Book Title: Vikas na Khandiyero
Author(s): Wulfgang Zex, Kanti Shah
Publisher: Yagna Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ આવી. એ દષ્ટિએ જોતાં તો એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના બધા જ , અવિકસિત ગણાતા દેશોમાં ઉપયોગી ચીજવસ્તુઓનો અસહ્ય અભાવ જણાયો. એટલે તે દૂર કરવાની જેહાદ ઉપાડાઈ. આનો એક માત્ર ઉપાય ગણાયો, ટેકનોલોજી. એ જ “પ્રગતિનું વાહન છે અને તેનાથી જ અચૂક વિકાસ સાધી શકાય. એટલે વધુ ને વધુ ટેકનોલોજી જોઈએ, આધુનિકમાં આધુનિક ટેકનોલોજી જોઈએ. તે સિવાય કોઈ આરોઉગારો નથી. ટુમેને આ બધા બિચારા પછાત રહી ગયેલા દેશોને વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહાય પૂરી પાડવાની વાત કરેલી ત્યારથી લઈને આજની બાયો-ટેકનિક અને સંદેશાવ્યવહારની ટેકનોલોજીની વાત સુધી આ જ માનસ કામ કરી રહ્યું છે. પરંતુ અત્યંત લોકપ્રિય થઈ પડેલા આ ટેકનોલોજીના સિદ્ધાંત પાછળ એક અત્યંત અનર્થકારી ભ્રમ કામ કરી રહ્યો છે. અને તે એ કે આધુનિક ટેકનોલોજી એ બીજું કાંઈ નહીં પણ ઓજારની બાબતમાં માણસે સાધેલી અભૂતપૂર્વ પ્રગતિ છે, કોઈ પણ ઓજારના જેવી જ આ ટેકનોલોજી પણ તદ્દન નિર્દોષ છે. જેમ કે હથોડી એક ઓજાર છે. તમારે વાપરવું હોય તો વાપરો, નહીં તો નહીં. પરંતુ વાપરશો તો નકરા હાથ વડે જેટલું કરી શકશો, તેના કરતાં હથોડીના ઉપયોગથી ઘણું વધારે કરી શકશો. હથોડી માણસની સેવા માટે તૈયાર જ છે. બસ, ટેકનોલોજીનું સ્વરૂપ પણ આવું જ છે. એ તો તમારી શક્તિ વધારી મૂકે છે. તેનાથી સારું કરવું કે ખરાબ કરવું, એ તમારા હાથની વાત છે. ટેકનોલોજી આવી નિર્દોષ અને નિરુપદ્રવકારી છે, એવી માન્યતા રૂઢ થઈ ગઈ છે. " પરંતુ આ બહુ મોટો ભ્રમ છે. વાસ્તવિકતા એ છે કે આધુનિક ટેકનોલોજી એકલી નથી આવતી, તે પોતાની સાથે સભ્યતાનું એક મોડેલ લઈને આવે છે, એક આખું માળખું લઈને આવે છે. ટ્રોજન હોર્સની જેમ એ તમારા કિલ્લામાં ઘૂસી જાય છે અને કિલ્લાની અંદરથી કબજો લઈ લે છે. ત્રીજા વિશ્વના બધા દેશો માટે આધુનિક ટેકનોલોજી આવી રીતે એમના સમાજમાં પેસી જઈને અંદરથી કબજો જમાવવાનું માધ્યમ બની. એક ઈલેકટ્રીક મિકસરનો દાખલો લો. બટન દાબો અને જોશબંધ ફરફર કરતું અને જરીક ધૂણતું એ તમને ઘડીક વારમાં ફળનો રસ કાઢી આપશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36