________________
મથી રહ્યા છે. અત્યાર પછી ઉત્તર ગોળાર્ધના અતિ વિકસિત દેશો એવો દાવો કરતા રહેવાના કે જાગતિક વ્યવસ્થા પડી ન ભાંગે તે જોવાની અમારી ફરજ છે, એટલે બધો દોર અમારા હાથમાં રહેવો જોઈએ.
વિશ્વ પોલીસ’ અને ‘જાગતિક સલામતી દળ'ની વાતો હવે હવામાં છે. આ સલામતી દળમાં ઘણાં રાષ્ટ્રોના સૈનિકો હશે. તે દળ યુરોપી સંઘ, નાટો, યુનો કે બીજા ગમે તેના નેજા હેઠળ કામ કરે. આમાં મુખ્ય વાત એ છે કે હવે ઉત્તરના દેશોના હાથમાં એક લશ્કરી માધ્યમ પણ આવશે અને તેની મારફત નાના અને મધ્યમ સ્તરનાં યુદ્ધો મુખ્યત્વે દક્ષિણ ગોળાર્ધના દેશોની ભૂમિ ઉપર લડાશે. આ બધું ઉત્તરના દેશોના સ્વ-રક્ષણ અને સ્વ-સલામતીના નામે કરવામાં આવશે.
અલબત્ત, ક્યાંક કુદરતી આફત આવી પડી તો લોકોને બચાવવા બાંગ્લાદેશમાં અને કુર્દિસ્તાનમાં પણ આ લશ્કરી દળોને મોકલાશે. ઈકોલોજીની દષ્ટિએ કયાંક આત ઊભી થઈ તોયે આ દળો હરિત ટોળાંઓ સાથે કામે લાગી જશે. લોકો આજથી જાગતિક સ્તરની પર્યાવરણીય કટોકટી' અને ઈકોલોજી વિષયક સલામતીની. ભાષામાં વાત કરતા થઈ ગયા છે. “ઈકોલોજી એક વાર લોકોનાં મનમાં નવાં મૂલ્યો પ્રેરવા માટેનો મંત્ર બનેલો, તે આજે સલામતી માટેની એક સમસ્યા રૂપ બની રહ્યો છે. દૂર-દૂરના દેશો ઉપર નજર રાખવા ખાસ ઉપગ્રહો છોડવામાં આવે છે. ખરું કહીએ તો તે પર્યાવરણીય જાસૂસો છે.
વૈશ્વિક સલામતીના નામે આજે ગમે તે પગલાને યોગ્ય ઠેરવી શકાય તેમ છે –જેમ કે બગદાદના સરમુખત્યારને જેર કરવા આખી દુનિયાના સમાજને એકમત કરી દેવાયા હતા. ધનવાન દેશો ગમે તેવા સંકટકાળમાં તત્કાળ પગલું ભરી શકાય તે માટે પોતાનાં રાજદ્વારી, દાન-સહાય રૂપે પરોપકારી તેમજ લશ્કરી સાધનો વધારતા જાય છે. ક્યાંય જોખમ ઊભું થયું કે તરત ડામી શકાય. પરંતુ
જ્યાં ન્યાય નથી, ત્યાં શાંતિ કદાપિ ન સંભવે. દુનિયા આખીનો ન્યાયપૂર્ણ સમતોલ વિકાસ થાય, એ વાત તો હવે સદંતર ભુલાઈ ગઈ છે. ત્યારે શાંતિ ક્યાંથી પ્રવર્તે ? આજે વિકાસ નહીં, સલામતી ધ્રુવતારક બની છે. આમાંયે સત્તાના ઘમંડની ગંધ આવે છે. વિકાસના ખ્યાલો આજે હવે ખંડિયેર રૂપ બની ગયા છે.
૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org