Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ - આધુનિક ટેકનોલોજી જરૂર તમને રોમાંચિત ને ઉત્તેજિત કરી મૂકે છે. તમે મોટરકારમાં બેઠા છો. જરીક પગ દાબો છો અને કાર પૂરપાટ દોડે છે. ડ્રાઈવર એની પોતાની શક્તિ કરતાં કાંઈ કેટલાયે ગણી વધારે શક્તિનો અનુભવ કરે છે. નાનકડી ક્રિયા અને તેનું પ્રચંડ પરિણામ. આ જે બેહિસાબ પરિણામ જોવા મળે છે, તે માણસને સત્તાનો ને સ્વતંત્રતાનો ઉલ્લાસિત કરી મૂકતો અનુભવ કરાવે છે. મોટરકાર હોય કે વિમાન હોય, ટેલિફોન હોય કે કૉપ્યુટર હોય, આધુનિક ટેકનોલોજી માણસને તેની દૈહિક તેમજ સ્થળ-કાળની મર્યાદાઓમાંથી મુક્ત કરવાની ક્ષમતા ધરાવે છે. આને લીધે માણસની આકાંક્ષાઓ અને અરમાનોને છુટ્ટો દોર મળ્યો છે. આ ટેકનોલોજિકલ સભ્યતાનો લાભ જેમને મળી રહ્યો છે, એટલા થોડાક માણસો પૂરતું જ આ મર્યાદિત રહેતું નથી, પરંતુ બાજુએ ઊભા રહીને આ આતશબાજી વિસ્ફારિત નજરે નિહાળી રહેલ બહુ મોટો જનસમૂહ આવાં અમર્યાદ અરમાનો સેવતો થઈ ગયો છે. ' તે આપણે જાદુના ખેલો જોઈએ છીએ. તેમાં જાત જાતની જાદુઈ કરામતો જોઈને દંગ થઈ જઈએ છીએ. દશ્ય ક્ષેત્ર અને અદશ્ય ક્ષેત્ર સેળભેળ થઈ ગયાં હોય છે. દશ્ય ક્ષેત્રની મામૂલી ક્રિયામાંથી અદશ્ય ક્ષેત્રનાં દંગ કરી મૂકતાં પરિણામો દેખાડાય છે. આવું જ કાંઈક આધુનિક ટેકનોલોજીની બાબતમાંયે બને છે, મોટરકારમાં તમે એકસીલરેટર ઉપર જરીક પગ દાબીને અદશ્ય ક્ષેત્રમાંની બેસુમાર શક્તિ હાથવગી કરી શકો છો. એકાએક ગતિની માની ન શકાય એટલી શક્તિ તમારા હાથમાં આવી જાય છે. તેની કાર્ય-કારણ શૃંખલા તો તમારા પ્રત્યક્ષ અનુભવની ક્ષિતિજની બહાર ક્યાંય અગોચરમાં રહે છે. તમે નજર સામે સ્ટેજ ઉપર જાદુઈ કરામતો જુઓ છો, પણ તેની પાછળ રહેલું ગંજાવર યંત્ર-તંત્ર તો તમારી નજર બહાર પરદા પાછળ જ રહી જાય છે. કાર્ય અને કારણ વચ્ચેનો આ વિચ્છેદ, ક્રિયા અને પરિણામ વચ્ચેની આ ખાઈ, ટેકનોલોજીની અવનવી કરામતો પાછળ રહેલા સમાજવ્યાપી માળખાની આ અદશ્યતા –આજે ટેકનોલોજી જાદુઈ ભૂરકી નાખીને, ખાસ કરીને ત્રીજા વિશ્વના દેશોમાં આટલા બધા માણસોને મંત્રમુગ્ધ કરી રહી છે, તેની પાછળનું મુખ્ય કારણ આ છે. મોટરકારની ગતિશક્તિ તેના ડ્રાઈવરને આજે ઉત્તેજિત કરી શકે છે, કારણ કે તેને માટે જોઈતા પ્રચંડ ખટાટોપ (ઔદ્યોગિક ૧૮ ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36