________________
જરૂર વધારે સ્વતંત્રતા અનુભવી શકે છે. અને તેમ છતાં તે પણ જાપાન તરફથી હરીફાઈનું બેસુમાર દબાણ અનુભવી રહ્યું છે. આ હરીફાઈમાં શું જીતનાર કે શું હારનાર, બંને માટે વિશ્વ બજારની ભીંસ ધૃતરાષ્ટ્રની ભીંસ સમાન બની રહી છે.
વિશ્વ એકતાનું સ્વરૂપ આજે ભાવાત્મકને બદલે અભાવાત્મક વિશેષ જણાય છે. વિશ્વબંધુત્વની કે વિશ્વનીડમની ભાવનાથી બધા નિકટ આવી રહ્યા હોય, એમ ઝાઝું દેખાતું નથી. તેને બદલે નિરુપાયે બધાએ સાથે રહેવું પડે છે, માત્ર પોતાના વિશે જ નહીં, આખી દુનિયા વિશે વિચારવું પડે છે. તેમ કર્યા વિના છૂટકો નથી, કેમ કે બધાનાં હિત એકબીજા સાથે ગૂંથાઈ ગયાં છે. આ પૃથ્વી પરની ભૌતિક સાધનસંપત્તિ અમર્યાદ નથી. એટલે બધાએ સાથે મળીને વિવેકપૂર્વક તેનો ઉપયોગ કરવાનો છે, પર્યાવરણીય સમસ્યાઓનાયે જાગતિક ઉપાય જ કરવા પડે તેમ છે. ઈચ્છીએ કે ન ઈચ્છીએ, બધા એક જ જહાજમાં ભેળા થઈ ગયા છીએ. તરીશું તો સાથે તરીશું, ડૂબીશું તો સાથે ડૂબીશું.
પશ્ચિમની સભ્યતાએ માનવજાતિને આજે આવી સ્થિતિમાં લાવી મૂકી છે. વિવિધતામાં એકતા સાધવાને બદલે અથવા સર્જનાત્મક જીવનશૈલીઓનું વૈવિધ્ય જાળવીને તેમની વચ્ચે એકરાગિતા સાધવાને બદલે દુનિયા આખીને એક સાથે બાંધી રાખવા માટે તેનું પશ્ચિમીકરણ કરી નાખવાની હુંફાદ એ હિમાલય જેવડી મોટી ભૂલ હતી. પરિણામે એકત્વનો આશીર્વાદ યંત્રવત્ બીબાંઢાળિતાના ખતરામાં પલટાઈ ગયો. માનવજાતિનું એકત્વ ઘણા વધારે ભાવાત્મક હેતુઓ પર રચાવું જોઈએ. આપણું “એક વિશ્વ' અનેકવિધ સંસ્કૃતિઓના સંગમતીર્થ સમું બની રહેવું જોઈએ. તેને બદલે આજનું વિશ્વબજાર તેને સાવ ઊલટી દિશામાં પશ્ચિમી સભ્યતાના વિઘાતક ઢાંચામાં ઘસડી જઈ રહ્યું છે. "
- ૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org