Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ નથી. એલ્વિન ટોફલર કહે છે તેમ હવે તો એક બાજુ અતિ ઝડપી અર્થતંત્રો છે અને બીજી બાજુ અતિ મંદ અર્થતંત્રો. ખાડી યુદ્ધ એમ સ્પષ્ટ બતાવી આપ્યું છે કે “વિકાસના માર્ગે કોઈક થોડું આગળ અને કોઈક થોડું પાછળ –માત્ર એ રીતે જ દુનિયા આજે વહેંચાયેલી નથી. દુનિયા તો આજના તબક્કે વહેચાયેલી છે, વૈશ્વિક સ્તરની રંગભેદની નીતિથી. - પ્રમુખ ટુમેને જ્યારે વિકાસની ઝુંબેશ શરૂ કરી ત્યારે અભિગમ એ હતો , કે ત્રીજા વિશ્વના સમાજ ગરીબ જરૂર છે પણ તેમનામાં વિકાસની ભારે ગુંજાશ છે. તેઓ હજી તરુણ' છે અને એમનો હજી “ઉઘાડ થઈ રહ્યો છે.' તેમનું ભાવિ તો ઘણું ઉજજવળ છે. વિકાસના મૂળ વિચારમાં જ આવો આશાવાદ અભિપ્રેત હતો. પરંતુ આ આશાવાદ આજે ધૂળધાણી થઈ ગયો છે. આજે હવે કોઈ ઉજજવળ ભાવિની વાત કરતું નથી. ભાવિ તો હવે બિહામણું ભાસે છે, અને દક્ષિણ ગોળાર્ધ હવે જાતજાતની કટોકટીનું ઉદ્ભવસ્થાન બની રહેશે એવી આશંકા સેવાય છે. રંગભેદની દૃષ્ટિએ વિભાજિત દુનિયામાં દક્ષિણ ગોળાર્ધના દેશો તરફ આશાની નહીં, અવિશ્વાસ અને શંકાની નજરે જોવાય છે. આજે એમને સહાય કરવાની છે, તે પણ ત્યાંની વિસ્ફોટક પરિસ્થિતિને અંકુશમાં રાખવા પૂરતી જ. ત્રીજા વિશ્વના દેશો હવે જોખમભર્યો વિસ્તાર છે. છાપાં અને ટેલિવિઝન રોજે રોજ કહી રહ્યાં છે કે અહીં જોખમો જ જોખમો છે : હિંસા ભડકી રહી છે, માઠ્યિાની બોલબાલા છે, રોગચાળો ફાટી નીકળે છે, જમીનો વેરાન રણમાં પલટાઈ રહી છે, વાદવિવાદો માઝા મૂકી રહ્યા છે અને ચારેકોર વસ્તી-વિસ્ફોટ થઈ રહ્યો છે. ઉત્તર ગોળાર્ધ પણ ખતરાથી ખાલી નથી. પરદેશીઓ આવીને અહીં કાયમ માટે વસી જાય છે, તેનો મોટો ખતરો છે. પૃથ્વીનું ઉષ્ણતામાન વધી રહ્યું છે. તેની ચિંતા છે. ડ્રગ-સેવન અને ડ્રગનો વેપાર તદ્દન નિરંકુશ બની રહ્યો છે. આતંકવાદ અમર્યાદપણે ફેલાઈ રહ્યો છે. બાકીની દુનિયાને એમણે અંધશ્રદ્ધામાં સબડતી માની, પછાત અને અસંસ્કારી માની અને હવે ગરીબ ને કંગાળ માની. આજે હવે બાકીની દુનિયાની આ ગરીબી ને કંગાલિયત જ એમને પોતાના વૈભવ માટે જોખમરૂપ જણાય છે. ૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36