનિક નજરે અહિંસાની ખોજ ૮૦ ઉપનિષદોનો અભ્યાસ ગાંધી : જેવા જોયા-જાણ્યા વિનોબાએ ૫૦ મહાગુહામાં પ્રવેશ લફંગા પૈસાનું અનર્થકારણ કુરાન-સાર સાહિત્ય ૪૦ ખ્રિસ્ત ધર્મ-સાર શિક્ષણ વિચાર ૪૦ સમણ સુi (જૈન-ધર્મસાર) સૂર્ય ઉપાસના ૨૫ ગીતા-પ્રવચનો સૃષ્ટિ સાથે માણસનો નાતો ૧૫ ભારતીય સંસ્કૃતિ ૧૫. ૧૫ ઉપરોક્ત તેમજ અન્ય સાહિત્ય માટે સંપર્ક યજ્ઞ પ્રકાશન, હિંગળાજ માતાની વાડી, હુજરાતપાગા, વડોદરા-૩૯૦ ૦૦૧. ફોન : ૦૨૬૫-૨૪૩૭૯૫૭ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ યા પ્રકાશનનું વિવિધ સાહિત્ય સર્વોદયનાં બO0 ચોગ્સ વાંદસૂર્ણ ચિંતtop | ગીતા - ઉપનિષદ - વિનેલા || નક્ષલવાદ અને સર્વોદય શ્રી અરવિંદનું અધ્યાત્મદર્શન માણlી અaો હંગાતો મૃત્યુદંડ- એક વિજ્ઞાન- અધ્યાય અને આવતીકાલનું ધિ બહ્માંડ દર્શન કે મા ચશવન્ત મહેતા volo ક્રિકો આશારિત ,ગીતો, ભજનો, ઉR ગીતો | વગેરેનો સંગ્રહ વસુંધરાનું વેઠેલું સંતાન, HિEયી ત્યાંથી ફરી ગણીઓ આપણા ઉમારો શ્રી પુરુષ દવેને gs $ $ $# # # રેરી T સ્મિણોનો મધપૂડો વિણેલા ફૂલ – (૪૦ ટૂંકી વાર્તા) ભાગ ૧ થી ૧૮: હરિશ્ચંદ્ર (વણેલાં ફૂલ ? વીણેલાં ફૂલ -૪ વીણેલાં ફૂલ -ty વીણેલાં ફૂલ -૧ર બ્રગેલાં ૧ - ૧૭ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ‘વિકાસ’ કહેતાં જ એક દોટની કલ્પના નજર સામે આવે છે. કેટલાક આગળ નીકળી ગયા છે, તેને આંબી જવાના છે. અમે પાછળ રહી ગયા છીએ, અમે અવિકસિત છીએ. કોઈને એવો ખ્યાલ નથી આવતો કે વિકાસનો આ માપદંડ જ ખોટો છે. જેને આ ઔદ્યોગિક દેશોએ વિકાસ માની લીધો છે, તેના કરતાં સાવ જુદી જીવનશૈલી પણ હોઈ શકે, અને તેથી પોતાના કપાળે “અવિકસિત'નું લેબલ લગાડી દેવાનો ઇન્કાર કરવાનો દરેક માણસને અધિકાર છે. અમે તમારી એ દોટમાં છીએ જ નહીં, તમે કોણ અમને ‘અવિકસિત’ ઠેરવી દેનારા ? ગાંધીએ આ જ કહ્યું. આ કહેવાતા વિકસિત દેશોમાંયે એવો અવાજ ઊઠવા લાગ્યો છે કે, આપણે સાવ ખોટી દિશામાં તો નથી દોડી રહ્યા ને ?' આ દોટ આપણને ઊંડી અતલ ગર્તામાં તો નથી ધકેલી રહી ને ? આજે હવે વિકાસની કલ્પના વેરણછેરણ થઈ ચૂકી છે. વિકાસને બદલે તેનાથી સાવ વિપરીત જ બનતું ચાલ્યું છે. ‘વિકાસ’ શબ્દ પોતાનો અર્થ ગુમાવી બેઠો છે. ‘વિકાસ’ આજે સાવ ખોખલો શબ્દ બની ગયો છે. ‘વિકાસ’ અંગેના ખ્યાલો આજે ખંડિયેર રૂપ બની ગયા છે. | 0 વુગાંડ ઝેકસ વિભ Dટે દસ રૂપિયાની Jain Ede આવરણ : રોહિત પટેલ લાલાજી જવું.