________________
બધા ઉપર આપત્તિનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. આજે અર્થતંત્રે છેવટે જ્યારે દુનિયા આખી ઉપર પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરી દીધું છે, ત્યારે જ દુનિયામાં ચારે કોર સામાજિક અરાજકતા અને પર્યાવરણીય વિનાશની સ્થિતિ પણ માઝા , મૂકી રહી છે.
સમાજમાં અન્ય મૂલ્યો અને માપદંડો કરતાં માત્ર અર્થતંત્રનાં પરિબળોની જ બોલબાલા સ્વીકારી લેવાથી શું પરિણામ આવે, તેનું બિહામણું ચિત્ર હવે આપણી આંખ સામે છતું થઈ રહ્યું છે. માનવ-સમાજો ભારે કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. તેઓ આ રાક્ષસનું શરણું સ્વીકારી શકે તેમ નથી, તેમ છતાં તેના સકંજામાંથીયે છૂટી શકતા નથી. ખરું જોતાં, આ બજારું અર્થતંત્રે દુનિયા આખી ઉપર પોતાનું વર્ચસ્વ જમાવતાં-જમાવતાં પોતાના વિકલ્પોને કચડી નાખ્યા છે. આવી વિઘાતક અર્થવ્યવસ્થાને બદલે માણસ માટે તેમજ કુદરત માટે વિનાશક ન હોય એવી અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓને આ બજારુ અર્થતંત્રના રાક્ષસે અધમૂઈ કરી નાખી છે. - અકરાંતિયાપણું અને સંઘરાખોરીની વિઘાતક વૃત્તિ-પ્રવૃત્તિના કેદી બન્યા વિના માણસો કઈ રીતે સંસ્કારી ને મનોહર જીવન જીવી શકે, તે આપણે શોધવાનું છે. તે માટે પોષક એવી નવી અર્થવ્યવસ્થાઓ આપણે ઊભી કરવાની છે. આ ઐતિહાસિક પડકારને પહોંચી વળવાની સર્જનાત્મક શક્તિ કદાચ ત્રીજા વિશ્વના દેશોમાં વિશેષ છે. બીજું કાંઈ નહીં તોયે આ દેશોમાં હજી એવા ઘણા લોકો મળી રહે છે, જેઓ આજના કરતાં ભિન્ન એવી જીવનશૈલીને યાદ કરે છે, જેમાં પૈસો જ સર્વસ્વ નહોતો.
૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org