________________ ‘વિકાસ’ કહેતાં જ એક દોટની કલ્પના નજર સામે આવે છે. કેટલાક આગળ નીકળી ગયા છે, તેને આંબી જવાના છે. અમે પાછળ રહી ગયા છીએ, અમે અવિકસિત છીએ. કોઈને એવો ખ્યાલ નથી આવતો કે વિકાસનો આ માપદંડ જ ખોટો છે. જેને આ ઔદ્યોગિક દેશોએ વિકાસ માની લીધો છે, તેના કરતાં સાવ જુદી જીવનશૈલી પણ હોઈ શકે, અને તેથી પોતાના કપાળે “અવિકસિત'નું લેબલ લગાડી દેવાનો ઇન્કાર કરવાનો દરેક માણસને અધિકાર છે. અમે તમારી એ દોટમાં છીએ જ નહીં, તમે કોણ અમને ‘અવિકસિત’ ઠેરવી દેનારા ? ગાંધીએ આ જ કહ્યું. આ કહેવાતા વિકસિત દેશોમાંયે એવો અવાજ ઊઠવા લાગ્યો છે કે, આપણે સાવ ખોટી દિશામાં તો નથી દોડી રહ્યા ને ?' આ દોટ આપણને ઊંડી અતલ ગર્તામાં તો નથી ધકેલી રહી ને ? આજે હવે વિકાસની કલ્પના વેરણછેરણ થઈ ચૂકી છે. વિકાસને બદલે તેનાથી સાવ વિપરીત જ બનતું ચાલ્યું છે. ‘વિકાસ’ શબ્દ પોતાનો અર્થ ગુમાવી બેઠો છે. ‘વિકાસ’ આજે સાવ ખોખલો શબ્દ બની ગયો છે. ‘વિકાસ’ અંગેના ખ્યાલો આજે ખંડિયેર રૂપ બની ગયા છે. | 0 વુગાંડ ઝેકસ વિભ Dટે દસ રૂપિયાની Jain Ede આવરણ : રોહિત પટેલ લાલાજી જવું.